NEW
Font size
WorksheetsO.c. Game changer quiz
Total questions: 50
Worksheet time: 50mins
પ્રવૃત્તિ ની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે ?
સર્વ વ્યાપી
બિનકાર્યક્ષમ
ધ્યેય નિર્ધારણ
પારદર્શક
વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે ?
વિસંગતતા
અસંગતતા
આચાર સંહિતા
વિચાર સંહિતા
નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી ?
નિરીક્ષક
જોબર
હિસાબી અધિકારી
કામદાર
આયોજન એ ધંધાકીય સાહસ નું મગજ છે, તો વ્યવસ્થાતંત્ર એ શું છે ?
શારીરિક માળખું
રક્ત
હાથ પગ
હદય
જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું ?
વિજ્ઞાન
કળા
દોરવણી
વ્યવસાય
વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે ?
લ્યૂથર ગ્યુલિક
ફેડરિક ટેલર
હેનરી ફેયોલ
પીટર ડ્રકર
19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજુ થઇ તેને કઈ વિચારધારાઓ કહે છે ?
નવ પ્રશિષ્ટ
પૂર્વ પ્રશિષ્ટ
પ્રશિષ્ટ
આધુનિક
કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ?
ગતિ નિરીક્ષણ
સમય નિરીક્ષણ
ભિન્ન વેતન દર
કર્મચારી નિરીક્ષણ
શ્રમવિભાજન ના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે ?
એકત્રીકરણ
સરળી કરણ
વિશિષ્ટીકરણ
સંકલન
જો કર્મચારીને તેમની કાર્યક્ષમતા નો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય છે ?
મજૂર ગેરહાજરી
મજૂર અપકર્ષ
મજૂર બઢતી
મજૂર ફેરબદલી
આયોજનને કોની સાથે સંબંધ છે ?
વર્તમાન
ભવિષ્ય
ભૂતકાળ
ઉત્પાદન
આયોજનમાં નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને શું કહેવાય ?
કાર્યક્રમ
નિયમો
નીતિ
અંદાજપત્ર
સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે ?
સમયની લાંબી મુદત
સમયની ઓછી મુદત
વ્યવસ્થાતંત્ર
પરિવર્તનશીલતા
એકમનું જીવન-ધ્યેય નક્કી કરતી યોજના કઇ છે ?
કાયમી યોજના
વ્યૂહાત્મક યોજના
સુનિયોજિત યોજના
એક ઉપયોગી યોજના
સંચાલનનું સર્વ પ્રથમ કાર્ય જણાવો.
આયોજન
વ્યવસ્થાતંત્ર
દોરવણી
અંકુશ
ક્યા વ્યવસ્થાતંત્ર અને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે?
શ્રેણિક
કાર્યાનુસાર
રૈખિક
અવૈધિક
તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિ ને શું કહેવાય છે ?
તાબેદાર
ઉપરી
પ્રોજેક્ટ મેનેજર
અધિકારી
જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રીત હોય તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
વિકેન્દ્રીકરણ
ધ્રુવીકરણ
કેન્દ્રીકરણ
વિમૂડીકરણ
નીચેનામાંથી શું સોંપી શકાતું નથી ?
કાર્ય
સત્તા
જવાબદારી
ઉત્તરદાયિત્વ
પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થાતંત્રની શું કહે છે ?
રૈખિક વ્યવસ્થાતંત્ર
શ્રેણિક વ્યવસ્થાતંત્ર
કાર્યાનુસારવ્યવસ્થાતંત્ર
વૈધિક વ્યવસ્થાતંત્ર
કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે ?
મૂડી સમાન છે .
જવાબદારી છે .
શક્તિ છે .
અમુલ્ય મિલકત છે .
ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે ?
ભરતી નું કાર્ય કહેવાય
સામાન્ય કાર્ય કહેવાય
જાહેરાતનું કાર્ય કહેવાય
પસંદગીનું કાર્ય કહેવાય
ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય ?
બુદ્ધિ કસોટી
અભિરુચિ કસોટી
મનોવૈજ્ઞાનિક કસોટી
ધંધાકીય કસોટી
કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે ?
સંચાલકીય
ઉત્પાદકીય
વહીવટી
હેતુલક્ષી
ભરતી પછીનું બીજું કાર્ય ક્યું છે ?
બઢતી આપવી
તાલીમ આપવી
પસંદગી કરવી
બદલી કરવી
દોરવણી ની માત્રા કઈ સપાટીએ વધુ હોય છે ?
