NEW
Font size
Worksheetsમુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 PART 4
Total questions: 10
Worksheet time: 5mins
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાએ ચૂંટવાના સભ્યોની બેઠકો પૈકી કેટલી બેઠકો મેટ્રિક્યુલેશન અથવા દ્વિતીય વર્ષ શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા અથવા રાજ્ય સરકાર નિર્દિષ્ટ કરે તેવી કોઈ સમકક્ષ અથવા વધારે ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવતી હોય તેવી વ્યક્તિઓ માટે અનામત રાખવામાં આવેલ છે
ચાર કરતાં ઓછી નહીં
ત્રણ કરતાં ઓછી નહીં
બે કરતા ઓછી નહીં.
તમામ બેઠકો
સ્કૂલ બોર્ડના તમામે તમામ સભ્યોને રાજ્ય સરકાર ક્યારે નિમણૂક આપી શકે?
રાજ્ય સરકારને એવી ખાતરી થાય કે કોઈપણ ચૂંટણી કોઈપણ કારણને લીધે બિલકુલ થઈ શકે તેમ નથી
જો રાજ્ય સરકારને લાગે કે ચોક્કસ વાજબી મુદત ની અંદર ચૂંટણી પૂરી થઈ શકે તેમ નથી
જિલ્લા લોકલ બોર્ડ અથવા તો અધિકૃત નગરપાલિકાની મુદત પૂરી થઈ હોય અને જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકા ફરીથી સ્થાપવામાં ન આવેલી હોય તો
આપેલા તમામ
અમુક સંજોગોમાં સ્કૂલ બોર્ડનું વિસર્જન કરવા બાબત અથવા તેને પદચ્યુત કરવા બાબત અંગેની કલમ કઈ છે?
કલમ 56
કલમ 47
કલમ 51
કલમ 67
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ જિલ્લા લોકલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકાની ફરીથી સ્થાપના ન કરવામાં આવે ત્યાં સુધી રાજ્ય સરકારે નિમેલા સ્કૂલ બોર્ડના સભ્યોની મુદત વધુમાં વધુ કેટલી રહેશે?
પાંચ વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ અથવા નવું સ્કૂલ બોર્ડ રચાય ત્યાં સુધી
ઉપરોક્ત પૈકી કોઈ નહીં
સ્કૂલ બોર્ડના ઉપાધ્યક્ષ કોને ઉદ્દેશીને રાજીનામું આપશે?
સ્કૂલ બોર્ડના અધ્યક્ષ
બોર્ડના પ્રમુખ
નિયામક
રાજ્ય સરકાર
સ્કૂલ બોર્ડના અધ્યક્ષ કોને ઉદ્દેશીને રાજીનામું આપે?
લોકલ બોર્ડના પ્રમુખ
ઉપાધ્યક્ષ
રાજ્ય સરકાર
નિયામક
સ્કૂલ બોર્ડના સભ્યોના હોદ્દા ની મુદત જે તારીખે પૂરી થતી હોય તે તારીખથી કેટલા મહિનાની અંદર સભ્યની ખાલી પડેલ જગ્યા પુરવા માટે કોઈપણ ચૂંટણી કરવાની રહેશે નહીં
ત્રણ માસ
ચાર માસ
છ માસ
એક માસ
રાજ્ય સરકાર ક્યારે સ્કૂલ બોર્ડના સભ્યોની સંખ્યા ૧૬ થી વધુ કરી શકે?
રાજ્ય સરકારની પોતાની ઈચ્છા હોય ત્યારે
સ્કૂલ બોર્ડના સભ્યોની સંખ્યા 16 થી વધુ ક્યારેય ન કરી શકે
જ્યારે જિલ્લાની સરહદમાં કોઈ નવો વિસ્તાર ઉમેરાય
જિલ્લો મોટો હોય ત્યારે
સ્કૂલ બોર્ડના સભ્યો કોને ઉદ્દેશીને પોતાનું રાજીનામું આપશે?
રાજ્ય સરકાર
સ્કૂલ બોર્ડના અધ્યક્ષ
સ્કુલ બોર્ડના ઉપાધ્યક્ષ
જિલ્લા પ્રમુખ
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સ્કૂલ બોર્ડ રચના અંગેની કલમ કઈ છે?
કલમ 3
કલમ 4
કલમ 5
કલમ 6
