NEW
Font size
WorksheetsAccount portion 1
Total questions: 30
Worksheet time: 30mins
કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે?
અસ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ
સ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ
ચાલુ ખાતાંની પદ્ધતિ
કાયમી મૂડી ખાતાંની પદ્ધતિ
ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ ભાગીદાર માટે શું છે?
દેવું
લેણું
આવક
ખર્ચ
હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગ નો નફો કયા ખાતે કઈ બાજુ લખાય?
મૂડી ખાતે ઉધાર
મૂડી ખાતે જમા
ચાલુ ખાતે ઉધાર
ચાલુ ખાતે જમા
જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું?
6%
9%
12%
કાંઈ નહિ
નફા-નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે_____________.
કાચો નફો
કાચી ખોટ
વહેંચણીપાત્ર ખોટ
વહેંચણીપાત્ર નફો
સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય છે?
ઉધાર
જમા
ઉધાર કે જમા
એક પણ નહિ
માલ-પરત ઉધાર એટલે શું
ખરીદી
ખરીદ માલ પરત
વેચાણ
વેચાણ માલ પરત
બેંક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય છે
ઉધાર બાકી
ઉધાર અને જમા બાકી
જમા બાકી
આપેલ પૈકી એક પણ નહીં
પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ વાર્ષિક હિસાબો બનાવતી વખતે કયાં દર્શાવાય છે?
નફા-નુકસાન ખાતામાં જમા બાજુ
નફા-નુકસાન ખાતામાં ઉધાર બાજુ
પાકા સરવૈયામાં મૂડી-દેવાં બાજુ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરીને
વેપાર ખાતામાં જમા બાજુ
જો કરારનામામાં ઉલ્લેખ હોય તો ભાગીદારો વચ્ચે નફો-નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય?
સરખા પ્રમાણમાં
મૂડીનાં પ્રમાણમાં
ઉપાડનાં પ્રમાણમાં
કરારમાં ઉલ્લેખ હોય તે પ્રમાણમાં
ડેડસ્ટોક વાર્ષિક હિસાબો બનાવતી વખતે ક્યાં દર્શાવાય?
વેપાર ખાતામાં ઉધાર બાજુ
નફા-નુકસાન ખાતામાં ઉધાર બાજુ
નફા-નુકસાન ખાતામાં જમા બાજુ
પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ
વાર્ષિક હિસાબો બનાવતી વખતે માત્ર કાચા સરવૈયામાં ઘાલખાધ અનામત આપેલી હોય તો___________.
પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ દેવાદારમાંથી બાદ થાય
નફા-નુકસાન ખાતામાં જમા બાજુ દર્શાવાય
નફા-નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવાય
નફા-નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ દર્શાવાય
નફામાં વધ-ઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકનની કઈ પદ્ધતિ અપનાવાય છે?
ભારિત સરેરાશ નફાની પદ્ધતિ
સાદા સરેરાશ નફાની પદ્ધતિ
સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ
એક પણ નહીં.
પાઘડીના મૂલ્યાંકન સમયે મૂડીકૃત નફાને કોની સાથે સરખાવવામાં આવે છે?
ધંધાના લેણાં સાથે
ધંધાના દેવાં સાથે
ધંધાની કુલ મિલકતો સાથે
ધંધામાં રોકાયેલ મૂડી સાથે
અધિક નફો એટલે__________.
સરેરાશ નફો - અપેક્ષિત નફો
સરેરાશ નફો + અપેક્ષિત નફો
સરેરાશ નફો ÷ અપેક્ષિત નફો
સરેરાશ નફો × અપેક્ષિત નફો
એક ભાગીદારી પેઢીનો છેલ્લા પાંચ વર્ષનો કુલ નફો ₹ 50,000 છે, તો પાઘડીની કિંમત બે વર્ષની ખરીદીને આધારે શું થાય?
₹ 10,000
₹ 20,000
₹ 30,000
₹ 40,000
અપેક્ષિત નફો = _____________.
રોકાયેલી મૂડી - અપેક્ષિત વળતરનો દર
રોકાયેલી મૂડી + અપેક્ષિત વળતરનો દર
રોકાયેલી મૂડી × અપેક્ષિત વળતરનો દર
રોકાયેલી મૂડી ÷ અપેક્ષિત વળતરનો દર
ભાગીદારી પેઢીના ચોપડે પાઘડી ક્યાં દર્શાવશો?
પાકા સરવૈયામાં મૂડી દેવાં બાજુ ચાલુ દેવાં તરીકે
પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે
પાકા સરવૈયામાં મૂડી દેવાં બાજુ બિનચાલુ દેવાં તરીકે
નફા-નુકસાન ખાતામાં ઉધાર બાજુ
કંપનીને શેરનાં જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે?
સેબી
કેન્દ્ર સરકાર
રાજ્ય સરકાર
રિઝર્વ બેંક
નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેરમૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી?
સત્તાવાર મૂડી
બહાર પાડેલી મૂડી
ભરાયેલી મૂડી
અનામત મૂડી
કંપની તેના શેર, શેરની મૂળકિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે છે?
10%
100%
25%
કોઈ મર્યાદા નથી.
જો જાહેર ભરણાંમાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતા વધુ શેરની અરજીઓ આવે તો તેને કયુ ભરણું કહે છે?
લઘુતમ ભરણું
વધુ ભરણું
ઓછું ભરણું
લઘુ ભરણું
જામીનગીરી પ્રીમિયમ અનામતની રકમ કંપની માટે શું છે?
મૂડી નફો
મહેસૂલી નફો
મૂડી ખોટ
મહેસુલી ખોટ
કંપનીને શેર મંજૂરી કે હપ્તા સમયે મંગાવેલ રકમ કોઈ શેરહોલ્ડર સમયસર ન ચૂકવે તો આ રકમ કયા ખાતે લઈ જશે?
અગાઉથી મળેલ હપ્તા ખાતે
મળવાના બાકી હપ્તા ખાતે
અગાઉથી ચૂકવેલ હપ્તા ખાતે
ચૂકવવાના બાકી હપ્તા ખાતે
નીચેનામાંથી કઈ બાબત અંગે ગુણોત્તર દિવસોમાં શોધાય છે?
કુલ ખરીદી અંગે
ઉધાર વેચાણ અંગે
ઉધાર ખરીદી અંગે
ઉધાર વેચાણ અને ઉધાર ખરીદી અંગે
પ્રવાહી ગુણોત્તર એ____________.
સદ્ધરતાનું માપ દર્શાવે છે
ટૂંકાગાળાની નફાકારકતાનું માપ દર્શાવે છે
નફાકારકતાનું માપ છે
તરલતાનું માપ છે
ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે?
સ્ટોક
રોકડ અને બેંક સિલક
દેવાદારો
લેણીહૂંડીઓ
સામાન્ય રીતે પ્રવાહી ગુણોત્તર કયા પ્રમાણમાં ઇચ્છનીય છે?
2:1
1:1
3:1
1:2
જો દેવાદારોનો ઊથલો 5 વખત હોય તો, ઉઘરાણીની મુદ્દત અઠવાડિયાંમાં કેટલી થાય?
72 અઠવાડિયાં
2.4 અઠવાડિયાં
10.4 અઠવાડિયાં
4.10 અઠવાડિયાં
નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે?
મિશ્ર ગુણોત્તરો
તરલતાના ગુણોત્તરો
નફાકારકતાના ગુણોત્તરો
સદ્ધરતાના ગુણોત્તરો
