wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

self study - 2

Total questions: 25

Worksheet time: 17mins

Name
Class
Date
1.

એક શાકભાજી વેચનાર પોતાના બટેટાનો ભાવ આ પ્રમાણે રાખે છે.

10 રૂપિયાના એક કિલો, 15 રૂપિયાના બે કિલો, અને 20 રૂપિયા ત્રણ કિલો વિશે વેચે છે.

તો આ ભાવ પ્રમાણે 45 રૂપિયાના કેટલા કિલોગ્રામ બટેટા આવે ?

a)

4 કિલો અને 500 ગ્રામ,

b)

6 કિલો અને 500 ગ્રામ,

c)

6 કિલો

d)

5 કિલો અને 500 ગ્રામ,

2.

બે કે વધુ ઘટકોના ચોક્કસ પ્રમાણ સાથેના આ મિશ્રણને સંયોજન કહેવામાં આવે છે.

નીચેનામાંથી સંયોજન ને ઓળખો.

a)

પાણી

b)

હવા

c)

ખીચડી

d)

જમીન

3.

વિભાજ્યતાની ચાવીઓ ઉપયોગ કરીને ચાવીનો ઉપયોગ કરીને કહો કે નીચેનામાંથી કઈ સંખ્યા ને 4 વડે નિશેષ ભાગી શકાશે ?

a)

55856

b)

56475

c)

56422

d)

56614

4.

ખાલી જગ્યામાં યોગ્ય પદ મૂકો.

Laxmanbhai ______ my teacher.

a)

it

b)

these

c)

are

d)

is

5.

નીચેની ગણતરીમાં ફૂદડીના સ્થાને કયો અંક આવશે ?

62*5 – 3876 = 2369

a)

6

b)

3

c)

4

d)

5

6.

ગુજરાતનો સૌથી મોટો ડુંગર કયો છે ?

a)

ચોટીલા

b)

ઈડર

c)

શેત્રુંજો

d)

ગીરનાર

7.

એક વર્ગના 30 બાળકોને કેટલીક ચોકલેટ વહેચતા દરેક બાળકને 8 ચોકલેટ આવે છે. પરંતુ જો આટલી જ ચોકલેટ 40 બાળકોને વહેચવી હોય તો દરેકના ભાગમાં કેટલી ચોકલેટ આવશે ?

a)

6 ચોકલેટ.

b)

8 ચોકલેટ.

c)

5 ચોકલેટ.

d)

7 ચોકલેટ.

8.

' chilli ' ના સંદર્ભમાં યોગ્ય ચિત્ર પસંદ કરો.

a)
b)
c)
d)
9.

રમેશ સાંજના 6:00 વાગ્યે સૂર્ય સામે મોઢું રાખીને ઊભો છે. તો તેમના જમણા હાથ તરફ કઈ દિશા હશે ?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષિણ

10.

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી કઈ તારીખે આવે છે ?

a)

30, જાન્યુઆરી

b)

12, માર્ચ

c)

2, ઓક્ટોબર

d)

30, ઓક્ટોબર

11.

એક કિલોગ્રામ ચોખા ની કિંમત ૪૫ રૂપિયા છે, તો ચાર કિલો ગ્રામ ચોખાની કિંમત શોધવા શું કરવું પડે ?

a)

45 નો 45 વાર સરવાળો,

b)

45 ને 4 વડે ગુણાકાર,

c)

45 ને 4 વડે ભાગાકાર

d)

45 ને 4 વડે ભાગાકાર

12.

બહાદુર માણસ ખરા સમયે એનું “ પાણી બતાવી દે છે “ આ વાક્યમાં પાણી એટલે શું ?

a)

હિંમત

b)

જળ

c)

હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન

d)

સમય

13.

160 લીટર કેરોસીન સમાય તેવું એક પોણા ભાગનું ભરેલું છે. હવે તેને આખું ભરવા માટે કેટલું કેરોસીન જોશે ?

a)

140 લીટર

b)

60 લીટર

c)

16 લીટર

d)

40 લીટર

14.

ચિત્રના સંદર્ભમાં યોગ્ય શબ્દ પસંદ કરો.

a)

ચંબુ

b)

ટીપાઈ

c)

કસનળી

d)

સ્ટેન્ડ

15.

મનોજભાઈ અઠવાડિયામાં ચાર દિવસ કામ કરે છે તેમને રોજ 300 રૂપિયા મજુરી મળે છે, સુરેશભાઈ અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરે છે તેમને રોજ 250 રૂપિયા મજુરી મળે છે, તો બંનેમાંથી અઠવાડિયાની આવક કોને વધારે થશે ?

a)

બંનેની સરખી થશે

b)

મનોજભાઈને

c)

સુરેશભાઈને

d)

એક પણ નહિ

16.

કોરોના મહામારી અને લોકડાઉનના યોગ્ય સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબત ગણાશે ?

a)

રાજપરા ખોડીયાર માતાજીના દર્શને જવું.

b)

ઘરમાં કોઈને શરદી-તાવ થયેલ છે તો ડોક્ટરને બતાવવા જવું..

c)

સાંજના સમયે બગીચામાં ફરવા જવું.

d)

નવરાશના સમયમાં મિત્રના ઘરે મળવા જવું .

17.

રમેશભાઈ 250 રૂપિયાના 20 કિલો ટામેટા લાવે છે. તેમાંથી બે કિલો ટામેટા બગડેલા નીકળતા ફેંકી દે છે. બાકી વધેલા ટમેટા જો તેઓ 20 રૂપિયાના કિલો વેચે તો તેમને કુલ કેટલો નફો થશે ?

a)

100 રૂપિયા

b)

90 રૂપિયા

c)

110 રૂપિયા

d)

200 રૂપિયા

18.

નીચેના ચિત્રમાંથી સરદાર વલ્લભભાઈ પટેલને ઓળખો.

a)
b)
c)
d)
19.

(1)કાચીડો (2)કાગડો (3)ડાયનોસોર (4)દેડકો


ઉપર આપેલ પ્રાણીઓમાંથી / સજીવોમાંથી કયા સજીવોમાં સામ્યતા જોવા મળે છે ?

a)

1 અને 2

b)

2 અને 3

c)

3 અને 4

d)

1 અને 3

20.

જો કાપડ = મીટર, તો દૂધ = ?

a)

લીટર

b)

ક્વિન્ટલ

c)

કિલોગ્રામ

d)

કિલોમીટર

21.

ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?

a)

શેત્રુંજી

b)

સરસ્વતી

c)

સાબરમતી

d)

નર્મદા

22.

ત્રિકોણમાં વધુમાં વધુ કેટલા ગુરુકોણ હોઈ શકે ?

a)

1

b)

2

c)

3

d)

0

23.

નીચેનામાંથી અલગ પડતો પ્રદેશ ઓળખો. અને શા માટે અલગ પડે છે તે વિચારો.

a)

સુરત

b)

વડોદરા

c)

ભુજ

d)

ડાંગ

24.

નીચેનામાંથી કઈ પરિસ્થિતિ રેખાખંડની સાથે સમાનતા ધરાવતી નથી.?

a)

ટોર્ચમાંથી નીકળેલ કિરણ

b)

પુસ્તક ની ધાર

c)

દરવાજાની કિનારી

d)

ચલણી નોટ એક બાજુની કિનારી

25.

આપણા દેશના વર્તમાન સમયના પ્રધાનમંત્રી કોણ છે ?

a)

વેંકૈયા નાયડુ

b)

રામનાથ કોવિંદ

c)

નરેન્દ્રભાઈ મોદી

d)

વિજયભાઈ રૂપાણી