wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રકરણ : 1 આપણી આસપાસ માં દ્રવ્ય

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને શું કહેવાય ?

a)

દ્રવ્ય

b)

અણુ

c)

પરમાણુઓ

d)

સમાંગ મિશ્રણ

2.

પદાર્થના પાંચ મૂળભૂત તત્વોમાંથી કયું યોગ્ય છે?

a)

વાયુ

b)

અગ્નિ

c)

પાણી

d)

આપેલા ત્રણેય

3.

દળ નો SI એકમ કયો છે ?

a)

ગ્રામ

b)

કિલોગ્રામ

c)

કિગ્રા મીટર

d)

મિલીગ્રામ

4.

ઘન પદાર્થો........ હોય છે.

a)

સ્તરીય

b)

વહનશીલ

c)

દઢ

d)

અદઢ

5.

દબાણ નો SI એકમ કયો છે.

a)

પાસ્કલ (Pa)

b)

વાતાવરણ (atm)

c)

બાર

d)

કેલ્વિન

6.

પદાર્થ નો એવો ગુણધર્મ કે જેના દ્વારા પદાર્થ પોતાનો આકાર અને કદ જાળવી રાખે છે તેને........ કહે છે.

a)

તરલતા

b)

દ્રઢતા

c)

સખતાઈ

d)

ઘનતા

7.

ગરમીના દિવસોમાં કેવા કપડાં પહેરવાથી સરળતા રહે છે.

a)

સિલ્ક

b)

સુતરાઉ

c)

ગરમ

d)

ઉનના

8.

બળનો SI એકમ કયો છે.

a)

ન્યૂટન

b)

પાસ્કલ

c)

કિલોગ્રામ

d)

મીટર

9.

બાષ્પીભવન ને કારણે ......... ઉદભવે છે.

a)

ઠંડક

b)

ગરમી

c)

ભેજ

d)

બાષ્પ

10.

વાહનોમાં ઈંધણ (બળતણ) તરીકે...... નો ઉપયોગ થાય છે.

a)

PNG

b)

CNG

c)

LPG

d)

બધા જ

11.

ઘનતા શોધવા માટેનૂં સાચુ સૂત્ર નીચેનામાંથી કયુ છે.

a)

દળ / કદ

b)

કદ / દળ

c)

દળ / બળ

d)

દબાણ /કદ

12.

ગલનપ્રક્રિયા દરમિયાન.........

a)

પ્રવાહી ઘનમાં ફેરવાય

b)

ઘન પ્રવાહીમાં ફેરવાય

c)

ઘન વાયુમાં ફેરવાય

d)

વાયુ ઘનમાં ફેરવાય

13.

દ્રવ્ય ના કણોની લાક્ષણિકતા કઈ યોગ્ય છે?

a)

કણો વચ્ચે ખાલી સ્થાનો

b)

સતત ગતિશીલતા

c)

આંતર મિશ્રિતતા

d)

આપેલી ત્રણેય

14.

તાપમાન વધતાં દ્રવ્ય કણોની ગતિજઊર્જા......... .

a)

ધટે

b)

વધે

c)

અચળ રહે

d)

ઘટીને વધે

15.

460 K તાપમાનનૂં સેલ્સિયસ તાપમાન = .......... .

a)

187°C

b)

287°C

c)

-187°C

d)

733°C

16.

પ્રવાહી અને વાયુની સરખામણી માં ઘન અવસ્થા ની ઘનતા સૌથી વધુ હોય છે.

a)

ખરું

b)

ખોટું

17.

કોઈ પણ ઘન પદાર્થ ના ગલન દરમિયાન હંમેશા તાપમાનમાં ઘટાડો થાય છે.

a)

ખરું

b)

ખોટું

18.

ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ગરમી આપે છે.

a)

ખરું

b)

ખોટું

19.

સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવન દરમાં ઘટાડો થાય છે.

a)

ખરું

b)

ખોટું

20.

કોઈ પણ દ્રવ્ય ની અવસ્થા માં થતાં પરિવર્તન દરમિયાન તેનૂં તાપમાન અચળ રહે છે.

a)

ખરું

b)

ખોટું