wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

224 NMMS પ્ર33 દિશાઅંતરકોયડાઓ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

તન્વી દક્ષિણ તરફ આઠ કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને પાંચ કિમી ચાલે છે. ફરીથી ડાબી બાજુ વળી ને 8 km ચાલે છે. તો તેણી હવે શરૂઆતના સ્થાનથી કેટલી દૂર હશે?

a)

13 k.m.

b)

5k.m.

c)

8k.m.

d)

10k.m.

2.

રોહન પૂર્વ દિશા તરફ પાંચ કિમી જાય છે. ત્યારબાદ ડાબી બાજુ કાટખૂણે વળીને ૧૨ કીમી જાય છે. તો હવે શરૂઆતના સ્થળે પરત આવવા માટે તેણે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે?

a)

8.5k.m.

b)

13k.m.

c)

17k.m.

d)

20k.m.

3.

જો પૂર્વ = નૈઋત્ય અને અગ્નિ = પશ્ચિમ હોય તો દક્ષિણ = . . . . .

a)

વાયવ્ય

b)

ઈશાન

c)

ઉત્તર

d)

નૈઋત્ય

4.

પલક સુર્યાસ્ત સમયે ઉત્તર દિશામાં મોં રાખીને ઉભી છે. તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે?

a)

પૂર્વ

b)

ઉત્તર

c)

પશ્ચિમ

d)

દક્ષિણ

5.

વિજય ઘરેથી નીકળીને પૂર્વ દિશા તરફ 6 કિમી ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ કાટખૂણે વળીને 8 કિમી જાય છે.

તો હવે ઘરે પાછા ફરવા માટે તેણે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે?

a)

10k.m.

b)

14k.m.

c)

07k.m.

d)

02k.m.

6.

પાયલ ઘરેથી નીકળીને ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. ત્યાંથી તે જમણી બાજુ વળીને થોડું ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળી જાય છે. તો હવે તેનું મુખ કઈ દિશા તરફ હશે?

a)

દક્ષિણ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

પૂર્વ

7.

એક ઘડિયાળ ને એવી રીતે રાખવામાં આવી છે કે બપોરે 12.00 વાગ્યે તેનો મિનિટનો કાંટો ઉત્તર પૂર્વ દિશામાં છે. બપોરે 1:30 વાગ્યે એ ઘડિયાળ નો મિનિટ કાટો કઈ દિશામાં હશે ?

a)

નૈઋત્ય

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

8.

જો દક્ષિણ-પૂર્વ દિશાએ ઉત્તર દિશા બને, તથા પશ્ચિમ-દક્ષિણ એ પૂર્વ દિશા બને. તો એ જ ક્રમથી આગળ ચાલે તો ઉત્તર દિશા કઈ દિશામાં હશે?

a)

દક્ષિણ-પશ્ચિમ

b)

ઉત્તર-પૂર્વ

c)

દક્ષિણ-પૂર્વ

d)

ઉત્તર-પશ્ચિમ

9.

એક રેલગાડી પશ્ચિમ દિશામાં ૧૨૦ કિ.મી ચાલે છે પછી તે 30 કિ.મી દક્ષિણ દિશામાં તથા ફરી સ્ટેશન પહોંચતા પહેલા 80 કિ.મી પૂર્વ દિશામાં ચાલે છે તો રેલગાડી નું આરંભ બિંદુ થી સ્ટેશન કઈ દિશામાં હશે ?

a)

દક્ષિણ પૂર્વ

b)

ઉત્તર પશ્ચિમ

c)

દક્ષિણ

d)

દક્ષિણ પશ્ચિમ

10.

રામ ઉત્તર તરફ મુખ રાખી ઉભો છે, પછી તે સીધો 10 કિમી ચાલે છે. ડાબી બાજુ તરફ વળી 15 કિમી સીધો ચાલે છે. અંતમાં તે ડાબી બાજુ તરફવળી 10 km જાય છે. તો તે આરંભ બિંદુ થી કેટલો દૂર હશે?

a)

10 કી.મી

b)

5 કિ.મી

c)

12 કી.મી

d)

15 કિ.મી

11.

એક વ્યક્તિ પોતાના ઘરથી ઉત્તર દિશા તરફ ત્રણ કિમી જાય છે પછી ડાબી બાજુ વળીને બે કિમી જાય છે. ફરીથી જમણી બાજુ વળીને એક કીમી જાય છે. અંતમાં તે જમણી બાજુ વળીને 5 કિમી જાય છે, તો તે પોતાના ઘરેથી કેટલો દૂર હશે?

a)

03k.m.

b)

06k.m.

c)

04k.m.

d)

05k.m.

12.

વિશ્વાસ 14 કી.મી પશ્ચિમ તરફ જાય છે. પછી તે ત્રણ કિમી દક્ષિણ તરફ જાય છે, ત્યારબાદ ફરી તે પૂર્વ તરફ 10 કીમી જાય છે. તો તે પ્રારંભિક સ્થળથી કેટલો દૂર હશે?

a)

05k.m.

b)

12k.m.

c)

15k.m.

d)

10k.m.

13.

રવિ પ્રસ્થાન બિંદુ થી શરૂઆત કરે છે. તે ત્રણ કિમી પશ્ચિમ દિશામાં ચાલે છે. તે પછી તે પોતાની જમણી બાજુ ફરી ત્રણ કિમી ચાલે છે તો તેનું મો કઈ દિશામાં હશે?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષિણ

14.

જતીન પૂર્વ દિશામાં પાંચ કિમી ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ 8 કિમી ચાલે છે. ફરીથી ડાબી બાજુ 5 કિમી ચાલે છે. પછી ડાબી બાજુ ફરી 7 8 કિમી ચાલે છે. તો હવે પ્રસ્થાન બિંદુ થી કેટલે દૂર હશે?

a)

10k.m.

b)

18k.m.

c)

31k.m.

d)

13k.m.

15.

જો હું પૂર્વ તરફ મુખ રાખીને ઉભેલો છું અને 100° ઘડિયાળની દિશામાં અને 145° ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરું તો હું કઈ દિશામાં મુખ રાખીને ઉભો હોઈશ?

a)

ઉત્તર - પૂર્વ

b)

દક્ષિણ - પૂર્વ

c)

ઉત્તર - પશ્ચિમ

d)

પશ્ચિમ