wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Untitled Quiz

Total questions: 30

Worksheet time: 20mins

Name
Class
Date
1.

🔲કહેવતનો સાચો અર્થ શોધો.🔲


ઉજળું એટલું દૂધ નહિ

a)

બાહ્ય દેખાવથી છેતરાવું નહિ

b)

મુશ્કેલ કાર્ય કરવું

2.

🔲કહેવતનો સાચો અર્થ શોધો.🔲


ઓળખાણ મોટી ખાણ છે.

a)

ઓળખાણ હમેશા લાભદાયી નિવડે છે

b)

ખર્ચ ઉપર વધુ ખર્ચ

3.

🔲કહેવતનો સાચો અર્થ શોધો.🔲


કુમળું ઝાડ વાળીએ તેમ વળે

a)

દોષ સમજાય કે તરત છોડવો

b)

નાનપણમાં જેટલી સારી ટેવ પાડવી હોય તેટલી પાડી શકાય

4.

🔲કહેવતનો સાચો અર્થ શોધો.🔲


ખાડો ખોદે તે પડે

a)

કઈ કામ ન કરનાર,ભૂલ જ ન કરે

b)

કોઈનું બૂરું કરવા મથનાર અંતે તો પોતેજ નુકસાન માં ઉતરે

5.

★ કહેવતનો અર્થ શોધો. ★


જાગ્યા ત્યારથી સવાર

a)

જગ્યા ન મળે તો તેનો ત્યાગ

b)

દોષ સમજાય કે તરતજ છોડવો

6.

★ કહેવતનો અર્થ શોધો. ★


જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

a)

દ્રષ્ટિ અને જગત બન્ને કુદરતી જ હોય

b)

જેવા પોતે હોય તેવા અન્ય પણ લાગે

7.

★ કહેવતનો અર્થ શોધો. ★


ઝાઝા હાથ રળિયામણા

a)

હમેશા એકસાથે અનેક કામ કરવા

b)

વધારે માણસો હોય તો કામ જલ્દી અને સારું થાય

8.
મન હોય તો માળવે જવાય
a)
પ્રબળ ઈચ્છા હોય તો સફળ થવાય
b)
કંઈક પામવા માટે કંઈક ખોવુ પડે છે
c)
સફળ થવા પરદેશ જવુ
d)
એક પણ નહિ
9.
અધૂરો ઘડો છલકાય ઘણો
a)
ઓછી આવડતવાળો વધુ જ્ઞાની હોવાનો દેખાવ
b)
આવડત પ્રમાણે કામ સોંપવુ
c)
ઘડો અધૂરો રાખવો
d)
ઓછી આવડતવાળા વિનમ્ર હોય છે
10.
ઉતાવળે આંબા ન પાકે
a)
આંબા પકવવા માટે ઉતાવળની જરૂર છે
b)
ઉતાવળ કરવાથી લાભ થાય છે
c)
ઉતાવળ કરવાથી સારુ થાય નહિ
d)
આંબો પાકતા વાર લાગે છે
11.
પાણી પહેલા પાળ બાંધવી
a)
પાણી આવતુ હોય એ પહેલા પાળ બાંધવી
b)
મુશ્કેલી આવ્યા પહેલા અગમચેતી વાપરીને તેનો ઉકેલ શોધવો
c)
મુશ્કેલ સમયે ઉપાય શોધવા
d)
મુશ્કેલી આવવાની રાહ જોવી
12.
ગાજ્યા મેઘ વરસે નહિ
a)
બોલે તે બધુ કરે
b)
બોલે તે કંઈ ન કરે
c)
બોલે તેના બોર વેચાય
d)
વધુ બોલવુ સારુ નહિ
13.
ચળકે તેટલું સોનુ નહિ
a)
બાહ્ય દેખાવથી છેતરાવું નહિ
b)
બીજા કરતા વધુ સારુ દેખાવુ
c)
બહુ દેખાવ સારો નહિ
d)
સોનુ વધારે ચમકે છે
14.

એક હાથે તાળી ન પડે - કહેવત નો અર્થ શોધો.

a)

કરે તેવું પામે

b)

સહકાર વગર કામ ન થાય

c)

ભલા સાથે સૌ ભલું

15.

ધીરજનાં ફળ મીઠાં -કહેવતનો અર્થ શોધો.

a)

ધીરજ રાખવાથી અનેક લાભ થાય

b)

કરે તેવું પામે

c)

વધારે માણસો હોય તો કામ જલ્દી ને સારું થાય .

16.

