NEW
Font size
WorksheetsGujarati
Total questions: 30
Worksheet time: 30mins
નીચેના માંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી ?
એક બીજાના દુઃખને સમજી શકે છે.
નિરભિમાની હોય છે.
અભિમાની હોય છે.
કોઈની પણ નિંદા કરતો નથી.
વાચ, કાછ, મન નિર્મળ રાખે એટલે ?
વાણી, ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે.
વાણી, કાયા અને મનને કપટી બનાવે.
વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે
વાણી, કાયા અને મનને ચંચળ રાખે.
ગુજરાતી સાહિત્યમાં "આદિકવિ" નું બિરુદ કોને મળેલું છે ?
નરસિંહ મહેતા
મીરાબાઈ
ગંગાસતી
પ્રેમાનંદ
નરસિંહ મહેતાના પદ ક્યાં નામે જાણીતા છે ?
ભજન
પ્રભાતિયા
આખ્યાન
ગઝલ
"વૈષ્ણવજન" શબ્દમાં ક્યો સમાસ રહેલો છે ?
કર્મધારય
ઉપપદ
બહુવ્રિહી
તત્પુરૂષ
વૈષ્ણવજનતો તેને કહીએ જે............પરાઇ જાણે રે.
પીડ
સત્ય
નિંદા
વૈરાગ્ય
તૃષ્ણા શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો ?
લોભ
લાલસા
કપટ
ક્રોધ
ઉપકાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો ?
પરોપકાર
અપકાર
અભિમાન
આશ્વાસન
રામનામ શબ્દનો સમાસ જણાવો.
તત્પુરુષ
કર્મધારય
ઉપપદ
બહુવ્રીહી
વૈષ્ણવજન સમગ્ર કાવ્યમાં ક્યો અલંકાર રહેલો છે ?
વર્ણાનુપ્રાસ
ઉપમા
રૂપક
અંત્યાનુપ્રાસ
શીલવંત શબ્દનો અર્થ જણાવો
ચારિત્ર્યવાન સાધુ
શરમાળ સાધુ
નાશવંત સાધુ
ભગવાધરી સાધુ
નીચેના માંથી ક્યો શબ્દ મિથ્યા શબ્દનો સમાનાર્થી નથી.
ફોગટ
કામનું
વ્યર્થ
નકામું
"આઠે પો'ર" શબ્દમાં પો'ર શબ્દનો અર્થ જણાવો
બપોર
પ્રહર
પ્રભાત
પારકું
"સદાય ભજનનો વ્યાપાર" પંક્તિમાં ક્યો અલંકાર રહેલો છે ?
શ્લેષ
ઉપમા
રૂપક
ઉત્પ્રેક્ષા
"જેને જાગી ગયો તુરિયાનો તાર રે" રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
સદાય દિવ્ય આનંદમાં રહેવું
નિર્મોહી થઈને જીવવું
સમજણ શક્તિનો ઉદય થવો
પ્રભુભક્તિમાં લીન રહેવું
મહારાજ શબ્દમાં ક્યો સમાસ રહેલો છે ?
તત્પુરુષ
કર્મધારય
ઉપપદ
એકપણ નહિ
નીચેનામાંથી ક્યો શબ્દ "શત્રુ" શબ્દનો સમાનાર્થી નથી.
દુશ્મન
સખા
અરિ
રિપુ
"શીલવંત સાધુને" કાવ્ય નો સાહિત્ય પ્રકાર જણાવો
પદ
ભજન
પ્રભાતિયા
મુક્તક
સદાય ભજનનો .......
વ્યાપાર
વેપાર
વ્યવહાર
વાણિજ્ય
મનમસ્ત શબ્દ નો સમાસ જણાવો
તત્પુરુષ
બહુવ્રીહી
ઉપપદ
કર્મધારય
શિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે?
મલિન
નિર્મળ
સુંદર
સારી
આઠેપોર શબ્દમાં કયો સમાસ રહેલો છે?
દ્વિગુ
તત્પુરુષ
કર્મધારય
બહુવ્રીહી
પારકાના હિત માટે કાર્ય કરવુ તે
સ્વાર્થ
સંગત
બુરાઈ
પરમાર્થ
"પરધન નવ ઝાલે હાથ રે" આ પંક્તિમાંથી ક્રિયાવિશેષણ શોધો.
ધન
ઝાલે
પર
નવ
સંસાર પ્રત્યે રાગ કે આશક્તિ ના હોય તે
સમભાવ
વૈરાગ્ય
અનુરાગ
મોહિત
નરસિંહ મહેતાની કર્મભૂમિ જણાવો.
જુનાગઢ
ભાવનગર
તળાજા
સોમનાથ
"તાળી લાગવી" રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો
તાળી પાડવી
લગની લાગવી
નિર્મોહી થવું
સમદૃષ્ટિ રાખવી
અભિમાન શબ્દનો પ્રત્યય જણાવો
પૂર્વ પ્રત્યય
પર પ્રત્યય
બંને પ્રત્યય
એક પણ નહીં
નિંદા શબ્દનો વિરુદ્ધાર્થી જણાવો.
મલીન
વિષમ
વખાણ
કપટ
શીલવંત સાધુ શાને મિથ્યા કરી જાણે છે ?
મોહમાયાને
નામરૂપને
કામકાજને
સંસારને
