NEW
Font size
WorksheetsMaths' test
Total questions: 30
Worksheet time: 40mins
p અને q બે ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ હોય તો તેમનો લ.સા.અ. કેટલો થાય?
p
q
pq
p/q
p અને q બે ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ હોય તો તેમનો ગુ.સા.અ કેટલો થાય?
p
q
pq
1
11² * 13³ અને 11³ * 13² નો લ.સા.અ કેટલો થાય?
11³*13³
11²*13²
11²*13³
11³*13²
11² * 13³ અને 11³ * 13² નો ગુ.સા.અ. કેટલો થાય?
11²*13²
11³*13³
11³*13²
11²*13³
7/25 નું દશાંશ નિરૂપણ કેટલુ થાય?
0.14
25/7
4
0.28
1/8 નું દશાંશ નિરૂપણ કેટલુ થાય?
8
0.125
3
0.16
કોઈપણ સંમેય સંખ્યા નું અતિસંક્ષિપ્ત રૂપ આપ્યા પછી તેના છેદ ના અવિભાજ્ય અવયવો માં નીચે પૈકી ક્યાં અવયવ હોય તો તેનું દશાંશ નિરૂપણ શાંત હોય?
ફક્ત 2
ફક્ત 5
ફક્ત 2 અથવા ફક્ત 5
2 અથવા 5 અથવા બન્ને
p/q માં q બરાબર કેટલા હોય તો p/q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય?
2³
5³
2²*3*5²
2³*5³
√2 (વર્ગમૂળ 2) નું દશાંશ નિરૂપણ કેવું હોય?
સાન્ત
અનંત અને આવૃત
અનંત અને અનાવૃત
ઉપર પૈકી એક પણ નહીં
√4 (વર્ગમૂળ 4) કેવા પ્રકારની સંખ્યા છે?
સંમેય
અસંમેય
અવાસ્તવિક
ઉપર પૈકી એક પણ નહીં
એક સમતોલ સિક્કો એક વખત ઉછળતા મળતા કુલ શક્ય પરિણામો ની સંખ્યા જણાવો.
2
4
6
8
એક સમતોલ સિક્કો બે વખત ઉછળતા અથવા બે સમતોલ સિક્કા એક સાથે ઉછળતા મળતા શક્ય તમામ પરિણામો ની સંખ્યા જણાવો.
2
4
6
8
એક સમતોલ સિક્કો ત્રણ વખત ઉછાળતા અથવા ત્રણ સમતોલ સિક્કા એકસાથે ઉછળતા મળતા શક્ય તમામ પરિણામો ની સંખ્યા જણાવો.
2
4
6
8
એક સમતોલ પાસો એક વખત ફેંકતા મળતા શક્ય તમામ પરિણામો ની સંખ્યા જણાવો.
6
36
216
ઉપર પૈકી એક પણ નહીં
બે સમતોલ પાસા એકસાથે ફેંકતા અથવા એક સમતોલ પાસો બે વખત ફેંકતા મળતા શક્ય તમામ પરિણામ ની સંખ્યા જણાવો.
6
36
216
ઉપર પૈકી એક પણ નહીં.
લિપ વર્ષના ફેબ્રુઆરી માસમાં પાંચ રવિવાર આવવાની સંભાવના જણાવો.
0
1
1/7
29
કોઈપણ વર્ષના ઓગસ્ટ માસમાં પાંચ રવિવાર આવવાની સંભાવના જણાવો.
0/7
1/7
2/7
3/7
કોઈપણ વર્ષના એપ્રિલ માસ માં પાંચ સોમવાર આવવાની સંભાવના જણાવો.
0/7
1/7
2/7
3/7
સરખી રીતે ચિપેલા 52 પત્તા માંથી એક પત્તુ પસંદ કરતાં તે કાળીનો એક્કો હોય તેની સંભાવના જણાવો.
0
1
4
1/52
સરખી રીતે ચિપેલા 52 પત્તા માંથી એક પત્તું પસંદ કરતા તે લાલ નું હોય તેની સંભાવના જણાવો.
0
1
1/2
1/4
વર્ગ 20-30 ની મધ્યકિંમત કેટલી થાય?
20
25
30
1/2
સંચય આવૃત્તિવક્ર ને .......... પણ કહે છે.
આવૃત્તિ બહુકોણ
સ્તંભાલેખ
ઓજાઈવ
લંબાલેખ
"થી ઓછા" પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે X અક્ષ પર .......... લેવામાં આવે છે.
વર્ગની ઊર્ધ્વસીમાઓ
વર્ગની અધ:સીમાઓ
સંચયી આવૃત્તિ
વર્ગ ની મધ્યકિંમતો
બહુલકીય વર્ગ 70-85 હોય તો વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા ના સૂત્રમાં l (એલ) ની કિંમત કેટલી થાય?
70
77.5
85
ઉપર પૈકી એક પણ નહીં
A(3,4) નું ઉગમબિંદુ થી અંતર ........ છે.
3
4
5
6
A(2,4) અને B(8,12) હોય તો રેખાખંડ AB ના મધ્યબિંદુ ના યામ કેટલા થાય?
(2,4)
(8,12)
(8,5)
(5,8)
P(-2,-3) અને Q(-8,-11) તો PQ=?
6
8
10
12
ગણતરી કર્યા વિના ફક્ત અનુમાન લગાવીને જણાવો કે, જો કોઈ ત્રિકોણ ના શિરોબિંદુઓ (0,4) (0,0) અને (3,0) હોય તો તે કેવા પ્રકારનો ત્રિકોણ હોય?
સમબાજુ ત્રિકોણ
સમદ્રિબાજુ ત્રિકોણ
કાટકોણ ત્રિકોણ
સમદ્રિબાજુ કાટકોણ ત્રિકોણ
બિંદુ (3,4) નું X-અક્ષ થી લંબઅંતર જણાવો.
3
4
6
ઉપર પૈકી એક પણ નહીં
(0,2) (0,0) (2,0) શિરોબિંદુઓ વાળા ત્રિકોણ નું ક્ષેત્રફળ જણાવો.
1/2
3/2
2
ઉપર પૈકી એક પણ નહીં
