NEW
Font size
Worksheetsપાક ઉત્પાદન અને વ્યવસ્થાપન (2026) જ્ઞાન સાધના
Total questions: 25
Worksheet time: 13mins
જો કોઈ ખેડૂત ઓક્ટોબર માસમાં પાકની રોપણી કરે છે અને માર્ચમાં લણણી કરે છે, તો તે નીચેનામાંથી કયો પાક હોઈ શકે?
ડાંગર
મકાઈ
ચણા
કપાસ
નીચેનામાંથી કઈ ખેત પદ્ધતિ જમીનમાં સેન્દ્રિય પદાર્થો (Humus) ઉમેરવામાં સૌથી વધુ મદદરૂપ થાય છે?
રાસાયણિક ખાતરનો ઉપયોગ
ટપક સિંચાઈ પદ્ધતિ
અળસિયા દ્વારા તૈયાર કરેલ કુદરતી ખાતર
ખેતરને પડતર રાખવું
ભૂમિને તૈયાર કરતી વખતે વપરાતા 'સમાર' (Leveller) નો મુખ્ય હેતુ શું છે?
નીંદણ દૂર કરવું
જમીનને સમથળ કરી વાવણી અને સિંચાઈ માટે અનુકૂળ બનાવવી
જમીનમાં ખાતર ઉમેરવું
પાકની લણણી કરવી
ડાંગરના પાકને શિયાળામાં ઉગાડવામાં આવતો નથી કારણ કે...
તેને વધુ ઠંડી સહન થતી નથી
તેને ખૂબ વધારે પાણીની જરૂર પડે છે
તેને સૂર્યપ્રકાશ ઓછો મળે છે
તેને વિશેષ ખાતરની જરૂર પડે છે
ખેતરમાં 'હળ' નો ઉપયોગ નીચેનામાંથી કયા કાર્ય માટે થતો નથી?
જમીનનું ખેડાણ કરવા
નીંદણ દૂર કરવા
અનાજના દાણા સાફ કરવા (Winnowing)
માટીને ઉપર-નીચે કરવા
જો બીજને પાણી ભરેલા બીકરમાં નાખવામાં આવે અને કેટલાક બીજ પાણી પર તરવા લાગે, તો તે શું સૂચવે છે?
તે બીજ તંદુરસ્ત છે
તે બીજ વજનમાં ભારે છે
તે બીજ ક્ષતિગ્રસ્ત અને પોલા છે
તે બીજ જલ્દી ઉગશે
આધુનિક 'સીડ ડ્રિલ' (વાવણિયો) પરંપરાગત પદ્ધતિ કરતા કઈ રીતે શ્રેષ્ઠ છે?
તે બીજને પક્ષીઓથી બચાવે છે
તે સમાન અંતર અને ઊંડાઈ જાળવે છે
તે સમય અને શ્રમની બચત કરે છે
ઉપરના તમામ
નર્સરીમાં છોડને નાની કોથળીઓમાં રાખવાનું મુખ્ય કારણ શું છે?
છોડની ગીચતા રોકવા અને રોપણીમાં સરળતા રહે તે માટે
દેખાવ સારો લાગે તે માટે
ખાતરની બચત કરવા માટે
પાણી ઓછું આપવું પડે તે માટે
જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે કઈ પદ્ધતિ લાંબા ગાળે નુકસાનકારક હોઈ શકે છે?
પાકની ફેરબદલી
કુદરતી ખાતરનો ઉપયોગ
રાસાયણિક ખાતરનો અતિશય ઉપયોગ
ખેતરને પડતર રાખવું
કઠોળ વર્ગની (શિમ્બી કુળની) વનસ્પતિના મૂળમાં રહેલા કયા બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનનું કાર્ય કરે છે?
લેક્ટોબેસિલસ
રાઈઝોબિયમ
યીસ્ટ
પેનિસિલિયમ
રાસાયણિક ખાતર (Fertiliser) વિશે કયું વિધાન સાચું નથી?
