wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Talati test 6

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું

a)

સિદ્ધાર્થ

b)

વર્ધમાન

c)

ગૌતમ

d)

રાહુલ

2.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

a)

મહાવીર સ્વામીના માતાનું નામ ત્રીસલા દેવી હતું

b)

તેમના મોટાભાઈનું નામ નંદીવર્ધન હતું

c)

તેમના લગ્ન રાજકુમારી યશોધરા સાથે થયા હતા

d)

તેમની પુત્રીનું નામ પ્રિયદર્શીની હતું

3.

મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો હતો

a)

લુમ્બિની

b)

વૈશાલી

c)

કુંડ ગ્રામ

d)

સારનાથ

4.

મહાવીર સ્વામી એ મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી શું કહેવાયા?

a)

બુધ્ધ

b)

જિન

c)

સમ્યક્

d)

જ્ઞાની

5.

ખોટું વિધાન અલગ તારવો

a)

મહાવીર સ્વામીએ 30 વર્ષની વયે જ્ઞાનની શોધમાં ગૃહ ત્યાગ કર્યો

b)

તેમને રુજુપાલિક નદીના કિનારે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું

c)

મહાવીર સ્વામી 72 વર્ષની વયે કુશીનારામાં નિર્માણ પામ્યા

d)

તેમણે લોકોને પ્રાકૃત અને અર્ધ માગધિમાં ઉપદેશ આપ્યો

6.

મહાવીર સ્વામીના ઉપદેશમાં નીચેનામાંથી શાનો સમાવેશ થતો નથી

a)

અહિંસા

b)

સત્ય

c)

અસ્તેય

d)

સમ્યક્ સમાધિ

7.

મહાવીર સ્વામી એ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો

a)

પાલી

b)

પ્રાકૃત અને અર્ધ માગધી

c)

પ્રાકૃત અને પાલી

d)

પાલી અને અર્ધ માગધી

8.

જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા

a)

23

b)

24

c)

22

d)

12

9.

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા

a)

ઋષભદેવ

b)

વાળીનાથ

c)

મહાવીર

d)

વિમલ દેવ

10.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

a)

જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થયા

b)

આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો છે

c)

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર આદિનાથ હતાં

d)

23 મા તીર્થંકર મહાવીર સ્વામી હતા

11.

વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું

a)

જય ભારત

b)

ભગવત ગીતા

c)

જય સંહિતા

d)

વ્યાસ સંહિતા

12.

નીચેનામાંથી ખોટું વિધાન કયું છે

a)

108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે

b)

પુરાણોની સંખ્યા 18 જેટલી છે

c)

જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહે છે તેની સંખ્યા 12 છે

d)

ત્રિપિટક જૈન ધર્મનો મહત્વનો ગ્રંથ છે

13.

વાક્યોમાંથી સંધિ ઓળખી બતાવો

સમયનો સદુપયોગ કરવા અમે જીવલાના ખેતરમાં ઉપડ્યા

a)

સમય

b)

ખેતર

c)

સદુપયોગ

d)

જીવલા

14.

સંધિની સાચી જોડ જણાવો

a)

દિક્ + અંબર

b)

દિગ્ + અંબર

c)

દિગ + અંબર

d)

દિક + અંબર

15.

નીચેની જોડ પૈકી કઈ સંધીની જોડ સાચી છે

a)

ષડરિપુ : ષષ+ રિપુ

b)

સદગૃહસ્થ: સદ્+ ગૃહસ્થ

c)

ઉત્તરાયણ: ઉતર+ અયણ

d)

સન્નારી:સન્+નારી

16.

નિર્વિવાદ શબ્દની સાચી સંધિ જણાવો

a)

નિ:+વિવાદ

b)

નિસ્ + વિવાદ

c)

નિર્ + વિવાદ

d)

નિસ + વિવાદ

17.

નીચેનામાંથી ખોટી સંધિની જોડ જણાવો

a)

મનુ + અંતર = મન્વંતર

b)

સુ + અલ્પ = સ્વલ્પ

c)

અનુ + એષણા = અનેષણા

d)

વન+ ઔષધી= વનઔષધી

18.

દશેરા ના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી -વાક્યમાંથી સમાસ શબ્દ ઓળખાવો

a)

દિવસ

b)

દશેરા

c)

રાવણવધ

d)

એક પણ નહીં

19.

ઋણમુક્ત- શબ્દનો સમાસ ઓળખી બતાવો

a)

મધ્યમ પદ લોપી

b)

દ્વંદ

c)

તત્પુરુષ

d)

દ્વિગુ

20.

