wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Social science

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

કઈ ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલ છે?

a)

ઇલોરા

b)

અજંતા

c)

એલિફન્ટા

d)

ખંભાલીડા

2.

નીચેની પૈકી કઈ જોડી સાચી છે?

a)

શારદાપીઠ-સોમનાથ

b)

પોળો ઉત્સવ-વડનગર

c)

ઉતરાર્ધ નૃત્ય મહોત્સવ-મોઢેરા

d)

સીદી સૈયદની જાળી-ભાવનગર

3.

ઊર્જા મેળવવા માટે લાકડાની સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ?

a)

પેટ્રોલ ઊર્જાનો

b)

સૌર ઊર્જાનો

c)

ડીઝલ ઊર્જાનો

d)

કેરોસીન ઊર્જાનો

4.

દુનિયામાં કયો એવો દેશ છે જેમાં સિંહ અને વાઘ તેમના કુદરતી આવાસમાં વિચરે છે?

a)

રશિયા

b)

ચીન

c)

બ્રાઝિલ

d)

ભારત

5.

રંગે શ્યામ, ૪થી૫ ફુટ ઉંચી અને વાંકડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે.......?

a)

મોંગોલોઇડ

b)

ઓસ્ટ્રેલોઈડ

c)

નેગ્રીટો

d)

આર્યો

6.

આપણા બંધારણની કઈ કલમ માં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે ?

a)

કલમ-૫૧ (ક)

b)

કલમ -૫૧ (છ)

c)

કલમ -૫૧ (જ)

d)

કલમ -૫૧(ઝ)

7.

ભારતમાં કુલ કેટલા અભયારણ્યો છે?

a)

૫૩૫

b)

૫૩૧

c)

૫૪૫

d)

૫૧૩

8.

ભારતમાં કયા પ્રાણીઓ લુપ્ત થવાની તૈયારીમાં છે?

a)

સિંહ ,હાથી ,ઘોરાડ

b)

દિપડો,વાઘ,હાથી

c)

સાબર, ઘુડખર,ડોલ્ફિન

d)

ગુલાબી ગરદન વાળી બતક, સારસ, ઘુવડ

9.

દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષા નો સમાવેશ ન કરી શકાય?

a)

હિન્દી

b)

તમિલ

c)

કન્નડ

d)

મલયાલમ

10.

ભારતમાં કઇ પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો?

a)

સીદી

b)

ભીલી

c)

હબસી

d)

આદિવાસી

11.

ક્યાં જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે?

a)

અનામત

b)

સંરક્ષિત

c)

અવર્ગીકૃત

d)

સામુદાયિક

12.

ઓડીશા, મેઘાલય, પંજાબ અને અરુણાચલ પ્રદેશમાં ક્યા પ્રકારના જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે?

a)

ખાનગી

b)

જાહેર

c)

સામુદાયિક

d)

અનામત

13.

વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે?

a)

બાર લાખ

b)

એકવીશ લાખ

c)

આઠ લાખ

d)

પંદર લાખ

14.

મને ઓળખો

અમે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં વિશેષ ફાળો આપેલો છે અને ખેતી કરવી, માટીના વાસણો બનાવવા, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું જેવા કૌશલ્યો ધરાવતા હતા

a)

આર્યો

b)

નિષાદ

c)

દ્રવિડ

d)

કિરાત

15.

કિર્તીતોરણ કયા આવેલું છે?

a)

મહેસાણા

b)

સિધ્ધપુર

c)

વડનગર

d)

પાટણ

16.

નીચેનામાંથી કઈ પ્રજા ઉત્તર-પશ્ચિમ ચીનમાંથી તીબેટ થઈ આવી ઉત્તર અસમ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ માં વસવાટ કર્યો?

a)

દ્રવિડ

b)

મોંગોલોઇડ

c)

ડીનારિક

d)

આર્મેનોઇડ

17.

સ્થળ ઓળખો:-

૧) અહીં એક થી વધુ પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે.

૨) અહીં પાલતુ પસુચારણ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.

૩) આ સ્થળની સ્થાપનામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નું સંકલન હોય છે.

a)

રાષ્ટ્રીય ઉદ્યાન

b)

અભયારણ્ય

c)

જૈવઆરક્ષિત ક્ષેત્ર

d)

પ્રાણીસંગ્રહાલય

18.

વન્ય પ્રાણી અભ્યારણ બાબતે કઈ હકીકત સાચી છે?

a)

અભ્યારણમાં કોઈપણ વ્યક્તિ પશુ ચારણ કરાવી શકતી નથી.

b)

અભ્યારણમાં ચોક્કસ મર્યાદામાં માનવ જાતિઓ માટે અનુમતિ હોય છે.

c)

અભ્યારણમાં માનવીના હરવા-ફરવા પર પ્રતિબંધ હોય છે.

d)

ગુજરાતમાં એક પણ અભ્યારણ નથી.

19.

વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે?

a)

ચોથુ

b)

છઠ્ઠું

c)

પાંચમું

d)

સાતમું

20.

કયો મેળો ધોળકા (અમદાવાદ) માં કારતક સુદ પૂનમના રોજ ભરાય છે?

a)

વૌઠા

b)

તરણેતર

c)

ભાંગુરિયા

d)

ડાંગ દરબાર

21.

આપણે નદીઓને શેનું બહુમાન આપ્યું છે?

a)

જગમાતા

b)

લોકમાતા

c)

જનદેવી

d)

જગતમાતા

22.

ગુજરાતના જંગલોમાં લુપ્ત થયેલો વન્યજીવ કયો છે?

a)

ઘુડખર

b)

રીછ

c)

વાઘ

d)

દિપડા

23.

નિર્વનીકરણ ને લીધે વાતાવરણમાં કયા વાયુની માત્રા વધે છે?

a)

સલ્ફર ડાયોક્સાઇડ

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

કાર્બન મોનોક્સાઈડ

d)

ઓક્સિજન

24.

ભારતમાં મોટા ભાગના ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે?

a)

અસમ

b)

નાગાલેન્ડ

c)

મિઝોરમ

d)

અરુણાચલ પ્રદેશ

25.

સાંસ્કૃતિક વારસો એટલે?

a)

માનવ સર્જિત

b)

ભૌતિક

c)

જૈવિક

d)

બૌદ્ધિક