નમે તે સૌને ગમે - કહેવતનો અર્થ શોધો.

a)

નમ્રતા મોટો ગુણ છે.

b)

તંદુરસ્તી એ પ્રથમ સુખ

c)

સંપથી શાંતિ ને સુખ મળે

17.

પારકી આશ સદા નિરાશ - કહેવતનો અર્થ શોધો.

a)

કરે તેવું પામે

b)

બીજા ઉપરનો આધાર નકામો

c)

બીજાની મદદ જોઈએ જ

18.

પહેલું સુખ જાતે નર્યા - કહેવતનો અર્થ શોધો.

a)

તંદુરસ્તી એ પ્રથમ સુખ

b)

સહકાર વગર કામ ન થાય

c)

કહ્યા વગર કોઈ કામ ન બને

19.

મન હોય તો માળવે જવાય - કહેવતનો અર્થ શોધો.

a)

કરે તેવું પામે

b)

કહ્યા વગર કોઈ કામ ન બને

c)

ઈચ્છા હોય તો બધું થાય

20.

વાવે તેવું લણે - કહેવતનો અર્થ શોધો.

a)

કરે તેવું પામે

b)

સોબત તેવી અસર

c)

સહકાર વગર કામ ન થાય

21.

સંપ ત્યાં જંપ -કહેવતનો અર્થ શોધો

a)

સંપથી શાંતિ ને સુખ મળે

b)

પહેલેથી વિચારીને પગલું ભરવું સારું.

c)

નમ્રતા મોટો ગુણ છે

22.

સંગ તેવો રંગ - કહેવતનો અર્થ શોધો

a)

પહેલેથી વિચારીને પગલું ભરવું સારું.

b)

સોબત તેવી અસર

c)

કોઈ કામ સહકાર વગર ન થાય

23.

બે હાથ વગર તાળી ન પડે - કહેવતનો અર્થ શોધો

a)

વધારે માણસો હોય તો કામ જલ્દીને સારું થાય

b)

જેવા પોતે તેવા બીજા

c)

કોઈ કામ સહકાર વગર ન થાય

24.

બોલે તેના બોર વેચાય - કહેવતનો અર્થ શોધો

a)

કરે તેવું પામે

b)

કહ્યા વગર કોઈ કામ ન બને

c)

ઇચ્છા હોય તો બધું થાય

25.

ઝાઝા હાથ રળિયામણા - કહેવતનો અર્થ શોધો

a)

વધારે માણસો હોય તો કામ જલ્દીને સારું થાય

b)

પહેલેથી વિચારીને પગલું ભરવું સારું.

c)

બીજા ઉપરનો આધાર nkamo

26.
દુઃખમાં વધુ દુઃખ આપવું - અર્થ ધરાવતી યોગ્ય કહેવત શોધો.
a)
પહેલું સુખ તે જાતે નર્યા
b)
દાઝ્યા પર ડામ દેવો
c)
વાડ વિના વેલો ન ચડે
d)
27.
એન્જીનીયર બન્યા પછી હું એક કંપનીમાં નોકરી માટે ગયો. ત્યાં મારા જેવી જ લાયકાત ધરાવતા ઘણાં ઉમેદવારો હતા. એક પછી એક ઉમેદવારને બોલાવવામાં આવ્યા . મારો વારો પણ આવ્યો . મે ત્યાંના માલિકને મારા કાકા ધારાસભાના મંત્રી છે તેવું કહ્યું તે સાંભળીને મને નોકરીએ રાખી લીધો . આપેલી પરિસ્થિતિ માટે કઈ કહેવત યોગ્ય છે ?
a)
બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા
b)
ધીરજના ફળ મીઠાં
c)
ઓળખાણ મોટી ખાણ છે
d)
28.
‘‘ પારકી આશ સદા નીરાશ‘‘ માટેની વિરોધી કહેવત શોધો.
a)
આશા અમર છે
b)
બીજાની આશાએ બેસી રહેવાથી નિરાશા મળે છે.
c)
પોતાના પર આશા રાખવી નહિ
d)
29.
સમાન અર્થ ધરાવતી કહેવત શોધો. ૧. કાગનો વાઘ કરવો .૨. અધૂરો ઘડો છલકાય ઘણો ૩. સંપ ત્યાં જંપ ૪. ખાલી ચણો વાગે ઘણો
a)
1, 2
b)
3, 4
c)
2, 4
d)
30.

હાથના કર્યા હૈયે વાગ્યા એટલે

a)

જેવું કરો તેવું પામો

b)

જેવું કરો તેવું ના પામો

c)

જેવું ભરો તેવું પામો