wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarati Paper No. 2

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

'સુંદરમ્' કોનું ઉપનામ છે ?

a)

મકરંદ દવે

b)

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું

c)

નરસિંહ મહેતા

d)

પ્રેમાનંદ ત્રિભુવનદાસ લુહારનું

2.

'ગુર્જરીના ગૃહ કુંજે' કાવ્ય કવિના કયા કાવ્યસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ?

a)

'વસુધા' કાવ્યસંગ્રહમાંથી

b)

'સુદામા ચરિત્ર' કાવ્યસંગ્રહમાંથી

c)

'વરદા' કાવ્યસંગ્રહમાંથી

d)

'હિંદ સ્વરાજ' કાવ્યસંગ્રહમાંથી

3.

'ગુર્જરીના ગૃહ કુંજે' કાવ્યમાં જીવનરૂપી યુદ્ધમાં કવિ કયાં ભમ્યા હતા ?

a)

જગતમાં

b)

ભારતમાં

c)

ગુજરાતમાં

d)

જંગલમાં

4.

'ગુર્જરીના ગૃહ કુંજે' ના કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ કોને વિસર્યા નહિ ?

a)

ઘરના સભ્યની માયાને

b)

મિત્રની માયાને

c)

જન્મભૂમિની માયાને

d)

વિશ્વરૂપી માયાને

5.

જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે ?

a)

અમે ભમ્યાં અહીંના ખેતરમાં

b)

અહીં શિયાળે તાપ્યાં સગડીએ

c)

કોકિલ સૂણે વસંતે

d)

જીવનજંગે જગત ભમ્યાં

6.

'ગુર્જરીના ગૃહ કુંજે' કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો ?

a)

વસંતમાં કોકિલનો ટહુકો સાંભળ્યો છે

b)

પહેલી પગલી અહીંથી જ ભરી હતી

c)

ભર ઉનાળે તાપ્યાં અહીં સગડીએ

d)

અમે ભમ્યાં અહીંના ખેતરમાં

7.

'ગુર્જરીના ગૃહ કુંજે' કાવ્યમાં કયાં પક્ષીનો ઉલ્લેખ થયો છે ?

a)

કોયલ

b)

મોર

c)

પોપટ

d)

ચકલી

8.

'ચોરી અને પ્રાયશ્ચિત' પાઠના લેખકનું નામ લખો.

a)

ગોપાળબાપા

b)

ગાંધીજી

c)

નરસિંહ મહેતા

d)

પ્રેમાનંદ

9.

'ચોરી અને પ્રાયશ્ચિત' પાઠમાં બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી ?

a)

ધુમાડો કાઢવાની

b)

ધતૂરાના ડોડવા ખાવાની

c)

નોકરના પૈસા ચોરવાની

d)

બીડી ચોરવાની

10.

ગાંધીજીની આત્મકથાનું નામ લખો.

a)

'સત્યના પ્રયોગો'

b)

'સત્ય અને પરમેશ્વર'

c)

'સત્ય અને સત્ય'

d)

'સત્ય અને અસત્ય'

11.

'ચોરી અને પ્રાયશ્ચિત' પાઠમાં બીડી પીવાની ટેવને ગાંધીજી શું માંને છે ?

a)

ખોટી ટેવ

b)

નુકશાનકારક ટેવ

c)

હિંમતવાળી ટેવ

d)

જંગલી, ગંદી ને હાનિકારક ટેવ

12.

ગાંધીજીના માતાનું નામ જણાવો.

a)

મનુબાઈ

b)

મણીબાઈ

c)

પૂતળીબાઈ

d)

માણકેબાઈ

13.

ખોટું કાર્ય કર્યાના અપરાઘભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ ?

a)

જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ

b)

ખોટું કાર્ય વારંવાર ન કરવું

c)

ખોટા રસ્તે જવું

d)

કોઈનેય વાત ન કરવી

14.

ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી કારણકે

a)

પિતાજી મારશે તેવો ડર હતો

b)

પોલીસ પકડવા આવશે તેવો ભય હતો

c)

પિતાજી દુઃખી થશે , કદાચ માથું કૂટશે તેવા ભયે

d)

ભૂલ સ્વીકારવા માગતા ન હતા

15.

મનુભાઈ રાજારામભાઈ પંચોળી લેખક નું ઉપનામ જણાવો.

a)

'દર્શક'

b)

'શિરોમણિ'

c)

'સુંદરમ્'

d)

'પંચોળી'

16.

'ગોપાળબાપા' પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.

a)

એકાંકી

b)

નવલિકા

c)

નવલકથા

d)

આત્મકથા

17.

'ગોપાળબાપા' પાઠમાં મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી ?

a)

પરોપકારની શક્તિ

b)

રાજવહીવતની શક્તિ

c)

સેવાભાવની શક્તિ

d)

માણસને પારખવાની

18.

ગોપાળબાપાના ગુરુનું નામ શું હતું ?

a)

માંડણ ભગત

b)

સયાજીરાવ

c)

શામળદાસ

d)

ગાંધીજી

19.

તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું ?

a)

માંડળભાગતે

b)

પેશ્વા સરકારે

c)

ગોપાળબાપાએ

d)

સયાજીરાવે

20.

ગોપાળબાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા ?

a)

અમરફળ જેવા બોરનો

b)

આંબાની કેરીનો

c)

હરિનામનો

d)

કોલસાનો

21.

'ગોપાળબાપા' પાઠ કઈ નવકથા માંથી લેવામાં આવ્યો છે ?

a)

ગ્રામદક્ષિણામૂર્તિ માંથી

b)

ગ્રામવિદ્યાપીઠ માંથી

c)

લોકભારતી

d)

ઝેરતો પીધા છે જાણી જાણી

22.

'વિસ્મય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપો.

a)

વિનય

b)

આશ્ચર્ય

c)

અચરજ

23.

'ખાજ' આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

a)

ખોરાક

b)

ખારેક

c)

ખાખરા

24.

'પ્રાણ' શબ્દનો વિરુધાર્થી શબ્દ આપો.

a)

નિષ્પ્રાણ

b)

પ્રાણી

c)

જીવ

25.

જીભ ન ઊપડવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

a)

બોલી શકાય તેવું

b)

જીભ ઉપડે નહિ તેવું

c)

બોલવાની હિંમત ન હોવી

26.

દૂરદૂરનું જોવાનું યંત્ર - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

a)

દૂરદર્શન

b)

દૂરબીન

c)

દૂરભાષ

27.

'વિશ્વવાડી' - શબ્દનો સમાસ જણાવો.

a)

મધ્યમપદ લોપી સમાસ

b)

ઉપપદ સમાસ

c)

કર્મધારય સમાસ

28.

'વાડ થઈને ચીભડાં ગળે' આપેલ કહેવતનો અર્થ જણાવો

a)

રક્ષણ કરનાર જ ભક્ષણ કરે

b)

પોતાનું રક્ષણ જાતે જ કરવું

c)

વાડામાં જ ચીભડાં થાય

29.

'છત્રપતિ' - શબ્દના ધ્વનિ ઘટકો (સ્વર - વ્યંજન ) છૂટા પાડો.

a)

છ્ + ત્ + ર્ + અ + પ્ + અ + ત્ + ઇ

b)

છ્ + અ + ત્ + ર્ + અ + પ્ + અ + ત્ + ઇ

c)

છ્ + અ્ + ત્ + અ + પ્ + અ + ત્ + ઇ

30.

નીચે આપેલ શબ્દની સાચી જોડણી આપો.

a)

પ્રતિકૂળ

b)

પ્રતીકૂળ

c)

પ્રતિકુળ