Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ILA Module 12

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

આપણે નબળા નવજાત બાળકની ઓળખ કેવી રીતે કરી શકીએ?

a)

જો બાળકનો જન્મ ૮.૫ મહિના પહેલા થયેલ હોય

b)

જો બાળકનું જન્મ સમયનું વજન ૨.૫ કિ.ગ્રા. કર ઓછું હોય

c)

જો બાળકનો જન્મ પ્રસુતિ ની તારીખ પછી થયું હોય

d)

ઉપરના બધાજ

2.

આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?

a)

વધારાનું સ્તનપાન કરાવીને

b)

કાંગારું મધર કેર આપીને

c)

વધારાનું સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને

d)

બાળકને જીવનરક્ષક એન્ટીબાયોતીક્સ દવા આપીને

3.

સ્વચ્છતા જાળવવા માટે કુટુંબને કઈ સલાહ આપી શકાય છે?

a)

બાળકને ખવડાવવા માટે માત્ર સ્વચ્છ અને જંતુ રહિત બોટલનો ઉપયોગ કરો

b)

બાળકને સંભાળતા પહેલા હાથ ધોવા

c)

A અને B બંને

d)

એક પણ નહિ

4.

પરિપક્વતાની તારીખ સંદર્ભે કઈ બાબત સાચી છે ?

a)

પરિપક્વતાની તારીખ પ્રસુતિ સંભવિત તારીખ પછી આવે છે

b)

પરિપક્વતાની તારીખની મદદ થી અધૂરા માસે જન્મેલ બાળકની ઓળખ કરી શકાય છે

c)

પરિપક્વતાની તારીખ છેલ્લા માસિકની તારીખના ૯ મહિના ૭ દિવસ બાદ આવે છે.

d)

ઉપરના બધા જ

5.

કુલ જન્મેલ બાળકો પૈકી નબળા નવજાત શિશુઓની અંદાજીત ટકાવારી કેટલી હોય છે?

a)

૨૦%

b)

૧૦%

c)

૫૦%

d)

૩૦%

6.

નબળા બાળકની ઓળખ કરવા કઈ બાબતની ખાતરી કરવી જરૂરી છે?

a)

સાચી DoM (પરિપક્વતાની તારીખ)

b)

જન્મ થતાજ બાળકનું વજન

c)

જન્મતાની સાથે સ્તનપાનનું અવલોકન

d)

ઉપરના બધા જ

7.

નબળા નવજાત બાળકની સંભાળ શા માટે જરૂરી છે?

a)

નબળા બાળકોની મૃત્યુની સંભાવના સ્વસ્થ બાળકની સરખામણીમાં વધારે હોય છે.

b)

યોગ્ય સંભાળ થી મોટા ભાગના નબળા બાળકનો જીવ બચાવી શકાય છે.

c)

મોટા ભાગના કેસમાં નબળા બાળકોની ઘરે જ સંભાળ રાખી શકાય

d)

ઉપર ના બધાજ

e)

એક પણ નહિ

8.

નબળા નવજાત બાળકના સંદર્ભમાં કયુ વિધાન સાચુ નથી?

a)

નબળા બાળકને હુંફાળું રાખવા સુતરાઉ કપડામાં વીંટાળીને રાખવું

b)

નબળા બાળકને હુંફાળું રાખવા શરીરની નજીક ચોટાડીને રાખવું

c)

જો બાળક સ્તનપાન કરતા કરતા ઊંઘી જાય તો, તેને ક્યારેય ઊંઘમાંથી જગાડીને દૂધ પીવડાવવું નહિ

d)

બાળકને સ્પર્શ કરતા પહેલા હમેશા સાબુ થી હાથ ધોવા

9.

દાહોદ જીલ્લામાં NFHS ૪ મુજબ ૫ વર્ષથી ઓછી ઉમરના કેટલા ટકા બાળકો ઉમરના પ્રમાણમાં ઓછા વજન વાળા છે?

a)

૨૫.૩૦%

b)

૩૦%

c)

૫૦.૮ %

d)

૪૪%

10.

ક્યારે બાળકને સ્તનપાન કરાવવું મહત્વપૂર્ણ છે?

a)

જ્યારે બાળક એક અઠવાડિયાનું થાય ત્યારે

b)

જન્મ પછી તરતજ

c)

જ્યારે પણ તમને ખબર પડે કે બાળક બીમાર છે (તંદુરસ્ત નથી )

d)

બી અને સી

11.

આલ્બેન્ડાઝોલ ટેબ્લેટ (ગોળી)નો ઉપયોગ શું છે?

a)

ચેપથી રક્ષણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

b)

આંતરડામાં ઉત્પન્ન થતા કૃમિનો નાશ કરવામાં મદદ કરે છે

c)

ભૂખ વઘારવામાં મદદ કરે છે

d)

ઉપરના બઘા જ

12.

પૂરક આહાર શરુ કરવાની સાચી ઉમર કઈ છે?

a)

૬ માસ પુરા થયા પહેલા

b)

૬ માસ પુરા થયા બાદ

c)

જન્મ પછી તરત જ

d)

ઉપરના બધા જ

13.

પુરક આહારની શરૂઆત નીચેનામાંથી ક્યા ખોરાક દ્વારા કરી શકાય?

a)

ચા અને બિસ્કીટ

b)

દાળનું પાણી

c)

ભાતનું ઓસામણ

d)

દાળ ભાત