NEW
Font size
Worksheetsમોડ્યુલ - ૧૪
Total questions: 11
Worksheet time: 6mins
સ્ટન્ટીંગનું મુખ્ય કારણ શું છે?
A).અપૂરતો ઉપરી આહાર
B).એનિમિયા
C). વારંવારની બિમારીઓ
D). એ અને સી.
બિમારી દરમિયાન બાળક શા માટે ખોરાક લેવાનું બંધ કરે છે?
A.બિમારી દરમિયાન બાળક સૂઈ રહે છે
B.માતા બાળકને ખવડાવવાનું બંધ કરે છે
C.ભૂખ ઓછી થઇ જાય છે
D. ઉપરનામાંથી કોઇ નહિ
આજે આપણે ક્યા મોડ્યુલની તાલીમ લઈ રહ્યાં છીએ ?
મોડ્યુલ નં - ૧૦
મોડ્યુલ નં - ૧૧
મોડ્યુલ નં - ૧૪
મોડ્યુલ નં - ૧૬
જો માતા બિમાર હોય તો બાળકના ખોરાક માટે શું કરવું જોઈએ?
માતાએ પોતાનું દૂધ આપવાનું ટાળવું જોઈએ
માતાની બિમારી દરમિયાન બાળકને ગાયનું દૂધ આપવું જોઈએ
માતાએ બાળકને સ્તનપાન ચાલુ રાખવું જોઈએ
ઉપરનામાંથી કોઇ નહિ
બિમારી દરમ્યાન માતાએ 9 મહિનાના બાળકને શું ખવડાવવું જોઈએ?
ફક્ત માતાનું દૂધ
માતાનું દૂધ અને પૂરક આહાર
ફકત ORS
ફકત પૂરક આહાર
બાળકને દૂઘ પીવડાવવા માટે બોટલનો ઉપયોગ કરવો કેમ જોખમી છે?
બોટલ બાળકમાં સ્વસ્થ દાંત વિકસાવવામાં મદદ કરે છે
બોટલથી દૂધ પીવડાવવામાં આવતાં બાળકોને પૂરક ખોરાક પસંદ નથી
ડીંટડી એ ચેપનો સંભવિત સંભવિત સોત છે જેનાથી ઝાડા થાય છે
ઉપરના તમામ
4 મહિનાના બાળકને બિમારી દરમિયાન માતાએ શું ખવડાવવું જોઈએ?
સ્તનપાન ટાળવું જોઈએ કારણ કે તે પચાવવું મુશ્કેલ છે
વારંવાર સ્તનપાન કરાવવું જોઇએ
સ્તનપાન (ફ્રીકવન્સી) માં ઘટાડો કરવો જોઇએ.
ઉપરનામાંથી એક પણ નહિ
મોડ્યુલ નં – 14 નું વિષયવસ્તુ જણાવો ?
સમયસર પૂરક આહાર શરૂ કરવાની ખાતરી કેવી રીતે કરવી
માત્ર ને માત્ર સ્તનપાન કરાવવામાં આવે તેની ખાતરી કરવી
માંદગી દરમિયાન બાળકનો આહાર
ગંભીર તિવ્ર કુપોષણની ઓળખ અને રોકથામ
આઈ. એલ. એ ( ILA ) નું પુરૂ નામ જણાવો ?
ઇન્ટ્રીગ્રેટેડ લર્નિંગ એપ્રોચ
ઈન્ક્રિમેન્ટ્લ લર્નિંગ એપ્રોચ
ઇન્ટિમેશન લર્નિંગ એપ્રોચ
ઇન્ટરકોન્સેપ્ટ લર્નિંગ એબ્રોડ
આપણે નબળા નવજાત બાળકની ઓળખ કેવી રીતે કરી શકીએ. ?
જો બાળકનો જન્મ ૮.૫ મહિના પહેલાં ( અધુરા માસે ) થયેલ હોય.
જો બાળકનું જન્મ સમયનું વજન ૨ કિ.ગ્રા. કરતાં ઓછું હોય.
જો બાળક યોગ્ય તીવ્રતાથી સ્તનપાન કરવા સક્ષમ ન હોય.
ઉપરના બધા જ
બે વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ ?
બાળકની ડૉક્ટર પાસે તપાસ કરાવી અને દવા લેવી
જન્મ બાદ તરતજ સ્તનપાનની શરૂઆત અને 6 મહિના સુધિ માત્ર સ્તનપાનની ખાતરી કરવી જોઈએ અને 6 મહિના પછી સ્તનપાન સાથે યોગ્ય માત્રામાં ઉપરી આહાર આપવો જોઈએ.
બાળકને બટાકા ખવડાવવા જોઈએ.
ઉપરના બધા જ.
