Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ACCOUNT MCQ

Total questions: 50

Worksheet time: 50mins

Name
Class
Date
1.

A, B અને Cની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણીપાત્ર નફો ₹ 66,000 હોય, તો Cને કેટલો નફો મળે?

a)

₹ 11,000

b)

₹ 22,000

c)

₹ 33,000

d)

₹ 66,000

2.

ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ ભાગીદાર માટે શું છે?

a)

ખર્ચ

b)

દેવું

c)

આવક

d)

નુકસાન

3.

ભાગીદારના ચાલુ ખાતાંની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય?

a)

ખર્ચ

b)

દેવું

c)

આવક

d)

નુકસાન

4.

પાઘડીનો આધાર કોના પર રહેલો છે?

a)

ધંધાકીય એકમના કર્મચારીઓ પર

b)

ધંધાકીય એકમની મિલકતો પર

c)

ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઇ રહે તેવા નફા પર

d)

ધંધાકીય એકમના સંચાલકો પર

5.

પાઘડી એ ____________ નું નાણાકીય મૂલ્ય છે.

a)

રોકાણો

b)

ધંધાકીય એકમની પ્રતિષ્ઠા

c)

કાયમી મિલકતો

d)

હરિફાઈ

6.

જ્યારે પેઢીમાં સતત નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે?

a)

સાદી સરેરાશ

b)

ભારિત સરેરાશ

c)

વાર્ષિક વૃદ્ધિ દર

d)

ચક્રવૃદ્ધિ દર

7.

પુન:મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે?

a)

જુના પ્રમાણમાં

b)

નવા પ્રમાણમાં

c)

લાભ પ્રમાણમાં

d)

ત્યાગના પ્રમાણમાં

8.

જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે __________.

a)

ભાગીદારનો પ્રવેશ

b)

ભાગીદારી પેઢીનું વિસર્જન

c)

ભાગીદારીનું પુનર્ગઠન

d)

ભાગીદારની નિવૃત્તિ

9.

નવા ભાગીદારના પ્રવેશ વખતે નવું પ્રમાણ આપેલ ન હોય ત્યારે ત્યાગનું પ્રમાણ = _____________.

a)

ત્યાગનું પ્રમાણ

b)

લાભનું પ્રમાણ

c)

નવું પ્રમાણ

d)

જૂનું પ્રમાણ

10.

કંપનીને શેરના જાહેર ભરણાં માટે કોની સંમતિ લેવી પડે છે?

a)

કેન્દ્ર સરકાર

b)

રાજ્ય સરકાર

c)

રિઝર્વ બેંક

d)

સેબી

11.

કંપની દ્વારા વધુમાં વધુ કેટલી રકમ શેર મૂડી તરીકે એકત્રિત કરી શકે કે, કંપની પોતાના મેમોરેન્ડમમાં દર્શાવે તેને શું કહે છે?

a)

સત્તાવાર થાપણ

b)

મંગાવેલ થાપણ

c)

બહાર પાડેલ થાપણ

d)

ભરાયેલ થાપણ

12.

કામદાર નફાભાગ ભંડોળ ભાગીદારની નિવૃત્તિ વખતે ___________ તરીકે નોંધાય છે.

a)

નવા પાકા સરવૈયામાં જવાબદારી

b)

બધા જ ભાગીદારો ખાતે, જૂના નફા-નુકસાનના પ્રમાણમાં જમા

c)

બધા જ ભાગીદારો ખાતે, જુના નફા-નુકસાનના પ્રમાણમાં ઉધાર

d)

નિવૃત્ત થતા ભાગીદાર ખાતે જમા

13.

ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઊપજમાંથી સૌપ્રથમ કઈ ચુકવણી કરવામાં આવે છે?

a)

ભાગીદારની પત્નીની લોન

b)

ભાગીદારની લોન

c)

ત્રાહિત પક્ષનાં દેવાં

d)

વિસર્જન ખર્ચ

14.

ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે?

a)

એક

b)

ત્રણ

c)

બે

d)

ચાર

15.

શેર પ્રીમિયમની રકમ કંપની માટે શું કહેવાય?

a)

મહેસૂલી નફો

b)

મૂડી નફો

c)

મહેસૂલી ખર્ચ

d)

મૂડી ખર્ચ

16.

જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે વધુમાં વધુ કેટલા વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકશે?

a)

10 વર્ષ

b)

20 વર્ષ

c)

30 વર્ષ

d)

40 વર્ષ

17.

ડિબેન્ચર હોલ્ડર્સને કંપની તેમના ડિબેન્ચર પર ______________ આપે છે.

a)

ડિવિડન્ડ

b)

વ્યાજ

c)

નફામાં ભાગ

d)

વ્યાજ અને ડિવિડન્ડ બંને

18.

