NEW
Font size
WorksheetsRTE 2012 part 8
Total questions: 22
Worksheet time: 11mins
શાળા વિકાસ યોજના અંગે આરટીઇ 2009 અને આરટીઇ 2012 માં અનુક્રમે કઈ કલમ અને કયા નિયમ અંતર્ગત જોગવાઈ કરવામાં આવેલી છે?
૨૨,૧૭
૧૭,૨૨
૨૧,૧૯
૧૯,૨૧
જે નાણાકીય વર્ષમાં શાળા વિકાસ યોજના ની પ્રથમ વાર રચના કરવામાં આવી હોય તે નાણાકીય વર્ષ પૂરું થવાના ઓછામાં ઓછા કેટલા મહિના પહેલા શાળા વિકાસ યોજના તૈયાર કરવી જોઈશે?
૬
૩
૨
૧
શાળા વિકાસ યોજના કેટલા વર્ષીય યોજના તરીકે પણ જાણીતી છે?
દ્વિવર્ષીય યોજના
પંચવર્ષીય યોજના
ત્રણ વર્ષીય યોજના
વાર્ષિક યોજના
શાળા વિકાસ યોજના અંતર્ગત કયું વિધાન ખોટું છે?
શાળા વિકાસ યોજના પર શાળા વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને નિયંત્રક એમ ત્રણેયની સહી જરૂરી છે
જે નાણાકીય વર્ષમાં શાળા વિકાસ યોજના તૈયાર કરવામાં આવી હોય તે નાણાકીય વર્ષ પૂરું થતાં પહેલાં શાળા વિકાસ યોજના સ્થાનિક સત્તામંડળને રજૂ કરવી જોઈશે
શાળા વિકાસ યોજનાના અમલીકરણનું મૂલ્યાંકન કરતો વાર્ષિક રીપોર્ટની એક નકલ સમૂહ પ્રાપ્તિસ્થાન કેન્દ્રના સંબંધિત સંકલનકારને મોકલવી જોઈશે અને તેને ગ્રામસભા સમક્ષ પણ મૂકવી જોઈશે
શાળા વિકાસ યોજના ત્રણ વાર્ષિક પેટા યોજનાઓની બનેલી ત્રણ વર્ષીય યોજના તરીકે રહેશે
SDP તૈયાર કરવા અંગે આરટીઇ 2012 માં કયા નિયમ અંતર્ગત જોગવાઈ કરવામાં આવેલી છે
૧૬
૧૫
૧૩
૧૭
આરટીઇ 2012 અંતર્ગત નિયમ 18 શું છે?
ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા
વિદ્યા સહાયક અથવા શિક્ષકોના પગાર અને ભથ્થા તેમજ સેવાની શરતો નક્કી કરવા બાબત
શાળા વિકાસ યોજના
શિક્ષકોએ લઘુતમ લાયકાત પ્રાપ્ત કરવા બાબત
આરટીઇ 2012 મુજબ જે શિક્ષકો લઘુતમ લાયકાત ધરાવતા ન હોય તેમણે ઓછા માં ઓછા કેટલા વર્ષની મુદતની અંદર આવી લઘુત્તમ લાયકાત પ્રાપ્ત કરવાની રહેશે
૩
૫
૨
૧
લઘુતમ લાયકાત પ્રાપ્ત ન કરનાર શિક્ષકો જો સરકારી અથવા તો નિર્દિષ્ટ શાળાના હોય તો આ લાયકાત પ્રાપ્ત કરવા માટે સુવિધા પૂરી પાડવાની જવાબદારી કોની રહેશે?
રાજ્ય સરકારની
શિક્ષકની પોતાની જવાબદારી
શાળા વ્યવસ્થાપક મંડળની
કેન્દ્ર સરકારની
અધિનિયમના આરંભ વખતે લઘુતમ લાયકાત ધરાવતા ન હોય તેવી અંશત: ગ્રાન્ટ મેળવતી અથવા બિનસહાયિત શાળાઓના શિક્ષકોને આ લાયકાત પ્રાપ્ત કરાવવા અંગેની જવાબદારી કોની રહેશે
રાજ્ય સરકારની
કેન્દ્ર સરકારની
શાળાના વ્યવસ્થાપક મંડળની
સ્થાનિક સત્તા મંડળની
વિદ્યાસહાયક અથવા શિક્ષકોના પગાર અને ભથ્થા તેમજ સેવાની શરતો અંગે આરટીઇ 2012 માં કયા નિયમમાં જોગવાઈ કરવામાં આવેલી છે?
૧૭
૧૮
૧૯
૨૦
વિદ્યાસહાયક અથવા શિક્ષકોના પગાર અને ભથ્થા તેમજ સેવાની શરતો કોણ નક્કી કરશે
રાજ્ય સરકાર
સ્થાનિક સત્તા મંડળ
વહીવટી અધિકારી
ઉપરોક્ત ત્રણેય
શિક્ષકો અથવા વિદ્યાસહાયકોએ બજાવાની ફરજો આરટીઇ 2012 ના કયા નિયમમાં દર્શાવવામાં આવેલ છે?
