Font size
WorksheetsDouble Fortified Salt
Total questions: 19
Worksheet time: 10mins
ડબલ ફોર્ટીફાઈડ મીઠા માં ક્યાં તત્વો હોય છે ?
આયોડીન અને આર્યન
વિટામીન અને પ્રોટીન
કેલ્શિયમ અને આયોડીન
આર્યન અને કેલ્શિયમ
સત્વ નમકની બેગમાં દર્શાવેલ ઉત્પાદન તારીખ થી સત્વ નમક કેટલા મહિના સુધી વાપરવાલાયક છે
૩ મહિના
૬ મહિના
૯ મહિના
૧૨ મહિના
આયોડીન ની ઉણપ થી થતા રોગો ક્યાં છે
૧. ગોઈટર
૨. સ્વયંભૂ ગર્ભપાત, મૃત બાળકનો જન્મ, ખોટવાળા બાળકનો જન્મ
૧.બોલવામાં અને સાંભળવાને લગતી ખોટ,
૨. સ્ક્વિન્ટ,
સાયકોમોટરને લગતી ખોટ
૧. 13 બુદ્ધિમત્તાં આંક ગુમાવવા
૨.માનસિક અપગંતા માટેનું મુખ્ય કારણ
૧. હદયરોગ
૨. ડાયાબીટીસ
આયોડિન ની દૈનિક જરૂરિયાત સગર્ભા અને ધાત્રી માતાને કેટલી (µg/દિવસ) હોય છે.
90
120
150
200-250
ડબલ ફોર્ટીફાઈડ મીઠા માં આયોડીન અને આર્યન નું પ્રમાણ કેટલું હોય છે.
૧૦૦ % આયોડીન અને ૩૦% આર્યન
૩૦% આયોડીન અને ૧૦૦ % આર્યન
૫૦% આયોડીન અને ૫૦ % આર્યન
ઉપરોક્ત માંથી એક પણ નહિ
Gujarat NFHS -5 મુજબ સગર્ભા સ્ત્રીઓ માં એનેમિયા નું પ્રમાણ કેટલું છે
૫૦.૪ %
૫૧.૩ %
૬૨.૬ %
૬૫.૬%
સત્વ નમક ના રોજ બરોજ ના ઉપયોગ માટે કઈ ચમચી નો ઉપયોગ કરવો જરૂરી છે.
સ્ટીલ ની ચમચી
પ્લાસ્ટિક ની ચમચી
ફૂડ ગ્રેન પ્લાસ્ટિક ની ચમચી
ઉપરોક્ત માંથી એક પણ નહિ.
સત્વ નમક નો રસોઈ માં ઉપયોગ બાબતે નીચે માંથી કયું વિધાન સાચું છે.
રસોઈ બનાવતી વખતે નાખવું
રસોઈ બની ગયા બાદ નાખવું
રસોઈ બનાવતા પહેલા નાખવું
બધા વિધાન સાચા છે.
સત્વ નમક કયો રોગ હોય ત્યારે વ્યક્તિ એ વાપરવું હિતાવહ નથી.
ડાયાબીટીસ
કેન્સર
હદયરોગ
થેલેસેમિયા અને ખોરાક માં ઓછા માત્રામાં આર્યન લેવાની સલાહ હોય તે.
સત્વ નમક માં પ્રતિ ૧૦૦ ગ્રામ ના ઉત્પાદનમાં લોહ તત્વ નું પ્રમાણ કેટલા PPM હોય છે.
૮૫૦ - ૧૧૦૦ ppm
૯૫૦ - ૧૨૦૦ ppm
૮૫૦ - ૧૧૫૦ ppm
૧૦૦૦ - ૧૩૦૦ ppm
સત્વ નમક માં પ્રતિ ૧૦૦ ગ્રામ ના ઉત્પાદનમાં આયોડીન નું પ્રમાણ કેટલા PPM હોય છે.
૨૫ - ૩૦ PPM
૧૫ - ૩૦ PPM
૨૦ - ૩૫ PPM
૩૦ - ૪૦ PPM
બાળકોમાં એનિમિયા શા માટે થાય છે?
a. સમયસર પૂરક આહાર શરૂ કરવામાં આવતો નથી
b. બાળકને છ માસ પહેલાં દૂધ અને અન્ય સ્રોતોમાંથી દૂધ આપવામાં આવે છે
c. બાળક કયારેક ઝાડા અને તાવથી પીડાય છે
d. ઉપરના બઘા જ
શરીરમાંથી લોહીના પ્રમાણમાં થતો ઘટાડો અટકાવવામાં કઈ ટેબલેટ મદદ કરે છે?
a. કેલ્શિયમની ટેબલેટ
b. એમોક્ષીસિલીન ટેબલેટ
c. પરાસીટામોલ ટેબલેટ
d. આલ્બેન્ડાઝોલ ટેબલેટ
આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી લોહ તત્વનું અવશોષણ કેવી રીતે સુધારી શકીએ?
A. ખોરાકમાં લીંબુ, આમળા, નારંગી વગેરે જેવા ખાટા પદાર્થો ઉમેરીને
B. ખોરાકમાં ઘી અને તેલ ઉમેરીને
C. જમવાના તરત પહેલાં અને જમ્યા પછી તરત ચા અને કોફીના ઉપયોગને ટાળીને
D. એ અને સી
એનિમિયા ગ્રસ્ત વ્યક્તિને આપણે કેવી રીતે ઓળખી શકીએ?
a. હથેળી અને નખની ફિકાશ
b. વારંવાર તાવ આવવો
c. જીભ અને હોઠોની ફિકાશ
d. એ અને સી
આપણા લોહીમાં હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે?
a. ચેપ સામે લડવામાં મદદ કરે છે
b. શારીરિક અને માનસિક વૃઘ્ઘિ / વિકાસમાં મદદ કરે છે
c. ફેફસામાંથી ઓક્સિજનને શરીરના તમામ અંગો સુઘી પહોંચાડવામાં મદદ કરે છે
d. હાડકાના વિકાસમાં મદદ કરે છે
એક મહિલા દરેક માસિક ચક્ર વખતે કેટલું રક્ત ગુમાવે છે / વહી જાય છે?
a. ૬૦ થી ૭૦ મિ.ગ્રા.
b. ૩૦ થી ૪૦ મિ.ગ્રા.
c. ૧૦ થી ર૦ મિ.ગ્રા.
d. ઉપરનામાંથી કોઇપણ નહિ
લોહ તત્વયુકત ખાદ્ય પદાર્થોની સાથે નીચેનામાંથી કયા-કયા ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવાથી લોહ તત્વનું અવશોષણ વઘે છે?
a. વિટામીન એ થી ભરપુર ખોરાક
b. ચરબી અને તેલયુકત ખાદ્ય પદાર્થ
c. વિટામીન બી થી ભરપૂર ખોરાક
d. વિટામીન સી થી ભરપૂર ખોરાક
આલ્બેન્ડાઝોલ ટેબ્લેટનો ઉપયોગ શું છે?
a. ચેપથી રક્ષણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે
b. આંતરડામાં ઉત્પન્ન થતા કૃમિનો નાશ કરવામાં મદદ કરે છે
c. ભૂખ વઘારવામાં મદદ કરે છે
d. ઉપરના બઘા જ
