NEW
Font size
WorksheetsGSTD-1106 Stat સ્વાધ્યાય 6.2 ) ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ
Total questions: 7
Worksheet time: 4mins
એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં 5 દેશો ભાગ લે છે. જો પ્રથમ રાઉન્ડમાં દરેક દેશે દરેક દેશ જોડે એક-એક મૅચ રમવાની હોય, તો આ રાઉન્ડમાં કેટલી મૅચ રમાશે ?
%
%
%
%
એક ટોપલીમાં 3 સફેદ અને 5 ગુલાબી ફૂલ છે. તેમાંથી,
(1) એક જ રંગનાં ત્રણ ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય ?
(2) જુદાં જુદાં રંગનાં બે ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય ?
%
%
%
%
52 પત્તાંની જોડમાંથી બે પત્તાં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો,
(1) બે પત્તાં લાલનાં કેટલી રીતે પસંદ કરી શકાય ?
(2) એક પત્તું રાજાનું અને એક પત્તું રાણીનું કેટલી રીતે પસંદ કરી શકાય ?
%
%
%
%
એક બૅન્કના 9 કર્મચારીઓ પૈકી 6 કારકુન, 2 પટાવાળા અને । મૅનેજર છે. તેમાંથી 4 સભ્યોની સમિતિ બનાવવાની છે.
(1) જો મૅનેજરને પસંદ કરવાના જ હોય તો સમિતિ કેટલા પ્રકારે રચી શકાય ?
(2) જો બંને પટાવાળાને પસંદ કરવાના ન હોય અને મૅનેજરને પસંદ કરવાના જ હોય, તો સમિતિ કેટલા પ્રકારે રચી શકાય ?
%
%
%
%
એક ઑફિસમાં નોકરી કરતા 8 કર્મચારીઓમાં 3 સ્ત્રીઓ અને બાકીના પુરુષો છે. તાલીમ હેતુથી 3 સભ્યોની પસંદગી કરવાની હોય, તો તેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ પુરુષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય ?
%
%
%
%
8 જુદાં જુદાં પુસ્તકોમાંથી 5 પુસ્તકો કેટલી રીતે પસંદ કરી શકાય કે જેમાં,
(1) અમુક નિશ્ચિત પુસ્તક હંમેશાં પસંદ થાય ?
(2) અમુક નિશ્ચિત પુસ્તક કદાપિ પસંદ ન થાય ?
%
%
%
%
ધોરણ 12ની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીએ કુલ 7 વિષયોની પરીક્ષા આપવાની છે. પરીક્ષામાં પાસ થવા માટે બધા જ વિષયોમાં પાસ થવું જરૂરી છે. દરેક વિષયમાં પાસ થવા માટે ઓછામાં ઓછા અમુક ગુણ મેળવવાના હોય, તો આ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી કેટલી રીતે નાપાસ થઈ શકે
%
%
%
%