ઉચ્ચ
મધ્ય
તળ
દરેક સપાટીએ
પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા ને શું કહેવાય ?
નિરીક્ષણ
તાલીમ
અભિપ્રેરણ
માર્ગદર્શન
દોરવણી ના ક્યાં તત્વમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે ?
નિરીક્ષણ
અભિપ્રેરણ
નેતૃત્વ
તાલીમ
માસલોની જરૂરિયાતોના અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે ?
સલામતીની જરૂરિયાતો
સામાજિક જરૂરિયાતો
શારીરિક જરૂરિયાતો
પ્રતિષ્ઠાની જરૂરિયાતો
નીચેનામાંથી ક્યુ પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે ?
પ્રશંસા
બઢતી
રોજગાર સલામતી
કામની કદર અને સન્માન
આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું ક્યુ કાર્ય કરે છે ?
વ્યવસ્થાતંત્ર
તાલીમ
દોરવણી
અંકુશ
અંકુશ એ કેવી પ્રક્રિયા નથી ?
સતત
જડ
આંતરિક
ગતિશીલ
સંચાલનનું ક્યુ કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે ?
આયોજન
વ્યવસ્થાતંત્ર
કર્મચારી વ્યવસ્થા
દોરવણી
વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે ?
તાલીમ આપવી
કર્મચારીઓને છૂટા કરવા
નિષ્ણાંતોની નિમણુક કરવી
સુધારાલક્ષી પગલા લેવા
એકમમાં સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામ મળે ત્યારે શું કરવામાં આવે છે ?
ધોરણો સુધારીને નીચાં કરવા
ધોરણો સુધારીને ઊંચાં કરવા
ધોરણોમાં ફેરફાર ન કરવો
ધોરણો દૂર કરવાં
સંપત્તિના મહત્વની કરણ નો હેતુ બીજા કયા નામે ઓળખાય છે ?
સામાજિક કલ્યાણ
મૂડીરોકાણ
ચોખ્ખું વર્તમાન મૂલ્ય
ઈક્વિટી પરનો વેપાર
નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે ?
નાણાં કાર્ય
નાણાં બજાર
મૂડી બજાર
શેરબજાર
મૂડી માળખાના કેટલા પ્રકારો છે ?
બે
ત્રણ
ચાર
પાંચ
વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે ?
કંપની રજીસ્ટ્રાર
અદાલત
શેર બજાર
સેબી
ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતો નો વધારો એટલે ....
હકારાત્મક કાર્યશીલ મૂડી
નકારાત્મક કાર્યશીલ મૂડી
સરભર કાર્યશીલ મૂડી
કુલ કાર્યશીલ મૂડી
સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે ?
સેબી
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
નાણાકીય સંસ્થાઓ
નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણ માટેનું બજાર એટલે......
શેરબજાર
પ્રાથમિક બજાર
ગૌણ બજાર
સટ્ટા બજાર
ડિપોઝિટરી ધારો ક્યાં વર્ષે અમલમાં આવ્યો ?
1991
1992
1995
1996
જામીનગીરીઓના ખરીદ-વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે ?
બે
ત્રણ
ચાર
પાંચ
ડિપોઝિટરી એ તેની કામગીરી શરૂ કરતાં પહેલા કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે ?
શેરબજાર
કેન્દ્ર સરકાર
સેબી
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
બજારીય વિભાવનામાં કોણ કેન્દ્રસ્થાને હોય છે ?
પેદાશ
ઉત્પાદન
ગ્રાહક
નફો
અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે ?
કિંમત વધારવામાં આવે છે .
ઉત્પાદન વધારવામાં આવે છે .
રૂપ રંગમાં ફેરફાર કરવામાં આવે છે .
વેચાણ વધારવામાં આવે છે .
વધુ પડતા જાહેરાત ખર્ચને કારણે શું થાય છે ?
પેદાશ ની કિંમતમાં વધારો થાય છે .
પેદાશ વધુ આકર્ષક બને છે .
પેદાશ વધુ ગુણવત્તા વાળી બને છે .
પેદાશ બધે જ પ્રાપ્ય થાય છે .
જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલી સપાટી વાળી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ એમ કહેવાય ?
એક
બે
ત્રણ
શૂન્ય
બ્રાન્ડિંગ નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?
પેદાશ ની જાહેરાત કરવાનો
પેદાશ વધુ ટકાઉ બનાવવાનો
પેદાશ કાયદા મુજબ બનાવવાનો
હરીફો ની પેદાશ થી પોતાની પેદાશ અલગ બનાવવાનો
