NEW
Font size
Worksheetsમોડ્યુલ - ૧૫
Total questions: 15
Worksheet time: 8mins
માતાના સ્તનમાંથી બહાર કાઢવામાં આવેલ દૂધ કેટલો સમય રાખી શકાય. બાળકને કેટલા સમય સુધી આપી શકાય છે?
6 કલાક
4 કલાક
5 કલાક
8 કલાક
નવજાત શિશુમાં સ્તનપાન સંબંધિત કેટલીક સમસ્યાઓ શું છે?
A). બાળકને સ્તન સાથે અયોગ્ય રીતે જોડાણ / વળગાડવું
B). ડીંટડી પર ચીરા / લાલાશ
C) .નબળું નવજાત શિશુ યોગ્ય તીવ્રતાથી દૂધ પીવામાં અસમર્થ
D). એ અને સી
નવજાત બાળકને માતાના સ્તનમાંથી કાઢવામાં આવેલ દૂઘ કેવી રીતે આપવું જોઈએ?
A). વાડકી/ કટોરી અને ચમચી દ્વારા
B). પલાડીના ઉપયોગ અને ચમચી દ્વારા
C). બોટલનો ઉપયોગ કરીને
D). એ અને બી
માતાનું સંગ્રહ કરી રાખેલ દૂધ બાળકને કેવી રીતે પીવડાવવું જોઈએ?
દૂધને પીવડાવતા પહેલાં થોડું ગરમ કરવું જોઈએ
દૂધ પીવડાવતા પહેલા થોડું ગરમ પાણી સાથે દૂઘને ભેળવવું જોઈએ
દૂધને બરાબર ઉકાળવું જોઈએ અને પછી ઠંડુ કરવું જોઈએ
દૂધ ગરમ કર્યા વગર પીવડાવવું જોઈએ
બાળકને માતાના સ્તનમાંથી બહાર કાઢવામાં આવેલ દૂધ પીવડાવવાના સંદર્ભમાં આપેલ નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?
શિયાળામાં બહાર કાઢેલ દૂધ બાળકને આપતા પહેલાં ગરમ કરવું જોઈએ.
બહાર કાઢેલ દૂઘ બાળક બેસાડીને અને સૂતાં-સૂતાં આપી શકાય છે
બહાર કાઢેલ દૂધ આપતાં પહેલાં બાળકને સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરો
સ્તનપાન કરાવવા કરતાં બહાર કાઢેલ દૂધ પીવડાવવું સરળ છે
બાળકને કયાં સુઘી (કેટલો સમય) બહાર કાઢેલ દૂધ આપવું જોઈએ?
બાળક એક મહિનાનું થાય ત્યાં સુધી
બાળકનું વજન 2.5 કિલોગ્રામ થાય ત્યાં સુધી
બાળક કેટલું સમય પહેલાં (પ્રિમેચ્યોર) જન્મેલ છે તેના પર નિર્ભર છે
ઉપરનામાંથી એકપણ નહિ
આજે આપણે ક્યા મોડ્યુલની તાલીમ લઈ રહ્યાં છીએ ?
મોડ્યુલ નં - ૧૦
મોડ્યુલ નં - ૧૪
મોડ્યુલ નં - ૧૫
મોડ્યુલ નં - ૧૬
આઈ. એલ. એ ( ILA ) નું પુરૂ નામ જણાવો ?
ઇન્ટ્રીગ્રેટેડ લર્નિંગ એપ્રોચ
ઇન્ટરકોન્સેપ્ટ લર્નિંગ એબ્રોડ
ઈન્ક્રિમેન્ટ્લ લર્નિંગ એપ્રોચ
ઇન્ટિમેશન લર્નિંગ એપ્રોચ
માતામાં ડીંટડી પર ચીરા / લાલાશ થઇ ગઇ છે તે કેવી રીતે ઓળખી શકાય?
A). સંપૂર્ણ ભરાયેલા દેખાશે
B). જ્યારે બાળક સ્તનપાન કરશે ત્યારે માતાને સ્તનની ડીંટડીનો દુ:ખાવો થશે
C). સ્તનની ડીંટડી પર ચીરા જોઇ શકાશે
D) .બી અને સી
સ્તન ભારે (સ્તનમાં દૂઘનો ભરાવો) થવાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાનો યોગ્ય છે?
A). સ્તન ભારે (દૂધનો ભરાવો) હોય તે દરમ્યાન માતાએ સ્તનપાન ટાળવું જોઈએ
B). માતાએ ખાલી હોય તે સ્તનમાંથી સ્તનપાન કરાવવું જોઈએ
C). માતાએ સ્તન ખાલી કરતા પહેલાં ગરમ કપડાથી માલિશ કરવી જોઈએ
D). બી અને સી
શા માટે માતાના સ્તન ભારે (દૂઘનો ભરાવો) થઇ જાય છે?
A). માતાની બિમારીના કારણે
B). દૂધ ગ્રંથિઓમાં (દૂધની નલિકાઓમાં) દૂધ એકઠું થવાના કારણે
C). બાળકને સ્તન સાથે યોગ્ય રીતે વળગાડેલ (જોડાણ) ન હોવાથી.
D). બી અને સી
મોડ્યુલ નં – 15 નું વિષયવસ્તુ જણાવો ?
સમયસર પૂરક આહાર શરૂ કરવાની ખાતરી કેવી રીતે કરવી
માંદગી દરમિયાન બાળકનો આહાર
માત્ર ને માત્ર સ્તનપાન કરાવવામાં આવે તેની ખાતરી કરવી
સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડતી હોય તેવી માતાઓને મદદ કરવી.
બે વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ ?
બાળકની ડૉક્ટર પાસે તપાસ કરાવી અને દવા લેવી
જન્મ બાદ તરતજ સ્તનપાનની શરૂઆત અને 6 મહિના સુધિ માત્ર સ્તનપાનની ખાતરી કરવી જોઈએ અને 6 મહિના પછી સ્તનપાન સાથે યોગ્ય માત્રામાં ઉપરી આહાર આપવો જોઈએ.
બાળકને બટાકા ખવડાવવા જોઈએ.
ઉપરના બધા જ.
બાળકને પ્રથમ છ માસ સુધી માતાના દૂધ સિવાય અન્ય કાંઈ પણ આપવાથી નીચેનામાંથી કઈ હાનીકારક અસરો જોવા મળી શકે છે ?
બાળકને ઝાડા અને અન્ય બીમારીઓ થઇ શકે છે
માતાના ધાવણમાં ઘટાડો થઇ શકે છે.
પ્રસુતિ બાદ તરત માતા ફરીથી સગર્ભા થવાની સંભાવના વધી જાય છે
ઉપરોક્ત તમામ
શું નવજાત શિશુને દરેક સ્તનપાન વખતે બંને સ્તનનુ દૂઘ પીવડાવવુ જોઈએ?
હા, કારણ કે તે વધુ દૂધના ઉત્પાદનમાં મદદ કરે છે
ના, બાળક બન્ને સ્તનનુ દૂઘ પી શકશે નહીં
એક સ્તનનુ દૂઘ ખાલી થાય ત્યાં સુઘી એક સ્તનનું જ દૂઘ પીવડાવવું જોઇએ
હા, તે બાળકની જરૂરીયાતને પરિપૂર્ણ કરે છે.
