wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Talati test 11

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

ગોવિંદ ગુરુ ની સમાધી ક્યાં આવેલી છે

a)

કંબોઈ

b)

વિજયનગર

c)

હિમત નગર

d)

રાજ પીપળા

2.

કયા આંદોલન દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સ નું ભારત આગમન થયું

a)

ચંપારણ સત્યાગ્રહ

b)

ખેડા સત્યાગ્રહ

c)

અસહકાર આંદોલન

d)

દઢવાવ આંદોલન

3.

નીચેનામાંથી કઈ વિદ્યાપીઠની સ્થાપના અસહકાર આંદોલન દરમિયાન થયેલ નથી

a)

ગુજરાત વિદ્યાપીઠ

b)

ઓદંતપૂરી વિદ્યાપીઠ

c)

બિહાર વિદ્યાપીઠ

d)

બનારસ વિદ્યાપીઠ

4.

કઈ ઘટનાથી ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખવા ની જાહેરાત કરી ?

a)

રૉલેટ એક્ટ

b)

ચૌરી ચોરા

c)

જલિયાવાલા બાગ

d)

માનગઢ હત્યાકાંડ

5.

નીચેના વિધાનો ચકાસો

1. ચોરીચોરા બનાવ ઈસવીસન 1922માં ઉત્તરપ્રદેશના ગોરખપુર પાસેના ચોરીચોરા ગામે બન્યો હતો.

2. ચૌરીચોરામાં પોલીસ સ્ટેશનને આગ ચાપતા 20 જેટલા પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા

a)

માત્ર ૧ સાચું

b)

માત્ર ૨ સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

6.

કયા જહાલવાદી નેતાનું અવસાન સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે થયું હતું ?

a)

બાળ ગંગાધર તિલક

b)

બિપીન ચંદ્ર પાલ

c)

લાલા લજપતરાય

d)

એકપણ નહિ

7.

કોની અધ્યક્ષતામાં નેહરુ કમિટીનું ગઠન કરવામાં આવેલું

a)

જવાહરલાલ નેહરૂ

b)

મોતીલાલ નેહરૂ

c)

સરદાર પટેલ

d)

ગાંધીજી

8.

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે

a)

નેહરૂ અહેવાલ -1928

b)

બારડોલી સત્યાગ્રહ - 1928

c)

ચૌરી ચોરા બનાવ - 1920

d)

દાંડી કૂચ - 1930

9.

કયા સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા

a)

ખેડા સત્યાગ્રહ

b)

દાંડીકૂચ

c)

બારડોલી સત્યાગ્રહ

d)

ચંપારણ સત્યાગ્રહ

10.

દાંડીકૂચ ને ધ્યાનમાં રાખીને નીચેના વિધાનો ચકાસો

1. 12 માર્ચ 1930 ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ થી દાંડિયાત્રાની શરૂઆત કરી

2. 370 km ની કૂચ કરી 5 એપ્રિલના રોજ દાંડી ગામે પહોંચ્યા

3. ગાંધીજીની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની અબ્બાસ સાહેબ તૈયબજીએ લીધી

a)

૧ અને ૨ સાચા

b)

૧ સાચું, ૨ અને ૩ ખોટા

c)

તમામ સાચા છે

d)

તમામ ખોટા છે

11.

નીચેનામાંથી કોણ સરહદના ગાંધી તરીકે ઓળખાય છે

a)

અબ્બાસ સાહેબ તૈયબજી

b)

અબ્દુલ ગફાર ખાન

c)

મહાત્મા ગાંધી

d)

સરોજીની નાયડૂ

12.

કઈ ગોળમેજી પરિષદમાં કોમી મતદાર મંડળોનો પ્રશ્ન ઉપસ્થિત થતા ગાંધીજી નિરાશ થયા અને ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ ?

a)

પ્રથમ

b)

બીજી

c)

ત્રીજી

d)

ચોથી

13.

ઐતિહાસિક હિન્દ છોડોનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો

a)

8 ઓગસ્ટ 1942

b)

8 ઓગસ્ટ 1947

c)

8 ઓગસ્ટ 1940

d)

8 ઓગસ્ટ 1930

14.

ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી

a)

જવાહરલાલ નેહરુ

b)

મોતીલાલ નેહરુ

c)

સુભાષચંદ્ર બોઝ

d)

ગાંધીજી

15.

કઈ યોજના મુજબ હિન્દના બે ભાગલા ભારત અને પાકિસ્તાન થયા

a)

ક્રિપ્સ યોજના

b)

વેવેલ યોજના

c)

માઉન્ટબેટન યોજના

d)

કેબિનેટ મિશન યોજના

16.

