NEW
Font size
WorksheetsISTD 1203 Iacc Account પાઘડીનું મૂલ્યાંકન
Total questions: 15
Worksheet time: 8mins
પાધડીએ ક્યાં પ્રકારની મિલકત છે?
દ્રશ્ય મિલકત
અદ્રશ્ય મિલકત
ચાલુ મિલકત
અવાસ્તવિક મિલકત
પાઘડીનો આધાર કોના પર રહેલો છે?
ધંધાકીય એકમના કર્મચારીઓ પર
ધંધાકીય એકમના સંચાલકો પર
ધંધાકીય એકમની મિલકતો પર
ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર
પાઘડીએ ...... નું નાણાકીય મુલ્ય છે?
રોકાણો
ધંધાકીય એકમની પ્રતિષ્ઠા
કાયમી મિલકતો
હરીફાઈ
જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ............. હોય છે.
વધુ
ઓછી
શૂન્ય
ઋણ
જયારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પધ્ધતી મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે?
સાદી સરેરાશ
ભારિત સરેરાશ
વાર્ષિક વૃદ્ધિ દર
ચક્રવૃદ્ધિ દર
અપેક્ષિત નફો = ...................................
રોકાયેલ મૂડી X અપેક્ષિત વળતરનો દર
સરેરાશ નફો X અપેક્ષિત વળતરનો દર
ભારિત સરેરાશ નફો X અપેક્ષિત વળતરનો દર
મિલકતો X અપેક્ષિત વળતરનો દર
અધિક નફો એટલે ...........
રોકાયેલી મૂડી - અપેક્ષિત નફો
સરેરાશ નફો - અપેક્ષિત નફો
અપેક્ષિત નફો - રોકાયેલી મૂડી
અપેક્ષિત નફો - સરેરાશ નફો
પાઘડી એટલે શું?
અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે.
!
!
!
પાઘડીનું પુન:મૂલ્યાંકન એટલે શું?
પુનર્ગઠન સમયે મિલકતો અને દેવાનાં પુન:મૂલ્યાંકનની સાથે પાઘડીનું જે નવું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. તેને પાઘડીનું પુન:મૂલ્યાંકન કહે છે.
!
!
!
પાઘડીએ કેવા પ્રકરની મિલકત છે.
પાઘડીએ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે.
!
!
!
પાઘડી પાકા સરવૈયામાં ક્યા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે.
પાઘડી પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે.
!
!
!
મૂડીકૃત નફો એટલે શું?
મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત.
!
!
!
અધિક નફો એટલે શું?
જયારે ધંધો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય, તો વધારાના નફાને અધિક નફો કહે છે.
!
!
!
સરેરાશ નફો એટલે શું?
સરેરાશ નફો એટલે ધંધાના પાછલાં અમુક વર્ષોના નફાની સરેરાશ.
!
!
!
ભારિત સરેરાશ નફો એટલે શું?
ભારિત સરેરાશ નફો એટલે જુદાં જુદાં વર્ષોના નફાને ભાર આપીને શોધવામાં આવતી નફાની સરેરાશ
!
!
!
