wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Div ધો - ૯ ગુજરાતી

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

શામળિયાએ મસ્તક ઉપર શું ધારણ કર્યું છે ?

a)

રત્નજડિત મુગટ

b)

મોર મુગટ

c)

માણેકજડિત મુગટ

d)

હીરાજડિત મુગટ

2.

ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે ?

a)

સોનામાં જડેલા હીરાની જેમ

b)

તારામંડળમાં શશિયરની જેમ

c)

ફૂલોમાં ગુલાબની જેમ

d)

A અને B બંને

3.

'હરિ હળધરનો વીરો' એટલે કોનો વીરો ?

a)

બલરામનો

b)

અર્જુનનો

c)

અભિમન્યુનો

d)

દુર્યોધનનો

4.

'સાંજ સમે શામળિયો' કાવ્યના કવિ કોણ છે ?

a)

દયારામ

b)

પ્રેમાનંદ

c)

નરસિંહ મહેતા

d)

મીરાબાઈ

5.

ગુજરાતી સાહિત્યમાં કવિ નરસિંહ મહેતાને શેનું બિરુદ આપવામાં આવ્યું છે ?

a)

માણભટ્ટ

b)

આદિકવિ

c)

નૂતનકવિ

d)

હરિપ્રેમી

6.

કવિ નરસિંહ મહેતાના ક્યાં પદો લોકકંઠે ગવાય છે ?

a)

ગરબી

b)

આખ્યાન

c)

ઊર્મિગીત

d)

પ્રભાતિયા

7.

બીડી પીવાની કુટેવમાંથી ગાંધીજીમાં બીજી કઈ કુટેવ આવી ?

a)

ધુમાડો કાઢવાની

b)

નોકરના પૈસા ચોરવાની

c)

વડીલોના દેખતાં બીડી પીવાની

d)

ધતૂરાના ડોડવા ખાવાની

8.

બીડીનો દોષ થયો ત્યારે ગાંધીજીની ઉંમર આશરે કેટલી હશે ?

a)

આઠ-દસ વર્ષની

b)

દસ-બાર વર્ષની

c)

બાર-તેર વર્ષની

d)

અગિયાર-બાર વર્ષની

9.

સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ ?

a)

કરજ ભરાતા મન શાંત થયું.

b)

ઘરમાંથી સોનું ગયાનો અફસોસ થયો.

c)

ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી.

d)

ભાઈ પ્રત્યે લાગણી જન્મી.

10.

ગાંધીજીના ભાઈને કેટલા રૂપિયાનું કરજ હતું ?

a)

11 રૂપિયાનું

b)

25 રૂપિયાનું

c)

26 રૂપિયાનું

d)

12 રૂપિયાનું

11.

ગાંધીજીએ પોતાનો દોષ કઈ રીતે કબૂલ કર્યો ?

a)

ફોન કરીને

b)

ભાઈને કહીને

c)

ચિઠ્ઠી લખીને

d)

રૂબરૂ મળીને

12.

ગાંધીજીના પિતાને શેનું દરદ હતું ?

a)

ભગંદરનું

b)

પ્લેગનું

c)

પગના વાનું

d)

ટીબીનું

13.

ગોરાણી શ્રીકૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું ?

a)

ગાય દોહવાનું

b)

લાકડા (બળતણ) લાવવાનું

c)

કુહાડો લાવી આપવાનું

d)

ભિક્ષા માગી લાવવાનું

14.

શ્રીકૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે ?

a)

પછી ગુરુજી શોધવા નીસર્યા.

b)

ટાઢે ધ્રૂજે આપણી દેહ.

c)

મળી જમતા ત્રણેય ભ્રાત.

d)

તમો પાસ અમો વિદ્યા શીખતા.

15.

'પછે શામળિયોજી બોલિયા' આખું કાવ્ય કોના સંવાદરૂપે આગળ વધે છે ?

a)

સાંદીપનિ ઋષિ અને એમના પત્ની વચ્ચે

b)

શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચે

c)

શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે

d)

સુદામા અને સાંદીપનિ ઋષિ વચ્ચે

16.

લાકડાં ફાડવાની હરીફાઈ કોની કોની વચ્ચે થઈ ?

a)

શ્રીકૃષ્ણ - સુદામા વચ્ચે

b)

શ્રીકૃષ્ણ - બલરામ વચ્ચે

c)

બલરામજી - સુદામા વચ્ચે

d)

શ્રીકૃષ્ણ - ગોવાળ વચ્ચે

17.

શ્રીકૃષ્ણ - સુદામાને શોધવા જંગલમાં કોણ આવ્યું ?

a)

ગુરુમાતા (ગોરાણી)

b)

સાંદીપનિ ઋષિ (ગુરુજી)

c)

બલરામજી

d)

આશ્રમના વિદ્યાર્થીઓ

18.

'પછે શામળિયોજી બોલિયા' કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે ?

a)

'સુદામા ચરિત્ર' માંથી

b)

'ભાગવત' માંથી

c)

'પ્રેમાનંદના કાવ્યો' માંથી

d)

'નરસિંહ મહેતાના કાવ્યો' માંથી

19.

'શશિયર' - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

સુવર્ણ

b)

નક્ષત્ર

c)

ચંદ્ર

d)

સૂર્ય

20.

'હળને ધારણ કરનાર' - શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો.

a)

હળદર

b)

હળધર

c)

કિસાન

d)

સુદામા

21.

'જીભ ન ઊપડવી' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

a)

જીભ બહાર ન કાઢવી

b)

જીભ ન હલાવવી

c)

બોલવાની હિંમત ના હોવી

d)

જીભ ન વાળવી

22.

'સંધ્યા' - શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.

a)

રાત્રી

b)

ઉષા

c)

મધ્યાહન

d)

સાંજ

23.

' કરજ' - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

દેવું

b)

ઝેર

c)

ફરજ

d)

વખ

24.

'મુન' - તળપદા શબ્દનું શિષ્ટ રૂપ જણાવો.

a)

ચંદ્ર

b)

મૌન

c)

ઋષિ

d)

મીણ

25.

'કેર' - શબ્દ નો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

કેરી

b)

જુલમ

c)

કેસ

d)

કાળજી