NEW
Font size
Worksheets526 NMMS લોહીના સંબંધો
Total questions: 15
Worksheet time: 8mins
તેના પુત્ર ની તસવીર તરફ આંગળી બતાવી એક પુરુષે,
સ્ત્રી ને કહ્યું તેની માતા એ તારી માતાની ફક્ત એક પુત્રી છે તો એ પુરુષ ને સ્ત્રી સાથે શું સંબંધ હોય?
બહેન
માતા
પત્ની
પુત્રી
તસવીરમાં પુરુષનાં ફોટો તરફ આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું, તેના ભાઈના પિતાએ મારા દાદાના એકના એક પુત્ર છે
તો એ ફોટોવાળા માણસને સ્ત્રી શું સંબંધ મા થાય ?
માતા
કાકી
બહેન
પુત્રી
એક છોકરા તરફ આંગળી બતાવી પ્રોફેસર રાવલ બોલ્યા.
"તેના એકના એક ભાઈની માતા એ મારા પિતાની પત્ની છે"
તો તે છોકરાંને પ્રોફેસર રાવલ શું સંબધમાં થાય ?
કાકા
પિતા
ભત્રીજો
ભાઈ
જશોદા તરફ આંગળી બતાવી કિશને કહ્યું તેણીની માતાની એક માત્ર પુત્રી એ મારી માતા તો જશોદા ને કિશન શું સંબંધમાં થાય?
ભત્રીજો
ભાઈ
ભત્રીજી
પુત્ર
વિજય કહે,"આનંદની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે"
આનંદનો વિજય સાથે શું સંબંધ છે?
ભાઈ
પિતા
ભાણેજ
દાદા
અમિત,સુરેશના પુત્રના પુત્રનો ભાઈ છે. અમિત અને સુરેશ
વચ્ચે શો સંબંધ હોય ?
ભાઈ
પિતરાઈ
ભત્રીજો
એક પણ નહીં
એક માણસનો પરિચય આપતા સ્ત્રીએ કહ્યું,"તેની પત્ની એ મારા પિતાની એક માત્ર પુત્રી છે " તો તે સ્ત્રીને તે માણસ સાથે શો સંબંધ હોય ?
ભાઈ
જમાઈ
સસરા
પતિ
જો X એ P ના પુત્રના પુત્રનો ભાઈ હોય તો P ને X શું સંબંધ માં થાય ?
ભાઈ
બહેન
કાકા
પૌત્ર
અંજુએ પ્લેટફોર્મ ઉપરની એક લેડી તરફ આંગળી બતાવી કહ્યું,"તેણી,મારી માતાના પુત્રના પિતાની બહેન તો અંજુને તે લેડી સાથે શું સંબંધ હોય ?
માતા
બહેન
ફોઈ
ભત્રીજી
સ્મિતાની ઓળખ આપતા સૂકેશે કહ્યું,"તેણી મારી માતાના એક માત્ર ભાઈના એક માત્ર ભાણેજની પત્ની છે." તો સ્મિતાનો સુકેશ સાથે શો સંબંધ થાય ?
બહેન
પત્ની
સાળી
વિગત અધૂરી છે
એક પુરુષ તરફ આંગળી કરતા એક સ્ત્રીએ કહ્યું," તેની માતા મારી માતા ની એક માત્ર પુત્રી છે." તો સ્ત્રીએ પુરુષ સાથે શો સંબંધ હશે ?
પુત્રી
બહેન
માતા
દાદીમા
ગાડામાં બેઠેલ સ્ત્રીએ કહ્યું,"ગાડું હાંકનારની મા મારા સગા સસરાની સાસુ." સ્ત્રી અને ગાડું હાંકનાર વચ્ચે શો સંબંધ હશે ?
મામો - ભાણેજ વહુ
કાકો - ભત્રીજા વહુ
સાળી - બનેવી
ઉપરમાંથી એક પણ નહીં
એક છોકરાની ઓળખ આપતા છોકરીએ કહ્યું,"તે મારા કાકાના પિતાની પુત્રીનો પુત્ર છે." છોકરાનો છોકરી સાથે શો સંબંધ હશે ?
ભત્રીજો
કાકા
જમાઈ
ફોઈનો દીકરો
મોહનભાઈએ ખુરશીમાં બેઠેલી વ્યક્તિની ઓળખ આપતા કહ્યું," આ છોકરો મારા સાળાની છોકરીની એક માત્ર ફોઇનો પુત્ર છે." તો મોહનભાઇને આ છોકરો શો સગો થાય છે ?
ભત્રીજો
પુત્ર
ભાણો
ભાઈ
A એ B ને કહ્યું," તારી સાસુ અને મારી સાસુ મા - દીકરી થાય છે." તો A અને B વચ્ચે કેવો સંબંધ હશે ?
સસરો - જમાઈ
મામો - ભાણેજ
સાળો - બનેવી
કાકો - ભત્રીજો
