Worksheets8 Maths 7. રાશિઓની તુલના
Total questions: 25
Worksheet time: 13mins
ટકાની અપૂર્ણાંકમાં ફેરવવા માટે ____ વડે ગુણવામાં આવે છે.
50
1/50
100
1/100
0.75 એ વસ્તુનો કેટલામો ભાગ દર્શાવે છે?
1/4
1/2
3/4
4/5
એક ટોપલીમાં 25 સફરજન છે.તેમાંથી 20% સફરજન બગડેલા છે તો સારા સફરજન ની સંખ્યા ____ મળે.
10
20
15
12
સુરેશ તેને મળતા માસિક પગારમાંથી 1,500 બચત તરીકે સહકારી મંડળીમાં જમા કરાવે છે આ રકમ તેના પગારના 10% હોય તો તેનો કુલ માસિક પગાર ____ રૂપિયા હોય.
15000
10000
25000
20000
25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી?
4
5
6
7
જો મહેંદી તેની રકમના 80 % રૂપિયા વાપર્યા પછી રૂપિયા 500 બચાવે તો મહેંદી પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે?
500
1000
2000
2500
એક કલાકના 10% કેટલી સેકન્ડ થાય?
300
360
60
600
કોઈ એક ત્રિકોણની બાજુઓના માપનો ગુણોત્તર 3:4:5 હોય તથા તેની પરિમિતિ 90 હોય, તો સૌથી નાની બાજુનું માપ ___ હોય.
20
22
20.5
22.5
કોઈ એક વસ્તુની કિંમત રૂપિયા 250 માંથી ઘટીને રૂપિયા 200 થઈ ગઈ તો વસ્તુની કિંમતમાં કેટલા ટકાનો ઘટાડો નોંધાયો કહેવાય?
10
15
20
25
એક વસ્તુની છાપેલી કિંમત રૂપિયા 800 છે તથા તેની વેચાણ કિંમત રૂપિયા 720 છે તો કેટલા ટકા વળતર મળ્યું કહેવાય?
10
15
20
25
કોઈ એક વસ્તુની છાપેલી કિંમત રૂપિયા 250 છે જો વેચાણ પર 15% વળતર નક્કી કરેલ હોય તો તે વસ્તુને વેચાણ કિંમત કેટલા રૂપિયા હોય?
210
212.5
213
215
કોઈ એક વસ્તુ રૂપિયા 70 માં ખરીદવામાં આવ્યા પછી તેને 10% નફા સાથે વેચવામાં આવે તો તે વસ્તુનું વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય?
70
63
77
80
કોઈ વસ્તુ રૂપિયા 300 માં ખરીદ્યા પછી તેની મરમ્મત કરાવવામાં 20 ટકા જેટલો ખર્ચ થયો હોય તો તે વસ્તુની પડતર કિંમત કેટલા રૂપિયા થાય?
360
380
400
420
કોઈ વસ્તુને 20% ખોટ સાથે રૂપિયા 500 માં વેચવામાં આવે તો તે વસ્તુની મૂળ કિંમત કેટલા રૂપિયા થશે?
500
600
625
700
કોઈ એક શર્ટની મૂળ કિંમત રૂપિયા 500 છે અને તેને ₹450 માં વેચવામાં આવે છે તો કેટલા ટકા ખોટ ગઈ કહેવાય?
10
12
15
18
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ માંથી 14 મેચ ભારતે જીતી હતી જો આ ટકાવારી 70% હોય તો તેમની વચ્ચે કુલ કેટલી મેચો રમાઈ હશે?
15
18
20
21
એક વોશિંગ મશીન 10% વળતર આપી ₹16,200 માં વેચવામાં આવે છે તો તેની છાપેલી કિંમત કેટલા રૂપિયા હોય?
17000
18000
19200
20000
સરિતાનું વજન 60 કિગ્રા હતું.એક વર્ષ માટે 54 કિગ્રા થઈ ગયું,તો સરિતાના વજનમાં કેટલા ટકાનો ઘટાડો થયો કહેવાય?
10
12
15
18
ધોરણ આઠના એક વર્ગમાં 56 વિદ્યાર્થીઓ છે તે પૈકી 21 છોકરીઓ છે તો તે વર્ગમાં છોકરાઓની અંદાજિત ટકાવારી ____ થાય.
36
63
42
58
એક દુકાનમાં બુટની એક જોડ ની કિંમત રૂપિયા 475 હતી તેના પર 5% GST લેવામાં આવ્યો તો તે બુટ કેટલા રૂપિયામાં વેચાયા હશે?
498
498.25
498.75
498.50
કોઈ એક વ્યક્તિ કોઈ એક વસ્તુ રૂપિયા 805 માં ખરીદે છે. જેમાં 15% GST સામેલ છે તો GST ઉમેર્યા પહેલા તે વસ્તુની કિંમત કેટલા રૂપિયા હશે?
725
750
710
700
₹10,000 નું 8% લેખે 4 વર્ષનું સાદુ વ્યાજ કેટલા રૂપિયા થશે?
3200
3000
2800
2500
₹8,000 નું 8% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય?
1000
1200
1331.20
1440.20
₹8520નું 12% લેખે પહેલા વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત ____ ₹ થાય.
71
17
35
0
એક શહેરની જનસંખ્યા વર્ષ 2020માં 25000 હતી.તે વર્ષ દીઠ 5% ના દરે વધે તો વર્ષ 2024ના અંતે શહેરની જનસંખ્યા _____ હોય.
30000
30390
30388
30385
