wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-1 વાસ્તવિક સંખ્યાઓ (26.7.2020) Quiz-15

Total questions: 5

Worksheet time: 19mins

Name
Class
Date
1.

મીઠાઈની દુકાનવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફીના છે. તે આ મીઠાઈઓને એવી રીતે થપ્પી કરવા માગે છે કે દરેક થપ્પીમાં એક જ પ્રકારની મીઠાઈઓના નંગની સંખ્યા સમાન રહે તેમજ આ ગોઠવણી ટ્રેમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. થપ્પીમાં દરેક મીઠાઈના મહતમ નંગ કેટલા હશે?

આપેલા દાખલાણી ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.

4 lines
2.

એક પુસ્તક વિક્રેતા પાસે 56 અંગ્રેજીના અને 72 ગુજરાતીના પુસ્તકો છે. તે આ પુસ્તકોને એવી રીતે થપ્પી કરવા માગે છે કે દરેક થપ્પીમાં એક વિષયના પુસ્તકોની સંખ્યા સામન રહે તેમજ આ ગોઠવણી તળિયાની ઓછામાં ઓછી જગ્યા રોકે. થપ્પીમાં દરેક વિષયના પુસ્તકોની મહતમ સંખ્યા કેટલી હશે ?


આપેલા દાખલાણી ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.

4 lines
3.

એક પુસ્તક વિક્રેતા પાસે 96 અંગ્રેજીના , 240 ગુજરાતીના અને 336 ગણિતના પુસ્તક છે. તે આ પુસ્તકોને એવી રીતે થપ્પી કરવા માગે છે કે દરેક થપ્પીમાં એક વિષયના પુસ્તકની સંખ્યા સમાન રહે તેમજ આ ગોઠવણી તળિયાની ઓછામાં ઓછી જગ્યા રોકે . દરેક વિષયની કેટલી થપ્પી બનશે તે શોધો.


આપેલા દાખલાણી ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.

4 lines
4.

એક રમતના મેદાનની ફરતે વર્તુળાકાર માર્ગ છે. બે મિત્રો શાન અને રાજુ એક જ સ્થળેથી શરૂ થઈ એક જ વર્તુળાકાર માર્ગ પર દોડે છે. શાનને વર્તુળાકાર માર્ગ પર દોડીને મૂળ સ્થળે પાછા આવવામાં 18 મિનિટ લાગે છે. રાજુને વર્તુળાકાર માર્ગ પર દોડીને મૂળ સ્થળે પાછા આવવામાં 12 મિનિટ લાગે છે. કેટલા સમય પછી તે બંને મિત્રો શરૂઆતના સ્થળે ફરીથી મળશે ?


આપેલા દાખલાણી ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.

4 lines
5.

બે પ્રકારની ચોકલેટ બજારમાં ઉપલબ્ધ છે.એક પ્રકારની ચોકલેટ 24 નંગના પેકમાં અને બીજી પ્રકારની ચોકલેટ 15 નંગના પેકમાં મળે છે. જો મારે બંને પ્રકારની ચોકલેટ સરખી સંખ્યામાં ખરીદવી હોય તો કેટલા ન્યૂનતમ સંખ્યાના બંને ચોકલેટના પેક ખરીદવા પડશે ?


આપેલા દાખલાણી ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.

4 lines