wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gk ધો - ૮ ગુજરાતી - ૨

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે?

a)

ખમ્મા

b)

ઓવારણા

c)

અભાગી

d)

સાચવજે

2.

બાળકનું દુઃખ પોતે લઈ લેવાના ભાવથી માતા શું કરે છે?

a)

માથે હાથ ફેરવે છે .

b)

ઓવારણા લે છે .

c)

હાથ પકડી બેઠો કરે છે .

d)

સતત તેની સાથે રહે છે.

3.

'તને ઓળખું છું, મા' કાવ્યના કવિ ઘરથી દૂર જાય ત્યારે આંખની સામે કોણ હોય છે?

a)

પરમાત્મા

b)

પત્ની

c)

મા

d)

સંતાનો

4.

'તને ઓળખું છું,મા' કાવ્યના કવિ પડ્યા પછી શાને ટેકે બેઠા થાય છે?

a)

લાકડીના ટેકે

b)

બારણાના ટેકે

c)

સંતાનના ખભાના ટેકે

d)

માની મમતાના ટેકે

5.

માની મમતાને ન પામી શકનાર માટે કવિ મનોહર ત્રિવેદી કયો શબ્દ વાપરે છે?

a)

અભણ

b)

અભાગી

c)

ભાગ્યશાળી

d)

લાડકો

6.

'તને ઓળખું છું ,મા' ગીતમાં કવિ કોને તીર્થ ગણે છે?

a)

યાત્રાધામને

b)

માનાં સ્મરણોને

c)

હરિદ્વારને

d)

માનસરોવરને

7.

'તને ઓળખું છું, મા' ગીતમાં કવિએ વિનમ્રભાવે શેનો સ્વીકાર કર્યો છે?

a)

શરાફના ઋણનો

b)

માતાપિતાના ઋણનો

c)

માતાના ઋણનો

d)

દાદાદાદીના ઋણનો

8.

કોઈ પણ રાજ્યનું વડુમથક કયા નામે ઓળખાય છે?

a)

ગાંધીનગર

b)

પાટનગર

c)

રાજ્યનું હૃદય

d)

હરિયાળું નગર

9.

ગુજરાતની સ્થાપના થઇ ત્યારે રાજ્યનું પાટનગર કયું હતું?

a)

રાજકોટ

b)

અમદાવાદ

c)

વડોદરા

d)

જામનગર

10.

ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે?

a)

સરદાર પટેલ

b)

ઈન્દિરા ગાંધી

c)

રાજીવ ગાંધી

d)

મહાત્મા ગાંધી

11.

ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે?

a)

25

b)

28

c)

30

d)

35

12.

'ગ્રીન સિટી' એટલે શું?

a)

લીલાછમ વૃક્ષો

b)

લીલુંછમ મેદાન

c)

હરિયાળુ નગર! (લીલુંછમ શહેર)

d)

હરિયાળુ વન

13.

ગાંધીનગર કઈ કઈ પ્રવૃત્તિઓથી ધમધમે છે?

a)

હસ્તકલાની

b)

રાજકીય અને સાંસ્કૃતિક

c)

પર્યાવરણની

d)

રમત-ગમતની

14.

ગુજરાત રાજ્યના વિધાનસભાગૃહને શું નામ આપવામાં આવ્યું છે?

a)

શિવાજી ભવન

b)

ગાંધી ભવન

c)

વલ્લભભાઈ પટેલ ભવન

d)

વિઠ્ઠલભાઈ પટેલ ભવન

15.

ગાંધીનગરમાં મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લૉકમાં વહેંચાયેલા છે?

a)

10

b)

7

c)

15

d)

12

16.

'ધૂળિયે મારગ' કાવ્યના કવિ પાસે શું નથી?

a)

સિક્કા અને નોટ

b)

સત્તા

c)

વાહન

d)

મહેલ

17.

કવિ મકરંદ દવે 'ઉપરવાળી બૅન્ક' કોને ગણાવે છે?

a)

દેના બેન્કને

b)

આકાશને

c)

ઈશ્વરને

d)

સ્ટેટ બૅન્ને

18.

કવિ મકરંદ દવે કઈ ગલીને સાંકડી કહે છે?

a)

સોનાની

b)

શહેરની

c)

ગામડાની

d)

પિત્તળની

19.

કવિ મકરન્દ દવેએ નોટ અને સિક્કા ક્યાં નાખવાનું કહ્યું છે?

a)

ઉકરડામાં

b)

કબાટમાં

c)

નદીમાં

d)

તળાવમાં

20.

કવિ મકરંદ દવે કેવા મારગે ચાલવાનું કહે છે?

a)

સત્યના

b)

ધૂળિયે

c)

ડામરના

d)

રાજમાર્ગે

21.

'ધૂળિયે મારગ' કાવ્યમાં કવિએ 'ધૂળિયો મારગ' શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે?

a)

સાદા - સાત્વિક જીવનના અર્થમાં

b)

ધન - સંપત્તિની લાલસાના અર્થમાં

c)

સુખ - વૈભવથી ભરપૂર જીવનના અર્થમાં

d)

ધૂળ, માટી અને કાદવના અર્થમાં

22.

કવિ 'ધૂળિયે મારગ' કાવ્યમાં મનુષ્યજીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે?

a)

ધન - સંપત્તિ

b)

જમીન - જાયદાદ

c)

મનુષ્ય - મનુષ્ય વચ્ચેનો પ્રેમ

d)

સોનું - ચાંદી

23.

'સ્મૃતિ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

સ્તુતિ

b)

સ્વાતિ

c)

સ્મરણ

d)

શ્રુતિ

24.

'ભવન' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

જંગલ

b)

મકાન

c)

ધરતી

d)

નિશાળ

25.

'ગરીબ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.

a)

તવંગર

b)

રંક

c)

રાંક

d)

ભોળા

26.

'અભાગી' શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો.

a)

કમનસીબ

b)

સદભાગી

c)

દુર્ભાગી

d)

કમઅક્કલ

27.

'રક્ષક તરીકે કામગીરી બજાવનાર' - શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

a)

સુરક્ષાકર્મી

b)

દરવાન

c)

કોટવાળ

d)

સેનાપતિ

28.

'ઉનાળાની ગરમ હવા' - શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.

a)

શીતળ

b)

લૂ

c)

વા

d)

મોસમી

29.

'અધીરા બનવું' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

a)

ઉતાવળા થવું

b)

સૂર પુરાવવો

c)

હા માં હા ભણવી

d)

સમર્થન આપવું

30.

'જુદા આંક હોવા' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

a)

આંકડા માંડવા

b)

જિંદગી વિશેની સમજ જુદી હોવી

c)

જીવનના આંકડા જુદા

d)

જીવન જીવવું