Worksheetsધોરણ ૭: એકમ ૪: મધ્યયુગીન સ્થાપત્યો,શહેરો અને વેપારી અને કારી
Total questions: 25
Worksheet time: 8mins
શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી, હથોડી વડે પાષાણ, લાકડાં અને ધાતુ પર કંડારી કરવાની કલા એટલે શું?
સ્થાપત્ય કલા
શિલ્પકલા
હસ્તકલા
નૃત્યકલા
નીચેનામાંથી કયા કયા બાંધકામોને સ્થાપત્ય કહેવાય છે?
કિલ્લાઓ
મકબરો
વાવ
ઉપરના તમામ
મસ્જિદ, મકબરા અને રોજા જેવા સ્થાપત્યોમાં કયા ધર્મની સ્થાપત્ય શૈલી જોવા મળે છે?
બૌદ્ધ
હિન્દુ
ઇસ્લામ
જૈન
કોણાર્કનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે?
આંધ્રપ્રદેશ
તમિલનાડુ
બંગાળ
ઓડિશા
કયા મંદિરને ' કાળા પેગોડા' તરીકે પણ ઓળખવામાં આવે છે?
ખજૂરાહોનું મંદિર
કોણાર્કનું સૂર્યમંદિર
પુરીનું લિંગરાજ મંદિર
કર્ણાટકનું હૌશલેશ્ચરનું મંદિર
મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો કયા સ્થાપત્યમાં દેખાય છે?
આગ્રાનો કિલ્લો
ફતેપુર સીક્રી નો કિલ્લો
હુમાયુનો મકબરો
કશ્મીરનો નિશાત બાગ
નીચેનામાંથી કયું સ્થાપત્ય વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવે છે?
આગ્રાનો તાજમહેલ
તાંજોરનું રાજરાજેશ્વરનું મંદિર
લાલ કિલ્લો
રંગ મહલ
નીચેનામાંથી ઉત્તર ભારતના મંદિરોની લાક્ષણિકતાઓ કઈ કઈ છે?
શંકુ આકારના અણીદાર શિખરોવાળાં મંદિરો
ગોપુરમ
ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો
ઉપરના તમામ
નીચેનામાંથી કયું શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય તરીકે ઓળખાય છે?
લાલ કિલ્લો
સુવર્ણ મંદિર
સોમનાથ મંદિર
કુતુબમિનાર
સોમનાથનું મંદિર અને મોઢેરાનું સૂર્યમંદિર એ કઈ સદીમાં નિર્માણ પામ્યા હતા?
બારમી સદી
અગિયારમી સદી
દસમી સદી
તેરમી સદી
વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય નીચેનામાંથી કયું છે?
રાણીની વાવ
અડી - કડી વાવ
કાંકરિયા તળાવ
રૂડાદેવીની વાવ
મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના કયા રાજવીના શાસનકાળ દરમ્યાન બંધાયું હતું?
ભીમદેવ પ્રથમ
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી
રાણી ઉદયમતી
ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં આવેલ રાણીની વાવ કેટલા માળની છે?
પાંચ માળની
છ માળની
સાત માળની
આઠ માળની
ધોળકામાં મલાવ તળાવ અને વીરમગામમાં મુનસર તળાવ કોના કહેવાથી બાંધવામાં આવ્યા હતા?
મીનળદેવીના કહેવાથી
રાણી ઉદયમતીના કહેવાથી
સિધ્ધરાજ જયસિંહના કહેવાથી
રા' ખેંગારના કહેવાથી
નીચેનામાંથી અમદાવાદમાં આવેલું કયું વિશિષ્ટ સ્થાપત્ય વિશ્વ વિખ્યાત છે?
ભદ્રકાળીનો કિલ્લો
અડાલજની રાણી રૂડાદેવીની વાવ
હોજે કુતુબ
સીદીસૈયદની જાળી
ગુજરાતમાં આવેલ પ્રાચીનનગર વડનગરમાં શું જોવા લાયક છે?
કિર્તીતોરણ
શર્મિષ્ઠા તળાવ
રુદ્ર મહાલય
વિકલ્પ ૧ અને ૨
નીચેનામાંથી દુનિયામાં એક જ જગ્યાએ પહાડ ઉપર સૌથી વધારે મંદિરો હોય તેવા સ્થળો કયા કયા છે?
પાલીતાણા
ગિરનાર
ચોટીલા
પાવાપુરી
વિકલ્પ 1 અને વિકલ્પ 4
કયા રાજાના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોનાં ચિત્રો પણ બનાવવામાં આવતા?
બાબર
શાહજહા
જહાંગીર
અકબર
'સંગીત સુધાકર' નામનો ગ્રંથ કોણે લખ્યો હતો?
સારંગદેવ
હરીપાલદેવ
તાનસેન
અમીર ખુશરો
'પૃથ્વીરાજરાસો' ગ્રંથના રચયિતા કોણ હતા?
હેમચંદ્રાચાર્ય
નારાયણ
ચંદબરદાઈ
સોમેશ્વર
ભવાઈ લેખન અને તેને ભજવવાનું શ્રેય કોના ફાળે જાય છે?
દયારામ
અસાઈત ઠાકર
નરસિંહ મહેતા
પદ્મનાભ
ગુજરાતના કયા વિસ્તારનું ભરતકામ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે?
પાટણ
જામનગર અને જેતપુર
કચ્છ
ઝાલાવાડ
મરાઠા સામ્રાજ્યમાં કયા કયા શહેરોનો વિકાસ થયો?
પુણે
સતારા
ગ્વાલિયર
ઉપરના તમામ
કયા શહેરમાંથી ત્રણ પ્રકારના સુવર્ણના સિક્કા મળી આવ્યા છે ? જે દર્શાવે છે કે તે શહેર હુન્નર કલાનું અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું.
ગોવા
મુંબઈ
હમ્પી(વિજયનગર)
વડોદરા
નીચેનામાંથી કયા શહેર (બંદર)માં મરી મસાલા ,સુતરાઉ અને રેશમી કાપડ તથા ગળીના મોટા ગોદામો પણ હતા?
મુંબઈ
કોચી
ભરૂચ
સુરત
