Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

RTI chapter 2 part 2

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

RTE 2005 ની કલમ 8 શું છે?

a)

વિનંતી નો નિકાલ

b)

માહિતી જાહેર કરવામાથી મુક્તિ

c)

અમુક કિસ્સામાં માહિતી આપવાનો અસ્વીકાર કરવા માટેના આધારો બાબત

d)

માહિતી મેળવવા માટે વિનંતી કરવા બાબત

2.

RTE 2005ની કલમ 8 ની પેટા કલમ 1 ના (ક)મુદામાં માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોય એવી બાબત કઈ નથી?

a)

દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતા ને નુકસાન થાય

b)

દેશના વ્યૂહાત્મક વૈજ્ઞાનિક અથવા આર્થિક હિતોને પ્રતિકૂળ અસર થાય

c)

વિદેશી રાષ્ટ્ર સાથેના સંબંધને પ્રતિકૂળ અસર થાય અથવા કોઈ ગુનાને ઉશ્કેરણી આપવામાં પરિણમે તેવી માહિતી

d)

સંસદ કે વિધાન મંડળ ના કોઈ વિશેષ અધિકારનો ભંગ થતો હોય તેવી માહિતી

3.

RTE 2005 એ કલમ 8 મુજબ નીચેનામાંથી કઈ માહિતી જાહેર કરવા માંથી મુક્તિ આપવામાં આવેલી છે?

a)

કાયદાના કોઈ ન્યાયાલય અથવા ટ્રીબ્યુનલે પ્રગટ કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાઈ હોય અથવા જે જાહેર થવાથી ન્યાયાલયનો તિરસ્કાર થઈ શકે તેવી માહિતી

b)

ત્રાહિત પક્ષકારની સ્પર્ધાત્મક સ્થિતિને નુકસાન થઈ શકે તેમ હોય તેવી કોઈ માહિતી

c)

વિશાળ જાહેર હિતમાં હોય તે સિવાય વિશ્વસનીય સંબંધોને આધારે વ્યક્તિ પાસેની ઉપલબ્ધ આવી માહિતી

d)

ઉપરોક્ત તમામ બાબતો

4.

RTE 2005 કલમ 8 મુજબ કઈ માહિતી જાહેર કરવામાથી મુક્તિ આપવામાં આવેલી છે?

a)

વિદેશી સરકાર પાસેથી વિશ્વાસમાં લઈને મેળવેલી માહિતી

b)

કોઈ વ્યક્તિની જિંદગી અથવા શારીરિક સલામતી જોખમમાં મૂકે અથવા કાયદાની અમલ બજવણી માટે અથવા સુરક્ષાના હેતુસર ખાનગી રાહે આપેલી માહિતી અથવા સહાયનો સ્ત્રોત ઓળખાઈ જાય તેવી કોઈપણ માહિતી

c)

ગુનેગારોની તપાસ અથવા ધરપકડ અથવા તેમની સામેની ફોજદારી કામની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે તેવી કોઈ માહિતી

d)

ઉપરોક્ત તમામ

5.

આરટીઆઇ 2005 મુજબ કલમ 8 અંતર્ગત કઈ માહિતી જાહેર કરી શકાય છે?

a)

મંત્રી પરિષદ, સચિવ અથવા અન્ય અધિકારીઓના મંત્રણા રેકોર્ડ સહિત કેબિનેટના પેપર અંગેની માહિતી

b)

મંત્રી પરિષદના નિર્ણયો તેના કારણો અને જે બાબતને આધારે નિર્ણયો લેવામાં આવ્યા હોય તે નિર્ણય લીધા પછી અને બાબત પૂરી અથવા સંપૂર્ણ થઈ ગઈ હોય તેવી માહિતી

c)

વ્યક્તિના અંગત જીવનને લગતી માહિતી

d)

સંસદ કે વિધાન મંડળના વિશેષ અધિકારનો ભંગ થતો હોય તેવી માહિતી

6.

