NEW
Font size
Worksheetsધોરણ 6 એકમ 8 ભારતવર્ષની ભવ્યતા
Total questions: 21
Worksheet time: 11mins
ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું ?
મહાત્મા ગાંધીજીએ
જવાહરલાલ નહેરુએ
રવીન્દ્રનાથ ટાગોરે
સ્વામી વિવેકાનંદે
પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું ?
સમૃદ્ધ ગામડાઓ
સમૃદ્ધ નગર શેઠ
ચોકી પહેરો
સંગીન ગટ૨ યોજના
ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો ?
ગ્રામ સેવક
ગ્રામ ભોજક
મુખી
સરપંચ
નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય ?
ચિત્રકલા નો
સ્થાપત્ય કલાનો
નૃત્ય કલાનો
સંગીત કલાનો
બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી ?
વેદોને સમજાવવા માટે
આર્થિક ઉપાર્જન માટે
યજ્ઞ કરવા માટે
શિક્ષણ મેળવવા માટે
ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે ?
બ્રાહ્મણ ગ્રંથોનો
સ્મૃતિઓનો
વેદોનો
આરણ્યકોનો
વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું ?
વૈદિક મહાભારત
કુરુ સહિતા
વ્યાસ સંહિતા
જય સંહિતા
ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કોને ગણવામાં આવે છે ?
વેદોને
ઉપનિષદોને
બ્રાહ્મણ ગ્રંથોને
જૈન ગ્રંથોને
બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે ?
આગમ ગ્રંથો
કાયદા ગ્રંથો
ત્રિપિટક
ઇસપની કથાઓ
મિલિન્દ પાન્હો નામના બૌદ્ધ ગ્રંથની રચના કોણે કરી હતી ?
બાણભટ્ટે
અશ્વઘોષે
નાગસેને
વાગભટ્ટે
જૈન ગ્રંથો કયા નામે ઓળખાય છે ?
જાતક ક્થાઓ
આગમ ગ્રંથો
સંગમ સાહિત્ય
બોધ કથાઓ
કયા વિશ્વવિખ્યાત ચિત્ર ને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે ?
પદ્મપાણીના
નટરાજના
બુદ્ધની સાધનાના
રાસલીલાના
કયું શિવમંદિર એક જ શીલામાંથી કોતરવા માં આવેલું છે ?
પદ્મનાભનું
કૈલાશનું
ઇલોરાનું
સોમનાથનું
ગ્રીક અને ભારતીય કલાના સંગમથી ભારતમાં કઈ કલાશૈલી વિકાસ પામી હતી ?
મથુરાકલા
ગાંધારકલા
માગધી કલા
ગ્રીક કલા
કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે ?
બૌદ્ધસ્તૂપ
કનિષ્ક સ્તૂપ
શાહજી કી ડેરી
બુદ્ધ કી ડેરી
વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે ?
શ્રવણ બેલગોડામાં
પાવાપુરીમાં
પાલિતાણામાં
રાણકપુરમાં
ગાંધાર ક્ષેત્રમાં ક્યું મહાન શૈક્ષણિક તિર્થસ્થાન વિકાસ પામ્યું હતું ?
નાલંદા
વલભી
વિક્રમશીલા
તક્ષશીલા
પારાની ભસ્મ બનાવીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી ?
આચાર્ય નાગાર્જુને
વરાતમિહિરે
પાણિનીએ
વાગભટ્ટે
બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી ?
નાલંદા
તક્ષશીલા
વલભી
વિક્રમશીલા
સૌથી શ્રેષ્ઠ સિક્કા ક્યા સમયના જોવા મળે છે ?
કૃષાણ
મૌર્ય
ગુપ્ત
નંદ
ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતિય છે ?
સામાજિક
સાંસ્કૃતિક
પ્રાકૃતિક
વૈચારિક
