NEW
Font size
WorksheetsDRG POST TEST MODULE 4
Total questions: 13
Worksheet time: 7mins
Q. 1. કઇ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપવામાં આવે છે?
a. બાળક 1 વર્ષનુ થાય ત્યારે
b. બાળક 10 મહિનાનુ થાય ત્યારે
c. બાળક 6 મહિના થાય એટલે તરત જ
b. ઉપરનામાંથી કોઇ નહિ
Q. 2. આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?
a. જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થાય છે
b. જ્યારે બાળકનુ જન્મસમયે વજન 2 કિલોથી ઓછું હોય છે
c. જ્યારે બાળક સંપૂર્ણ તત્પરતા સાથે સ્તનપાન કરી શકતું નથી
d. ઉપરના બઘા
Q. 3. બાળકોને વિવિધતા સભર પોષણવાળો ખોરાક આપવાનુ શા માટે મહત્વપૂર્ણ છે?
a. આપેલ તમામ
b. સારી વૃદ્ધિ માટે
c. સારુ શીખવા અને પ્રવૃત્તિ માટે
d. ચેપ / રોગો સામે લડવા માટે
Q 4. બે વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ?
a. જન્મ બાદ તરત જ સ્તનપાની શરૂઆત અને 6 મહિના સુધી માત્ર સ્તનપાનની ખાતરી કરવી જોઈએ અને 6 મહિના પછી સ્તનપાન સાથે યોગ્ય માત્રામાં ઉપરી આહાર આપવો જોઈએ
b. બાળક બટાકા ખવડાવવા જોઇએ
c. બાળકની ડૉક્ટર પાસે તપાસ કરાવી અને દવા લેવી
.
b. ઉપરના બઘા
Q. 5. જે કુટુંબો માંસાહારી ખોરાકની વસ્તુઓનો ઉપયોગ કરે છે તેમાંથી નીચેનામાંથી કયો ખોરાક નાના બાળકને આપી શકાય છે?
a. ખીચડી, ખીર, છૂંદેલા ફળો અને શાકભાજી
b. સારી રીતે રાંધેલો અને છૂંદેલો કોઇપણ માંસાહારી ખોરાક
c. માત્ર છૂંદેલા ઇંડા સફેદ
d. માત્ર છૂંદેલા ઇંડા જરદી
Q 6. નીચેનામાંથી કયા વિઘાનો નબળા અને બિમાર નવજાત શિશુ માટે સાચા છે?
a. નબળા અને માંદા બંને નવજાત શિશુઓની ઘરે કાળજી લેવી જોઇએ
b. નબળા નવજાત શિશુને ફકત હોસ્પિટલમાં સારવાર આપી શકાય છે
c. નબળા નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે
d. બિમાર નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે
Q. 7. શરીર રચના માટે કયો ખોરાક સમૂહ મહત્વપૂર્ણ છે?
a. અનાજ અને ઘાન્ય જેમ કે બાજરી, જુવાર, નાગલી વગેરે
b. કઠોળ, લીગ્યુમ, નટ્સ અને નોન વેજ ફૂડ આઈટમ્સ
c. લીલા પાંદડાવાળી શાકભાજી
d. ખાદ્ય તેલ
Q 8. બાળકને સ્તનપાન કરાવવાની સાચી સ્થિતિ શું છે?
a. માતાએ ફક્ત બેસીને સ્તનપાન કરાવવુ જોઈએ
b. બાળકના આરામ (અનુકૂળતા) પર આધાર રાખે છે
c. માતાએ ફક્ત સૂતા-સૂતા સ્તનપાન કરાવવુ જોઈએ
d. માતાએ બેસીને અને સૂતા-સૂતા બંને સ્થિતિમાં સ્તનપાન કરાવવુ જોઈએ
Q. 9. 7 - 8 મહિનાનાં બાળકને ખોરાકની કઇ વસ્તુઓ આપી શકાય છે?
a. ભાતનુ પાણી (ઓસામણ)
b. દાળનું પાણી
c. ચા સાથે સોફ્ટ બિસ્કીટ
d. ખીચડી
Q .10 શું નવજાત શિશુને દરેક સ્તનપાન વખતે બંને સ્તનનુ દૂઘ પીવડાવવુ જોઈએ?
a. હા, તે બાળકની જરૂરીયાતને પરિપૂર્ણ કરે છે.
b. હા, કારણ કે તે વધુ દૂધના ઉત્પાદનમાં મદદ કરે છે
c. ના, બાળક બન્ને સ્તનનુ દૂઘ પી શકશે નહીં
d. એક સ્તનનુ દૂઘ પુરુ થાય ત્યાં સુઘી પીવડાવવું જોઇએ
Q. 11. સ્વચ્છતા જાળવવા માટે કુટુંબને કઈ સલાહ આપી શકાય?
a. બાળકને સંભાળતા પહેલા હાથ ધોવો
b. બાળકને ખવડાવવા માટે માત્ર સ્વચ્છ અને જંતુરહિત બોટલનો ઉપયોગ કરો
c. કોર્ડ (ગર્ભનાળ) સ્વચ્છ અને સૂકી રાખો
d. એ અને સી
Q12. નવજાત બાળકોમાં સ્તનપાનનું નિરીક્ષણ કરવું શા માટે મહત્વપૂર્ણ છે?
a. વધારાની સંભાળની જરૂર હોય તેવા નવજાત બાળકોને ઓળખ કરવાની તક આપે છે
b. હોસ્પિટલમાં સારવારની જરૂર હોય તેવા નવજાત બાળકોની ઓળખ કરવામાં મદદ કરે છે
c. સ્તનપાન અને પૂરક આહાર આપવાની સલાહ માટેની તક આપે છે
d. એ અને બી
Q. 13. આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે જીવિત રાખવામાં મદદ કરી શકીએ?
a. વધારાનુ સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને
b. વધારાનુ સ્તનપાન કરાવીને
c. કાંગારુ મધર કેર આપીને
d. બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને.