આઈ.ટી.આઈ 2005 ની કલમ 8 મુજબ કઈ માહિતી જાહેર કરવા માંથી મુક્તિ આપવામાં આવેલ છે

a)

જ્યારે રક્ષિત હિતોની સરખામણીમાં જાહેર હિત વધુ મહત્વનું હોય

b)

કલમ 8 ની પેટા કલમ 1ના ખંડો (ક) ,(ગ )અને (ટ )ની જોગવાઈઓને અધિન રહીને વિનંતી કરવામાં આવી હોય તે તારીખથી 20 વર્ષ અગાઉ કોઈ પ્રસંગ ઘટના અથવા કોઈ બાબત ઉદભવી હોય તો તેના સંબંધિત માહિતી

c)

મંત્રી પરિષદના નિર્ણયો તેના કારણો અને જે બાબતને આધારે નિર્ણયો લેવામાં આવેલા હોય તે નિર્ણય લીધા પછી અને બાબત પૂરી અથવા સંપૂર્ણ થઈ ગઈ હોય તેવી માહિતી

d)

કાયદાના કોઈ ન્યાયાલયે પ્રગટ કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હોય અથવા જે જાહેર થવાથી ન્યાયાલયનો તિરસ્કાર થઈ શકે તેવી માહિતી

7.

આરટીઆઇ 2005 ની કલમ આંખ મુજ્બ જ્યારે કોઈપણ માહિતી આપવા માટે 20 વર્ષની મુદત કઈ તારીખથી ગણવી તે વિશે કોઈ પ્રશ્ન ઊભો થાય તો કોનો નિર્ણય આખરી ગણવામાં આવશે?

a)

કેન્દ્રીય માહિતી પંચ

b)

કેન્દ્ર સરકાર

c)

સમુચિત સરકાર

d)

કેન્દ્રીય મુખ્ય માહિતી કમિશનર

8.

અમુક કિસ્સામાં માહિતી આપવાનો અસ્વીકાર કરવા માટેના આધારો બાબત અંગેની કલમ કઈ છે?

a)

7

b)

8

c)

9

d)

10

9.

આરટીઆઇ 2005 ની કઈ કલમ મુજબની કોઈ વિનંતીથી રાજ્ય સિવાયની કોઈ વ્યક્તિ પાસે રહેલ કોપીરાઈટનો ભંગ થતો હોય ત્યારે માહિતી પૂરી પાડવા માટે વિનંતીનો અસ્વીકાર કરી શકાશે

a)

૮

b)

૯

c)

૧૦

d)

૧૧

10.

આરટીઆઇ 2005 મુજબ વિભાજ્યતા અંગેની કલમ કઈ છે?

a)

૮

b)

૯

c)

૧૦

d)

૧૧

11.

આરટીઆઇ 2005 મુજબ ગ્રાહિત પક્ષકારને લગતી માહિતી હોય તે અંગેની કલમ કઈ છે?

a)

૮

b)

૯

c)

૧૦

d)

૧૧

12.

આરટીઆઇ 2005 મુજબ ત્રાહિત પક્ષકારને લગતી માહિતી હોય તો વિનંતી મળ્યા ના કેટલા દિવસની અંદર ત્રાહિત પક્ષકારને આવી વિનંતી અંગેની જાણ કરવાની નોટિસ આપવી જોઈશે?

a)

૧૦

b)

૫

c)

૭

d)

૧૫

13.

આરટીઆઇ 2005 ની કલમ 11 મુજબ કયા કિસ્સામાં ત્રાહિત પક્ષકાર અંગેની માહિતી જાહેર કરવાની હોતી નથી?

a)

માહિતી વાણિજ્ય ગોપનીયતા વાળી હોય

b)

માહિતી ધંધાકીય રહસ્યો અંગેની હોય

c)

માહિતી બૌદ્ધિક સંપદાનો અંતર્ગત હોય

d)

તમામ

14.

આરટીઆઈ 2005 ની કલમ 11 મુજબની ત્રાહિત પક્ષકારને લગતી માહિતી હોય તો ત્રાહિત પક્ષકારને નોટિસ મળ્યાની તારીખથી કેટલા દિવસની અંદર માહિતીની જાહેરાત સામે રજૂઆત કરવાની તક આપવી જોઈએ?

a)

૫

b)

૭

c)

૧૦

d)

૧૫

15.

આઈ ટી આઈ 2005 ની કલમ 11 મુજબ ત્રાહિત પક્ષકાર ને લગતી માહિતી હોય તો માહિતી અધિકારીએ એ માહિતી જાહેર કરવી કે નહીં તે અંગેના નિર્ણયની જાણ કેટલા દિવસમાં ત્રાહિત પક્ષકારને કરવાની રહેશે?

a)

૭

b)

૧૫

c)

૩૦

d)

૪૦