NEW
Font size
Worksheetsગુજરાતી ધોરણ ૧૧
Total questions: 30
Worksheet time: 30mins
નરસિંહ મહેતા ના પ્રભાતિયા ક્યાં છંદ માં રચાયેલા છે?
મંદાક્રાન્તા
હરિગીત
ચોપાઈ
ઝૂલણા
'ખીજડિયે ટેકરે' કૃતિ નો સાહિત્ય પ્રકાર જણાવો
નવલકથા
નવલિકા
આત્મકથા
આખ્યાન
ગુજરાતી ભાષા ના 'આદિકવિ' નુ બિરૂદ કોને મળ્યું છે?
પ્રેમાનંદ
ભાલણ
નરસિંહ મહેતા
દયાનંદ
'અખિલ બ્રહ્માંડમાં' કૃતિ નું સાહિત્ય સ્વરૂપ જણાવો
પદ
ભજન
ગઝલ
આખ્યાન
ઈશ્વર દેવ બનીને ક્યાં બિરાજે છે?
વૃક્ષમાં
તત્વમાં
જળમાં
દેહમાં
ભોજા એ રહેઠાણ માં શું બનાવ્યું હતું?
વાડો
કૂબો
મકાન
વાડી
'ખીજડીયા ટેકરા' નો લોકો શો ઉપયોગ કરતા?
મૃત નાના બાળકો ને દાટવા માટે
વનસ્પતિ વાવવા માટે
વયોવૃધ્ધ ને દફનાવવા માટે
નાના જીવતા બાળકો ને દાટવા માટે
શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો 'જેનો અંત નથી તેવું
અચ્યુત
અનંત
અનાદિ
અજન્મા
શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલુ...
પુરાણ
સ્મૃતિ
શ્રૃતિ
ઉપનિષદ
ઘુમ્મટ આકારવાળુ ઘાસ નું ઝુપડુ..
કૂબો
વાડો
મઢુલી
વાળ
જમીન માં ખાડો ખોદીને મૃતદેહને દાટીને તેના પર કરેલું ચણતર
કબ્રસ્તાન
સમાધિ
કબર
શ્મશાન
કહેવત નો અર્થ શોધો.'એક ધા ને બે કટકા'
એક સાથે બે કાર્ય કરવા
તડ ને ફડ જવાબ ,ઝડપી નિર્ણય. લેવા
હાજરજવાબી
એક પ્રહાર થી બે ભાગ કરવા
તળપદા શબ્દો ના શિષ્ટ માન્ય શબ્દ શોધો "લોચો"
લોટ
કામ બગાડવું
શરીર
ખાવાની વાનગી
રૂઢિપ્રયોગ પ્રયોગ નો અર્થ શોધો.'રવાડે ચડવું'
ખોટો માર્ગ લેવો
સાચા રસ્તે ચાલવું
બિજા ગામના રસ્તે જાવુ
હતાશ થાવું
"ડઘાઈ જવુ"
ભોઠંપ અનુભવવી
ગભરાઈ ને ચોંકી જવું
ડરી ને ભાગી જાવુ
હરખાઈ જવું
નીચેના માંથી કયો શબ્દ 'શરીર' માટેનો સમાનાર્થી નથી?
કાયા
કંચન
કલેવર
તન
નીચેના માંથી કયો શબ્દ 'સોના' માટેનો સમાનાર્થી નથી?
હેમ
સુવર્ણ
કનક
ખંજન
નીચે આપેલા વિકલ્પો માથી ' દાન' માટેનો સમાનાર્થી શબ્દ શોધો
પુણ્ય
સખાવત
રહેમ
કૃપા
'વેર' શબ્દ માટેનો સમાનાર્થી શબ્દ શોધો
વહેમ
ઈર્ષા
અદાવત
બદલો
વિશેષણ શોધો: અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
બ્રહ્માંડ
શ્રીહરિ
તું
અખિલ, એક
વિશેષણ શોધો: મારા જેવા સારું કટકી લૂગડું પણ ફાડે નહિં.
લૂગડું
સારું
કટકી
જેવા
ખાલી જગ્યા માં યોગ્ય વિશેષણ શોધો ભોજા જેવો _____ આદમી પણ ભડકી ઊઠયો
અભણ
ભડ
બિકણ
ડરપોક
એનો_____જીર્ણોધ્ધાર શક્ય જ ન હોતો
વધારે
ઓછો
થોડો
જરાક
'ઈસ્કોતરો' શબ્દ નો સાચો અર્થ શોધો
જૂની લોખંડ ની પેટી
તિજોરી
જૂની લાકડાની પેટી
કબાટ
દાંત વાળો મોંનો નીચેનો ભાગ...
ડાઢ
જડબું
મોઢું
ગાલ
સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલુ છે?
આત્મા
જીવાત્મા
પરમાત્મા (શ્રી હરિ)
તેજ
સુવર્ણ એક હોવા છતાં શામાં ભેદ હોતો નથી?
મોહમાયા માં
જગત અને જગદીશ માં
કનક કુંડળ માં
આત્મા અને પરમાત્મા
ડેન્માર્ક ના રાજકુંવર ની વાત કઈ કૃતિમાં આવે છે?
દમયંતી સ્વયંવર
અખિલ બ્રહ્માંડમાં
સત્યાગ્રહ આશ્રમ
ખીજડીયે ટેકરે
"એક ધા ને બે કટકા કરવાનું જીવનસૂત્ર કોનુ છે?
જીવલી નું
ભોજા કાળું નુ
પોસ્ટ માસ્તર નું
પસાયતા નું
'સગડ કઢવો' સાચો અર્થ શોધો.
ચોરી કરવી
બાતમી મેળવવી
સગવડતા કરવી
સારું કાર્ય કરવું