તે અકાર્બનિક ક્ષાર છે
તે જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પૂરા પાડે છે
તેનું ઉત્પાદન કારખાનામાં થાય છે
તેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ ભરપૂર હોય છે
નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારો માટે 'વરદાનરૂપ' છે?
ફુવારા પદ્ધતિ
મોટ પદ્ધતિ
ટપક પદ્ધતિ
રહેંટ પદ્ધતિ
પાણી આપવાની એવી પદ્ધતિ જેમાં કાટખૂણે રહેલી પાઈપના છેડા પર ફરતી નોઝલ હોય છે, તેને શું કહેવાય?
ચેન પંપ
ટપક પદ્ધતિ
ફુવારા પદ્ધતિ
ઢેકલી
નીંદણ (Weeds) પાકને કઈ રીતે નુકસાન પહોંચાડે છે?
તે પાણી અને પોષકદ્રવ્યો માટે પાક સાથે સ્પર્ધા કરે છે
તે પાકને પૂરતો પ્રકાશ મળવા દેતું નથી
તે લણણીમાં વિક્ષેપ પાડે છે
ઉપરના તમામ
નીંદણનાશક (Weedicide) રસાયણનું ઉદાહરણ કયું છે?
NPK
યુરિયા
2, 4-D
પોટાશ
'કમ્બાઈન મશીન' કયા બે કાર્યોનું સંયુક્ત સ્વરૂપ છે?
વાવણી અને લણણી
લણણી અને થ્રેશીંગ
ખેડાણ અને વાવણી
સિંચાઈ અને ખાતર
અનાજના દાણાને ભૂસામાંથી અલગ કરવાની ક્રિયાને શું કહે છે?
લણણી
રોપણી
થ્રેશીંગ
ખેડાણ
લણણી પછી ખેતરમાં રહેલા ઠૂંઠા સળગાવવાથી કઈ સમસ્યા સર્જાય છે?
વાયુ પ્રદૂષણ
આગ લાગવાનો ખતરો
જમીનના સૂક્ષ્મજીવોને નુકસાન
ઉપરના તમામ
અનાજ સંગ્રહ કરતા પહેલા તેને તાપમાં સૂકવવું કેમ જરૂરી છે?
દાણાનો રંગ સુધારવા
ભેજનું પ્રમાણ ઘટાડી ફૂગ અને જીવાતથી રક્ષણ મેળવવા
દાણાનું વજન વધારવા
દાણાને પોચા બનાવવા
મોટા પાયા પર અનાજનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે?
પ્લાસ્ટિકની કોથળીઓમાં
સિલો (Silos) અને વખારમાં
ખુલ્લા મેદાનમાં
રસોડાના ડબ્બામાં
ઘરમાં અનાજના સંગ્રહ માટે કઈ વનસ્પતિના સૂકા પાનનો ઉપયોગ પરંપરાગત રીતે થાય છે?
પીપળાના
આંબાના
લીમડાના
તુલસીના
દૂધ આપતા પ્રાણીઓના ઉછેર અને વ્યવસ્થાપનને મોટા પાયા પર શું કહેવાય?
મરઘા પાલન
પશુપાલન
મધમાખી ઉછેર
ખેતી
માછલીમાંથી મળતા 'કોર્ડ લિવર ઓઇલ' માં કયું વિટામિન ભરપૂર માત્રામાં હોય છે?
વિટામિન-C
વિટામિન-B
વિટામિન-D
વિટામિન-K
નીચેનામાંથી કયો જૂથ ફક્ત ખરીફ પાકનો છે?
ઘઉં, ચણા, વટાણા
ડાંગર, મકાઈ, સોયાબીન
રાઈ, અળસી, ઘઉં
કપાસ, ચણા, મકાઈ
ખેતરમાં પાકની ફેરબદલી કરવાથી જમીનમાં કયા તત્ત્વની પૂર્તિ કુદરતી રીતે થાય છે?
ઓક્સિજન
નાઇટ્રોજન
કાર્બન
હાઈડ્રોજન