નીચેનામાંથી કયું વિષ્લેષણ સમયના આધારે વર્ગીકરણ દર્શાવે છે?

a)

લાંબા ગાળાનું વિષ્લેષણ

b)

આડું વિષ્લેષણ

c)

ઊભું વિષ્લેષણ

d)

બાહ્ય વિષ્લેષણ

19.

ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે?

a)

સ્ટોક

b)

રોકડ અને બેંક સિલક

c)

દેવાદારો

d)

લેણીહૂંડીઓ

20.

Z કંપનીનું વેચાણ ₹ 4,80,000; કાચો નફો ₹ 1,20,000 છે, તો કાચા નફાનો ગુણોત્તર શોધો.

a)

30%

b)

25%

c)

20%

d)

35%

21.

ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે, તો ____________ કહેવાય.

a)

પાઘડીનું વેચાણ

b)

પાઘડીની ખરીદી

c)

પાઘડી માંડીવાળી

d)

આપેલ તમામ

22.

સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે?

a)

માલ-મિલકત

b)

વ્યક્તિ

c)

ઊપજ-ખર્ચ

d)

એક પણ નહીં

23.

પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો ₹ 24,500 અને ઘાલખાધ અનામત ₹ 2,500 હોય, તો માલ-મિલકત નિકાલ ખાતે જમા બાજુ કઈ રકમ લખશો?

a)

₹ 24,500

b)

₹ 2,500

c)

₹ 22,000

d)

₹ 27,000

24.

કંપની તેના શેર, શેરની મૂળકિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે છે?

a)

10%

b)

100%

c)

25%

d)

કોઈ મર્યાદા નથી.

25.

ડિબેન્ચર કંપની માટે _____________ છે.

a)

મૂડી

b)

લેણું

c)

દેવું

d)

મિલકત

26.

પ્રવાહી ગુણોત્તર એ _____________

a)

તરલતાનું માપ છે.

b)

ટૂંકાગાળાની નફાકારકતાનું માપ છે.

c)

નફાકારકતાનું માપ છે.

d)

સધ્ધરતાનું માપ દર્શાવે છે.

27.

નીચેનામાંથી કયા ગુણોત્તરોનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે?

a)

તરલતાના ગુણોત્તરો

b)

નફાકારકતા ગુણોત્તરો

c)

સધ્ધરતાના ગુણોત્તરો

d)

મિશ્ર ગુણોત્તરો

28.

રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય છે?

a)

પાંચ

b)

ચાર

c)

ત્રણ

d)

બે

29.

નીચેનામાંથી કયું વિષ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે?

a)

બાહ્ય વિષ્લેષણ

b)

આડું વિષ્લેષણ

c)

ઊભું વિષ્લેષણ

d)

ટૂંકા ગાળાનું વિષ્લેષણ

30.

મળેલ ડિવિડન્ડ અને મળેલ વ્યાજ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે?

a)

રોકાણની પ્રવૃત્તિમાં આવક રોકડ પ્રવાહ તરીકે

b)

નાણાકીય પ્રવૃત્તિમાં આવક રોકડ પ્રવાહ તરીકે

c)

કામગીરીની પ્રવૃત્તિમાં આવક રોકડ પ્રવાહ તરીકે

d)

રોકાણની પ્રવૃત્તિમાં જાવક રોકડ પ્રવાહ તરીકે

31.

‘A’, ‘B’ અને ‘C’ 5:3:2ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા ભાગીદારો છે. ‘C' નિવૃત્ત થાય છે, તો નફા-નુકસાનનું નવું પ્રમાણ શોધો.

a)

5:3

b)

3:5

c)

3:2

d)

5:2

32.

રોકડ બેન્કમાં ભરીએ તો .........

a)

કામગીરીની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ છે.

b)

નાણાકીય પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ છે.

c)

રોકાણની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ છે.

d)

રોકડ પ્રવાહ નથી.

33.

ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થાય છે

a)

પ્રમાણ સ્વરૂપે

b)

ટકાવારી સ્વરૂપે

c)

સમયના સ્વરૂપે

d)

આપેલ તમામ

34.

સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલીક બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે?

a)

1

b)

2

c)

3

d)

4

35.

જ્યારે કંપની દ્વારા ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે જ મંગાવવામાં આવે ત્યારે, તે રકમ કયા ખાતે જમા કરવામાં આવે છે?

a)

ડિબેન્ચર અરજી ખાતે

b)

ડિબેન્ચર મંજૂરી ખાતે

c)

ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે

d)

ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે

36.

ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું કંપની માટે શું છે?

a)

આવક

b)

ખર્ચ

c)

દેવું

d)

લેણું

37.

શેર જપ્ત કરવામાં આવે ત્યારે, શેર પર મંગાવેલી કુલ રકમ ............ કરવામાં આવે છે.

a)

શેર જપ્તી ખાતે ઉધાર

b)

શેર જપ્તી ખાતે જમા

c)

શેરમૂડી ખાતે જમા

d)

શેરમૂડી ખાતે ઉધાર

38.

ભાગીદારી પેઢીના વિસર્જન વખતે વિસર્જન ખર્ચ કોણ ભોગવે છે?

a)

ભાગીદાર

b)

પેઢી

c)

ભાગીદારની પત્ની

d)

પેઢીના લેણદારો

39.

ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ........... પુન:મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે

a)

ચોપડે કિંમતે - બજાર કિંમતે

b)

ચોપડે કિંમતે

c)

બજાર કિંમતે

d)

પડતર કિંમતે

40.

ભાગીદારી પુનર્ગઠન વખતે લાભના સૂત્રથી જવાબ ઋણ આવે તો ..............

a)

ભાગીદાર લાભ મેળવે છે

b)

ભાગીદાર લાભ મેળવતો નથી

c)

ભાગીદાર ત્યાગ કરે છે

d)

ભાગીદાર ત્યાગ કરતો નથી

41.

નિવૃત્ત થતા ભાગીદારને ભાગીદારી કરારપત્રમાં ઉલ્લેખ ન હોય તો, તેની લેણી રકમ પર કેટલા ટકા વ્યાજ ચૂકવવાપાત્ર થાય?

a)

6%

b)

9%

c)

10%

d)

12%

42.

અગાઉથી ચૂકવેલ ખર્ચા અને મળવાની બાકી આવક ચોપડે નોંધેલ નથી, તો પુનર્ગઠન વખતે ક્યાં દર્શાવાશે?

a)

પુન:મૂલ્યાંકન ખાતે જમા

b)

પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર

c)

માલ-મિલકત નિકાલ ખાતે જમા

d)

માલ-મિલકત નિકાલ ખાતે ઉધાર

43.

નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ..............

a)

ફક્ત પરિણામ રજૂ કરે છે.

b)

ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે.

c)

અર્થઘટન કરે છે.

d)

આપેલ પૈકી એક પણ નહીં.

44.

જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડતા શેર જપ્તી ખાતાની બાકી કયા ખાતે લઇ જવામાં આવે છે?

a)

શેરમૂડી ખાતે

b)

શેર જપ્તી ખાતે

c)

મૂડી અનામત ખાતે

d)

અનામત મૂડી ખાતે

45.

રોકડ સમકક્ષની ............

a)

ઉચ્ચ પ્રવાહિતા હોય છે.

b)

ઉચ્ચ સધ્ધરતા હોય છે.

c)

ઉચ્ચ નફાકારતા હોય છે.

d)

આપેલ તમામ

46.

કાર્યશીલ મૂડી એટલે ................

a)

બિનચાલુ મિલકતો અને બિનચાલુ દેવાં વચ્ચેનો તફાવત

b)

બિનચાલુ મિલકતો અને ચાલુ દેવાં વચ્ચેનો તફાવત

c)

ચાલુ મિલકતો અને બિનચાલુ દેવાં વચ્ચેનો તફાવત

d)

ચાલુ મિલકતો અને ચાલુ દેવાં વચ્ચેનો તફાવત

47.

જપ્ત કરેલા શેર પર પ્રીમિયમની રકમ મળી ન હોય તો, પ્રમાણસર પ્રીમિયમની રકમ ..............

a)

જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારય.

b)

જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થાય.

c)

શેરમૂડી ખાતે ઉધારાય.

d)

શેરમૂડી ખાતે જમા થાય.

48.

નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં 'શેરમૂડીના' શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી.

a)

સત્તાવાર મૂડી

b)

બહાર પાડેલી મૂડી

c)

ભરાયેલી મૂડી

d)

અનામત મૂડી

49.

વિસર્જન વખતે મિલકતો અને જવાબદારીના નિકાલની હિસાબી આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે ............

a)

પુન:મૂલ્યાંકન ખાતું

b)

નફા-નુકસાન હવાલા ખાતું

c)

નફા-નુકસાન ખાતું

d)

સંપાદન ખાતું

50.

પુન:મૂલ્યાંકન ખાતું .............. પ્રકારનું ખાતું છે.

a)

ઊપજ-ખર્ચ

b)

માલ-મિલકત

c)

વ્યક્તિ

d)

આપેલ તમામઆપેલ તમામ