નીતિ આયોગમાં 15 વર્ષનું વિઝન અને સાત વર્ષની વ્યુહ રચના હોય છે પરંતુ એક્શન પ્લાન કેટલા વર્ષનો હોય છે

a)

3

b)

4

c)

5

d)

6

17.

આયોજન પંચના સ્થાને ભારત સરકારના ----_------ એક ઠરાવ સ્વરૂપે જાહેરનામું બહાર પાડી નીતિ આયોગની રચના કરી

a)

વાણિજ્ય મંત્રાલય

b)

નાણા મંત્રાલય

c)

પ્રધાનમંડળના સચિવાલય

d)

વડાપ્રધાન કાર્યાલય

18.

નીતિ આયોગ ની રચના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે

1. તેના ઉપાધ્યક્ષ ની નિમણૂક સંચાલન સમિતિ કરશે

2. વડાપ્રધાન મહત્તમ ચાર કેન્દ્રીય પ્રધાનની નિમણૂક કરશે

3. વડાપ્રધાન વિશેષ નિમંત્રિતો તરીકે જે તે વિષયના નિષ્ણાતોની નિમણૂક કરશે

ઉપર પૈકી કયા વિધાનો સાચા છે

a)

૧ અને ૨

b)

ફક્ત ૧ અને ૩

c)

ફક્ત ૨ અને ૩

d)

૧,૨,૩

19.

અટલ ઇનોવેશન મિશન (AIM) કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે?

a)

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ

b)

શ્રમ અને રોજગાર મંત્રાલય

c)

નીતિ આયોગ

d)

કૌશલ વિકાસ અને ઉદ્યમ સાહહિકતા મંત્રાલય

20.

નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

લોકસભા સ્પીકર

d)

RBI ગવર્નર

21.

નીતિ આયોગના ઉપાધ્યક્ષ ની નિમણૂક કોણ કરે છે

a)

રાષ્ટ્ર પતિ

b)

વડા પ્રધાન

c)

RBI ના ગવર્નર

22.

કેન્દ્રના કેટલા પ્રધાનો હોદ્દાની રૂએ નીતિ આયોગના સભ્ય રહેશે ?

a)

5

b)

3

c)

8

d)

4

23.

નીતિ આયોગના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો

1.નીતિ આયોગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચે સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપે છે

2. નીતિ આયોગ નું મુખ્યલય નવી દિલ્હી ખાતે આવેલ છે

3. તે કેન્દ્ર અને રાજ્યોને રાષ્ટ્રીય કાર્યસૂચિ પૂરી પાડશે

4. નીતિ આયોગના અધ્યક્ષ નાણામંત્રી હોય છે

ઉપરમાંથી શું સાચું છે

a)

૧,૩,૪

b)

૧,૨,૩,૪

c)

૧,૨,૪

d)

૧,૨,૩

24.

ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત ફરજો અંગેની જોગવાઈ છે?

a)

55(A)

b)

51(A)

c)

51(B)

d)

52(B)

25.

ભારતીય સંવિધાનના અનુચ્છેદ 44 માં ઉલ્લેખિત સમાન નાગરિક સંહિતાનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરેલ છે

a)

મૂળભૂત ફરજો સંબંધીત ભાગ

b)

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંબંધિત ભાગ

c)

નાગરિકતા સંબંધિત ભાગ

d)

મૂળભૂત અધિકારો સંબંધિત ભાગ

26.

નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી

a)

મૂળભૂત શિક્ષણ પૂરું પાડવું તે માતા પિતા કે વાલીની ફરજ બને

b)

જાહેર મિલકતનું રક્ષણ કરવું

c)

સંવિધાનને વફાદાર રહેવાની

d)

રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પર્વતો અને સ્થળોનું રક્ષણ કરવાની

27.

ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કામ મેળવવાના અધિકારનો સમાવેશ થાય છે

a)

34

b)

40

c)

41

d)

42

28.

મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણમાં ક્યારે કરવામાં આવ્યો

a)

1975

b)

1980

c)

1950

d)

1976

29.

સમાન વિતરણ શબ્દ નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે

a)

મૂળભૂત હકો

b)

મૂળભૂત ફરજો

c)

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

d)

ઉપરોક્ત એકપણ નહિ

30.

ભારતની પ્રભુતા, એકતા અને અખંડિતતા ની રક્ષા કરવી અને તેને સમર્થન કરવું આ જોગવાઈ ક્યા કરવામાં આવી છે?

a)

બંધારણનું આમુખ

b)

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

c)

મૂળભૂત અધિકાર

d)

મૂળભૂત ફરજો

31.

વાતાવરણમાં વાયુઓના પ્રમાણને સમજી તેને ઉતરતા ક્રમમાં ગોઠવતા ત્રીજા ક્રમે કયો વાયુ આવે છે

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

ઓર્ગન

c)

ઓક્સિજન

d)

નાઇટ્રોજન

32.

