wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

પરસ્ત્રી શબ્દ કયો પ્રત્યય લાગ્યો છે?

a)

પૂર્વપ્રત્યય

b)

પર પ્રત્યય

c)

મધ્ય પ્રત્યય

d)

તદ્વિત પ્રત્યય

2.

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે

પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે- કાવ્યપંક્તિ માં અલંકાર છે?

a)

ઉપમા અલંકાર

b)

અંત્યાનુપ્રાસ અલંકાર

c)

શ્લેષ અલંકાર

d)

આપેલ પૈકી એક પણ નહીં

3.

'કપટરહિત' શબ્દનો સમાસ ઓળખાવો

a)

બહુવ્રીહી સમાસ

b)

દ્વન્દ્વ સમાસ

c)

તત્પુરુષ સમાસ

d)

આપેલ પૈકી એક પણ નહીં

4.

' ચંદ્રના અજવાળામાં તરવાર ઝાખું હરખી રહી હતી' વાક્યમાંનો અલંકાર ઓળખાવો.

a)

વ્યાજસ્તુતિ અલંકાર

b)

અનન્વય અલંકાર

c)

ઉપમા અલંકાર

d)

સજીવારોપણ અલંકાર

5.

આણવું - તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો

a)

આનું

b)

લાવવું

c)

આણુ

d)

પહેલાનું

6.

વણલોભી- શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે?

a)

પૂર્વ પ્રત્યય

b)

પર પ્રત્યય

c)

મધ્ય પ્રત્યય

d)

કૃત પ્રત્યય

7.

તાળી લાગવી- રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

a)

તાળી વગાડવી

b)

રામનું નામ જપવું

c)

એકતાન થવું

d)

આપેલ તમામ

8.

સમાન દ્રષ્ટિ રાખનાર- આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

a)

સમ નજર

b)

સમુદૃષ્ટિ

c)

સમદૃષ્ટિ

d)

આપેલ પૈકી એક પણ નહીં

9.

નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

a)

અભીમાન

b)

વણલોભિ

c)

વૈષ્ણવજન

d)

પરસ્તરી

10.

નીચે આપેલા શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.

a)

નેશનલ

b)

જયોગ્રાફિક

c)

ડિસ્કવરી

d)

આઇસ્ક્રીમ

11.

નીચે આપેલા વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધી તેનો પ્રકાર દર્શાવો.

- એક જ મકાનમાં અમે ઉપર નીચે રહીએ.

a)

એક- સંખ્યાવાચક ક્રિયાવિશેષણ

b)

અમે - સાર્વનામિક ક્રિયાવિશેષણ

c)

ઉપર નીચે સ્થળવાચક ક્રિયાવિશેષણ

d)

રહીએ ક્રિયાવાચક

12.

' સંતોષ' શબ્દનો આપેલ વિકલ્પોમાંથી કયો સંધિવિગ્રહ સાચો છે તે જણાવો.

a)

સમ્+તોષ

b)

સમતો+ષ

c)

સમ્+અતોષ

d)

આપેલ તમામ

13.

એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેઓ કાચનું સુશોભન -આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

a)

ગરબો

b)

ઝુમ્મર

c)

સંગેમરમર

d)

આપેલ પૈકી એક પણ નથી

14.

વીનુકાકા વાતવાતમાં હંમેશા કહેતા- આપેલ કર્તરી વાક્યની ભાવે વાક્યરચના જણાવો.

a)

વીનુકાકા વાતવાતમાં હંમેશા કહેશે

b)

વીનુકાકાથી વાત વાતમાં કહેવાય જ નહીં

c)

વીનુકાકાથી વાતવાતમાં હંમેશા કહેવાતું

d)

વીનુકાકા વાતવાતમાં હંમેશા કહેતા

15.

માનવભક્ષી -શબ્દનો સમાસ ઓળખાવો

a)

દ્વંદ્ર સમાસ

b)

ઉપપદ સમાસ

c)

દ્વિગુ સમાસ

d)

તત્પુરુષ સમાસ

16.

આ સૌથી સુંદરમાં સુંદર મકાન મળ્યું છે- આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો વિશેષણ ઓળખાવી તેનો પ્રકાર જણાવો.

a)

ગુણવાચક વિશેષણ

b)

કૃદંતવાચક વિશેષણ

c)

વિશેષણનું વિશેષણ

d)

આપેલ પૈકી એક પણ નહીં

17.

લિત્+જત - શબ્દની સાચી સંધિ જોડો.

a)

લિજ્જત

b)

લિજ્જટ

c)

લીજ્જત

d)

આપેલ તમામ

18.

હલકો અંધકાર ઊતરી રહ્યો હતો - વાક્યમાંનું ક્રિયા વિશેષણ ઓળખાવી તેનો પ્રકાર જણાવો

a)

રીતીવાચક ક્રિયાવિશેષણ

b)

સમયવાચક ક્રિયાવિશેષણ

c)

સ્થળવાચક ક્રિયાવિશેષણ

d)

પરિમાણવાચક ક્રિયાવિશેષણ

19.

'માયકાંગલુ' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધીને જણાવો

a)

માંદુ

b)

અશક્ત

c)

સશક્ત

d)

નબળું

20.

'માથું ધુણાવવું' રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો

a)

ના પાડવી

b)

માતાજી આવવા

c)

સંમતિ આપવી

d)

માથું હલાવી હા કે ના નો ઇશારો કરવો

21.

ઉપકાર શબ્દનો વિરોધી શબ્દ જણાવો

a)

અઉપકાર

b)

અનુપકાર

c)

અપકાર

d)

આપેલ પૈકી એક પણ નહીં

22.

મારાથી જિંદગીમાં બહુ આગળ ન આવી શકાયું - આપેલ વાક્યની કર્તરી વાક્ય રચના જણાવો

a)

મેથી જિંદગીમાં આગળ ન આવી શકાયું

b)

મારી જિંદગીમાં આગળ ન આવી શકાયું

c)

હું જિંદગીમાં આગળ ન આવી શક્યો

d)

અમે જિંદગીમાં ખૂબ આગળ આવી ગયા

23.

ધિક્કાર- સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

a)

વ્યક્તિવાચક સંજ્ઞા

b)

ભાવવાચક સંજ્ઞા

c)

ક્રિયાવાચક સંજ્ઞા

d)

સમૂહ વાચક સંજ્ઞા

24.

મોરના ઈંડાને ચીતરવા ના પડે - આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો.

a)

મોરના ઈંડા ચીતરવા ન હોય

b)

શુરવીરના છોરું ને પલોટવા ના પડે

c)

હોશિયાર માતાપિતાના સંતાનોમાં કંઈ કહેવાનું ના હોય

d)

મોર ચિતર્યા વગર રૂપાળો હોય

25.

ઉત્તીર્ણ - શબ્દનો વિરોધી શબ્દ જણાવો

a)

અનુત્તિર્ણ

b)

ઉત્તમ

c)

અધમ

d)

અધમાધમ