નેસડાનો ઢોર બેસતા હોય તે ભાગ- શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો

a)

મઝરો

b)

ઝોક

c)

અનરવો

d)

ઓહાણ

21.

ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન- શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો

a)

બગી

b)

પેંગડું

c)

જોગાણ

d)

દળી

22.

ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ- શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો

a)

જોગાણ

b)

ચારો

c)

પાલો

d)

તંગ

23.

બરકત અલી ગુલામ હુસેન વિરાણી નું ઉપનામ જણાવો

a)

બેદિલ

b)

ઘાયલ

c)

બેફામ

d)

સફર

24.

યમનસભલગા -કયા છંદ નું બંધારણ છે

a)

શિખરિણી

b)

મંદાક્રાંતા

c)

અનુષ્ટુપ

d)

દોહરો

25.

પોલુ છે તે વાગ્યું તેમાં કરી તે શી કારીગરી સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે.

છંદ ઓળખાવો

a)

મનહર

b)

દોહરો

c)

ચોપાઈ

d)

અનુષ્ટુપ

26.

નીચેના પૈકી કયો શબ્દ ડાંગરનો સમાનાર્થી શબ્દ નથી

a)

શાળ

b)

કમોદ

c)

શાલિ

d)

નકુર

27.

જાદવ સ્ત્રી તાળી દઈ હસે, ધન્ય નગર આવો નરવસે, કિધા હશે વ્રતતપ અપાર તે સ્ત્રી પામી હશે ભરથાર - અલંકાર ઓળખાવો

a)

સજીવારોપણ

b)

વ્યાજસ્તુતિ

c)

ઉપમા

d)

ઉત્પ્રેક્ષા

28.

મનેખ જેવા મનેખનેય કપરો કાળ આવ્યો છે- અલંકાર ઓળખાવો

a)

ઉપમા

b)

ઉત્પ્રેક્ષા

c)

અન્નવય

29.

રણજિતરામ સુવર્ણચંદ્ર કોના દ્વારા એનાયત થાય છે?

a)

ગુજરાત સાહિત્ય સભા

b)

ગુજરાત સાહિત્ય પરિષદ

c)

ગુજરાત સાહિત્ય અકાદમી

d)

ગુજરાત સરકાર

30.

રણજિતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કોને આપવામાં આવ્યો હતો ?

a)

રણજિતરામ નીલકંઠ

b)

કુમારપાળ દેસાઈ

c)

રાજેન્દ્ર શાહ

d)

ઝવેરચંદ મેઘાણી

31.

રણજિતરામ સુવર્ણચંદ્રક ની શરૂઆત ક્યારથી થઈ ?

a)

1920

b)

1923

c)

1947

d)

1928

32.

વર્ષ 2015માં રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા કોણ છે ?

a)

મનુભાઈ

b)

રાજેન્દ્ર શાહ

c)

કુમારપાળ દેસાઈ

d)

રઘુવીર ચૌધરી

33.

મૈત્રક વંશ નો સ્થાપક કોણ હતો

a)

ધરસેન પહેલો

b)

ધ્રુવસેન-૧

c)

ધ્રુવભટ્

d)

સેનાપતિ ભટાર્ક

34.

મૈત્રકવંશી રાજવીઓમાં શીલાદિત્ય પ્રથમ નું ઉપનામ શું હતું

a)

ધ્રુવભટ

b)

મહારાજ

c)

ધર્માદિત્ય

d)

પરમેશ્વર

35.

કયા મૈત્રકવંશી રાજવીનું ઉપનામ ધ્રુવભટ્ટ હતું

a)

ધરસેન ચોથો

b)

શીલાદિત્ય સાતમો

c)

શિલાદિત્ય પ્રથમ

d)

દ્રોણ સિંહ

36.

ઈસવીસન 512 માં કયા મૈત્રક વંશી રાજવિના સમયમાં વલ્લભી મુકામે જૈન ધર્મની દ્વિતીય મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું

a)

ધ્રુવસેન પ્રથમ

b)

ધરસેન પ્રથમ

c)

ધરસેન ત્રીજો

d)

શિલાદિત્ય પ્રથમ

37.

મૈત્રક વંશી રાજવીઓના ઉપનામ મુજબ કઈ જોડ ખોટી છે

a)

શિલાદિત્ય પ્રથમ - ધર્માદિત્ય

b)

ધરસેન ચોથો - પરમ ભટાર્ક

c)

ધરસેન ચોથો - મહારાજા ધિરાજ

d)

શિલાદિત્ય સાતમો - મહારાજ

38.