૧૮
૧૯
૨૦
૨૧
આરટીઇ 2012 ના નિયમ 21 માં કુલ કેટલા રજીસ્ટરોની વિગત આપવામાં આવી છે?
૧૩
૧૨
૨૧
૧૪
શિક્ષકોએ બજાવવાની ફરજો અંગે આરટીઇ 2009માં તેમજ આરટીઇ 2012માં અનુક્રમે કઈ કલમ અને કયો નિયમ છે?
૨૪,૨૦
૨૦,૨૪
૨૪,૨૧
૨૩,૨૧
આરટીઇ 2012 ના નિયમ 20 માં શિક્ષકોએ આરટીઇ 2009 ની કઈ કલમોમાં દર્શાવેલી ફરજો નિભાવવાની રહેશે?
કલમ 24
કલમ 29
કલમ 30
તમામ
RTE 2012 મુજબ શાળાએ બજાવાની ફરજો પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી?
હાજરી
રજીસ્ટર, રેકર્ડ અને પત્ર વ્યવહાર
મધ્યાહન ભોજન
સમય-પત્રક
આરટીઇ 2012 નિયમ 21 મુજબ શાળાએ બજાવવાની હાજરી અંગેની ફરજ માટે કયું વિધાન કે વિધાનો ખોટા છે?
1. દરેક શાળાએ દરેક વર્ગ માટેનું એક હાજરી પત્રક નિભાવવું જોઈશે
2. વિદ્યાર્થી અગાઉથી પરવાનગી લીધા સિવાય એક મહિનામાં 10 દિવસથી વધુ ગેરહાજર રહે તો શાળાએ તેના માતા પિતા અને શાળા વ્યવસ્થાપક સમિતિને પત્ર મોકલવો જોઈશે
3. વિદ્યાર્થીઓ પોતાની હાજરી ની જાતે જ નોંધ કરે તેવી પદ્ધતિ દાખલ કરવા માટે શાળાને પ્રોત્સાહન પણ આપવું જોઈશે
3
1,3
2,3
તમામ વિધાનો સાચા છે
આરટીઇ 2012 ના નિયમ 21 માં દર્શાવેલી શાળાની ફરજ અંગે કયું વિધાન કે વિધાનો ખોટા છે?
1. દરેક રજીસ્ટર અને રેકર્ડ શાળાની મિલકત છે તેમજ નિયામક વખત નિર્દેશ કરે તેવા નમૂનામાં તે નિભાવવાના રહેશે.
2. કોઈપણ શાળા બંધ થઈ જાય ત્યારે સક્ષમ સત્તાધિકારીએ બંધ થયેલી તમામ શાળાના સામાન્ય રજીસ્ટરની યાદી નિભાવવી જોઈશે
3. કોઈપણ શાળા બંધ થયે શાળાના તમામ રજીસ્ટર અને રેકર્ડ, પે સેન્ટર સ્કૂલને સોંપી દેવા જોઈશે
૧
૧,૨
૩
તમામ વિધાનો સાચા છે
આરટીઇ 2012 નો નિયમ 22 શું છે?
શિક્ષકો અથવા વિદ્યાસહાયકો માટેનું ફરિયાદ નિવારણ તંત્ર
શાળાની ફરજો
શિક્ષકો અથવા વિદ્યા સહાયક એ બચાવવાની ફરજો
અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ ઠરાવનાર શૈક્ષણિક સત્તામંડળ
શિક્ષકોની ફરિયાદ નિવારણ માટેનું પ્રથમ સ્તર કયુ ગણવામાં આવશે?
આરટીઇ 2009 ની કલમ 21 હેઠળ રચાયેલી સમિતિ
સ્થાનિક સત્તા મંડળ
ટ્રિબ્યુનલ
જિલ્લા ન્યાયાલય
બિનસહાયિત શાળાઓના વ્યવસ્થાપક મંડળ અને સરકાર વચ્ચે ના વિવાદની પતાવટ માટે કયા સ્થળે ટ્રીબ્યુનલની રચના કરવી જોઈશે?
રાજ્ય સ્તરે
જિલ્લા સ્તરે
પ્રાદેશિક સ્તરે
તાલુકા સ્તરે
બિનસહાયિત શાળાઓના વ્યવસ્થાપક મંડળ અને સ્ટાફ વચ્ચેના વિવાદની પતાવટ માટે કયા સ્તરે ટ્રીબ્યુનલની રચના કરવી જોઈશે?
રાજ્ય સ્તરે
જિલ્લા સ્તરે અથવા તાલુકા સ્તરે
જિલ્લા અથવા પ્રાદેશિક સ્તરે
રાજ્ય અથવા જિલ્લા અથવા પ્રાદેશિક સ્તરે