વાતાવરણમાં કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓક્સિજન ઓછો થતો જાય છે ?

a)

૨૦ કિમી

b)

૧૧૦ કિમી

c)

૧૩૦ કિમી

d)

૧૫૦ કિમી

33.

નીચેનામાંથી કેવા લક્ષણો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે

1. 900 મીટર થી વધુ ઊંચાઈ

2. ઓછા કે તીવ્ર ઢોળાવ

3. સાંકડા શિખર

a)

માત્ર ૧

b)

૧ અને ૩

c)

૨ અને ૩

d)

તમામ

34.

ભારતમાં આવેલ માળવાનો ઉચ્ચપ્રદેશ કેવા પ્રકારના ઉચ્ચપ્રદેશનું ઉદાહરણ છે

a)

આંતર પર્વતીય

b)

પર્વત પ્રાંતિય

c)

ખંડીય

d)

જવાળામુખી

35.

ભારતનો છોટા નાગપુર નો ઉચ્ચપ્રદેશ કેવા પ્રકારના ઉચ્ચપ્રદેશનું ઉદાહરણ છે

a)

આતર પર્વતીય

b)

પર્વત પ્રાંતીય

c)

ખંડીય

36.

"પેની પ્લેઇન" શુંછે

a)

ખંડીય છાજલિનો ભૂમિભાગ ઉચકાવાથી બનતા મેદાન

b)

કાંપના નિક્ષેપણ થી બનતા મેદાન

c)

ઘસારણ દ્વારા બનેલા મેદાન

d)

ભૂગર્ભિક હિલચાલના કારણે બનેલા મેદાન

37.

ભારતના સ્થાનની દ્રષ્ટિએ નીચેના વિધાનો ચકાસો..

1. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે

2. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે

3. ભારતની ઉત્તરમાંથી કર્કવૃત પસાર થાય છે

ઉપર પૈકી કયા વિધાનો સાચા છે

a)

માત્ર ૧

b)

૨ અને ૩

c)

૧ અને ૨

d)

તમામ સાચા છે

38.

ભારત લગભગ કેટલા ચો કિમી ક્ષેત્રફળ ધરાવે છે

a)

32.8 લાખ

b)

32.14 લાખ

c)

30 લાખ

d)

31.8 લાખ

39.

ભારતની ઉત્તર દક્ષિણ લંબાઇ કેટલા કિમી સુધીની છે

a)

2933

b)

3214

c)

1432

d)

3344

40.

ભારત પૂર્વ પશ્ચિમ કેટલા કિમી ની પહોળાઇ ધરાવે છે?

a)

3214

b)

2933

c)

3329

d)

2814

41.

સવારે ચાર વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી ઘડિયાળના બંને કાંટા એક સાથે કેટલી વાર આવશે

a)

૧૧

b)

૨૨

c)

૧૨

d)

૨૧

42.

3:40 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?

a)

80°

b)

100°

c)

130°

d)

140°

43.

2,6,12,20, ?

a)

36

b)

30

c)

24

d)

144

44.

1,8,9,64,25,?

a)

81

b)

36

c)

216

d)

625

45.

તમે કોના દાદા ના પુત્રના પુત્ર ?

a)

ભાઈ

b)

કાકા

c)

બનેવી

d)

પુત્ર

46.

હરેશભાઈ ને કુલ 4 પુત્રો છે અને દરેક પુત્રોને 1 દીકરો અને 1 દીકરી છે. જો તે કુટુંબના દરેક સભ્યો સાથે રહેતા હોય તો તે કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ?

a)

16

b)

20

c)

18

d)

17

47.

એક મહિલાએ ફોટોગ્રાફ તરફ ઈશારો કરતાં કહ્યું કે તે મારા પતિના પિતાની પત્નીનો પુત્ર છે તો તે ફોટોગ્રાફ સ્ત્રી સાથે કેવી રીતે સંબંધિત છે

a)

પુત્ર

b)

દિયર

c)

ભાભી

d)

ભાઈ

48.

સુરેશે એક છોકરાના ફોટોગ્રાફ તરફ આંગળીચિંધી ને કહ્યું, કે તે મારી માતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો તે છોકરો સુરેશ ને શું થાય ?

a)

પિતરાઈ

b)

ભાઈ

c)

પુત્ર

d)

કાકા

49.

જો આજે રવિવાર છે, તો 59 દિવસ પછી કયો વાર હશે ?

a)

સોમવાર

b)

શનિવાર

c)

મંગળવાર

d)

બુધવાર

50.

નીચેનામાંથી કયા વર્ષનું કેલેન્ડર 2024 ના વર્ષના કેલેન્ડર ની સમાન છે

a)

2028

b)

2044

c)

2036

d)

2052