કયા મૈત્રકવંશી રાજવીને ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે

a)

શીલાદિત્ય પ્રથમ

b)

ધરસેન ચોથો

c)

સેનાપતિ ભટાર્ક

d)

દ્રોણસિંહ

39.

સોલંકી વંશને ધ્યાનમાં રાખીને નીચેના વિધાનો ચકાસો

1. સોલંકી વંશ નો સ્થાપક મૂળરાજ સોલંકી છે

2. અંતિમ શાસક ત્રિભુવન પાળ છે

3. પ્રતાપી શાસક સિધ્ધરાજ જયસિંહ છે

a)

તમામ સાચા છે

b)

તમામ ખોટા છે

c)

1,3 સાચા છે

d)

2,3 સાચા છે

40.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

a)

મોઢેરાનું સૂર્યમંદિર ભીમદેવ પ્રથમ એ બંધાવ્યું

b)

ભીમદેવ પ્રથમને બે રાણીઓ હતી ઉદયમતી અને બકુલા દેવી

c)

ભીમદેવ પહેલાના શાસન દરમિયાન ગજનીનો સુલતાન ભારત પર આક્રમણ કરી લૂંટ ચલાવે છે

d)

ભીમદેવ પ્રથમની રાણી બકુલા દેવી એ રાણીની વાવ બંધાવી હતી

41.

નીચેનામાંથી કયા સ્થળને વિશ્વ વારસા (વર્લ્ડ હેરિટેજ) સાઇટમાં જાહેર કરેલ નથી.

a)

ચાંપાનેર નો કિલ્લો

b)

ધોળાવીરા

c)

લોથલ

d)

અમદાવાદ

42.

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે

a)

મલાવ તળાવ- ધોળકા

b)

મુનસર તળાવ- વિરમગામ

c)

ગંગાસર તળાવ- વિરમગામ

d)

શર્મિષ્ઠા તળાવ- દ્વારકા

43.

સ્થાપક અને વિસ્તારની દ્રષ્ટિએ કઈ જોડ ખોટી છે

a)

આશાપલ્લી- આશાભીલ

b)

કર્ણાવતી- કર્ણદેવ સોલંકી

c)

અમદાવાદ- નાસીરુદ્દીન અહમદશાહ

d)

પાટણ- સિધ્ધરાજ જયસિંહ

44.

સિધ્ધરાજ જયસિંહ નું જન્મ સ્થળ કયું છે

a)

પાટણ

b)

દાહોદ

c)

પાલનપુર

d)

જુનાગઢ

45.

અવંતીનાથ , બર્બરક જિષ્ણુ, સિદ્ધ ચક્રવર્તી, ત્રેલોક ગંડ, સધરા જેસંગ જેમાં ઉપનામ કયા સોલંકી શાસકના છે

a)

ભીમદેવ પ્રથમ

b)

ભીમદેવ બીજો

c)

સિધ્ધરાજ જયસિંહ

d)

કુમારપાળ

46.

તાજેતરમાં પૂર્ણ થયેલ સિંહ વસ્તી ગણતરી બાદ ગુજરાતમાં સિંહોની સંખ્યા 674 થી વધીને કેટલી થઈ છે

a)

841

b)

851

c)

891

d)

861

47.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં crafted fibers નો ઉલ્લેખ કર્યો હતો તે કયા રાજ્ય સાથે સંબંધિત છે

a)

સિક્કિમ

b)

અરુણાચલ પ્રદેશ

c)

મિઝોરમ

d)

ત્રિપુરા

48.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં આંધ્રપ્રદેશ સરકારે યોગ સંસ્કૃતિને વિકસાવવા શરૂ કરેલ અભિયાનનો ઉલ્લેખ કરેલ છે- આ અભિયાન નું નામ શું છે

a)

YogAndhra

b)

YogMudra

c)

YogIshvar

d)

YogLife

49.

નીચેનામાંથી કયો દિવસ વિશ્વ મધમાખી દિવસ તરીકે ઓળખાય છે

a)

11 may

b)

11 june

c)

20 june

d)

20 may

50.

નીચેનામાંથી ગુજરાતના કયા સ્થળે દેશના ત્રણ ગ્રીન હાઈડ્રોજન હબમાંથી એક એવા કારખાનાનો શિલાન્યાસ થયો છે

a)

મુંદ્રા

b)

પીપાવાવ

c)

હજીરા

d)

કંડલા

Similar Resources on Wayground