NEW
Font size
Worksheets12 ઘર્ષણ
Total questions: 10
Worksheet time: 5mins
જમીન ઉપર મુકેલ મોટા લાકડાના બોક્સને પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે તો બોક્સ પર લાગતું ઘર્ષણ બળ...........દિશામાં હશે.
ઉત્તર
પૂર્વ
દક્ષિણ
પશ્ચિમ
ઘર્ષણબળ......... પર આધાર રાખે છે.
સપાટીના લિસાપણા
સપાટી નું ખરબચડાપણુ
સપાટીનું નમન કોણ
આપેલ તમામ
નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ બળ માટે સાચું નથી?
ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે
ઘર્ષણ ગતિમાન વસ્તુને સ્થિર કરે છે
ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે
ઘર્ષણહંમેશા હાનિકારક છે
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
સ્થિત ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં વધુ છે
સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં ઓછું છે
લોટણ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું છે
સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા વધુ છે
ઘર્ષણ વધારવા માટે
સપાટી લીસી બનાવવી જોઈએ
યોગ્ય રીતે બોલ બેરિંગ નો ઉપયોગ કરવો જોઈએ
સપાટીને ખરબચડી બનાવવી જોઈએ
સપાટી પર ઊંજણ લગાવવું જોઈએ
નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી
વસ્તુનું દળ
વસ્તુ નો આકાર
વસ્તુનો વેગ
તરલ ની જાત
બોલ બેરિંગ.......
લોટણ ઘર્ષણને સરકતા ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે
સ્થિત ઘર્ષણને સરકતા ઘર્ષણ માં રૂપાંતરિત કરે છે
સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણ માં રૂપાંતરિત કરે છે
લોટણ ઘર્ષણ ને સ્થિત ઘર્ષણ માં રૂપાંતરિત કરે છે
એરોપ્લેન અને રોકેટ નો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ............... રાખવામાં આવે છે
વર્તુળાકાર
ધારા રેખીય
ત્રિકોણાકાર
લંબગોળ
તરલ માં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળ નો આધાર............પર છે
તરલ ની સ્નિગ્ધતા
વસ્તુ નો વેગ
વસ્તુ નો આકાર
આપેલ તમામ
એક છોકરો લાકડાની સમક્ષિતિજ સપાટી પર રબરના બોલને રોલિંગ ગતિ કરાવે છે બોલ થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે જો બોલને વધુ અંતર સુધી ગતિ કરાવવી હોય તો
લાકડા ની સપાટી પર શેતરંજી પાથરવી જોઈએ
બોલને કપડા વડે વિટાળવો જોઈએ
લાકડા ની સપાટી પર અબરખ નો બારીક ભૂકો પાથરવો જોઈએ
લાકડા ની સપાટી પર કોરી રેતી પાથરવી જોઈએ
