wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મનોવિજ્ઞાન પાઠ 4

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

કોના પ્રયોગોથી સાબિત થયું છે કે મનોવલણ માં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી?

a)

ન્યુકોમ્બ

b)

સ્ટીમ્બર

c)

હાર્ડિંગ

d)

નોર્મન અને સિલ્વર

2.

કોના મત મુજબ મનોવલણો ચોક્કસ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિકતા તત્પરતા છે?

a)

ઓલપોર્ટ

b)

હાર્ડિંગ

c)

સ્ટીમ્બર

d)

ન્યુ કોમ્બ

3.

કયા મનોવૈજ્ઞાનિકે રૂઢિચુસ્ત કુટુંબની કોલેજની યુવતીઓના વલણમાં પરિવર્તન લાવવાના પ્રયોગોમાં સફળતા મેળવી હતી?

a)

હાર્ડિંગ

b)

ઓલપોર્ટ

c)

ન્યુકોમ્બ

d)

ટિમ્બર

4.

કોના મત મુજબ પૂર્વગ્રહ એટલે ઉતાવળિયો અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય?

a)

ઓગબર્ન

b)

સાયમન

c)

રેસલર

d)

ઓલપોર્ટ

5.

કોના મત મુજબ પૂર્વગ્રહ એટલે હંમેશા આવેગાત્મક હોય તેવું મનોવલણ કે જે પૂરતા પુરાવા કે પૂરતા અનુભવ મળે તે પહેલા સંપાદિત થઈ જાય છે?

a)

બી કુપ્પુ સ્વામી

b)

ન્યુ કોમ્બ

c)

ઓલપોર્ટ

d)

સ્ટેમ્બર

6.

માનવીના વિચાર વાણી વર્તન અને જીવનશૈલી ઉપર વધુ અસર કરતું પરિબળ કયું છે?

a)

આનુવંશિકતા

b)

સમૂહ માધ્યમો

c)

સરકાર

d)

કાયદો

7.

વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય?

a)

મનોવલણ

b)

શિક્ષણ

c)

આગાહી

d)

પ્રેરણા

8.

મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું?

a)

પ્રક્રિયા

b)

મનોવલણ

c)

પ્રતિક્રિયા

d)

અપેક્ષા

9.

મનોવલણ જન્મજાત નહિ પરંતુ કેવા હોય છે?

a)

અપેક્ષિત

b)

અનિવાર્ય

c)

સંપાદિત

d)

કાયમી

10.

માતા-પિતા ભાઈભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ ની અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે?

a)

સ્પર્ધા

b)

સંઘર્ષ

c)

વિધાયક મનોવલણ

d)

નિષેધક મનોવલણ

11.

સામાજિક રીત-રિવાજો મૂલ્યો રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું?

a)

પૂર્વગ્રહ

b)

મનોવલણ

c)

સામાજીકરણ

d)

સમાજ અભિમુખતા

12.

માનવીના મનમાં રોડ થયેલા ખોટા ખ્યાલો ને શું કહે છે?

a)

મનોવલણ

b)

પૂર્વગ્રહ

c)

અભિસંધાન

d)

સામાજીકરણ

13.

વર્તમાન પત્રો ટેલિવિઝન ટેલિફોન અને મોબાઈલ ઈન્ટરનેટ વગેરે શાના સાધન છે?

a)

સમૂહ માધ્યમ

b)

વેચાણ ઘટાડવા

c)

ધ્યાન

d)

મનોભાર

14.

પૂર્વગ્રહ માં પરિવર્તન લાવવા શિક્ષણ સાથે સંદેશ આપનાર વ્યક્તિ અને જૂથની વિશ્વાસ પાત્રતા અસરકારક નીવડે છે એવું સંશોધન કરનાર વૈજ્ઞાનિક નું નામ જણાવો

a)

હાર્ડિંગ

b)

સ્ટીમ્બર

c)

શેરીફ અને શેરીફ

d)

કુપ્પુસ્વામી

15.

અશિક્ષિતો પરંપરાગત માન્યતા ને વળગી રહે છે તે માટે પૂર્વગ્રહો માં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે એવું કયા સંશોધન આ સંશોધનમાં જોવા મળ્યું?

a)

કુપ્પુસ્વામી

b)

સ્ટેમ્બર

c)

સ્કીનર

d)

ન્યુકોમ્બ

16.

ખોરાક સાથે સહજ રીતે જોડાયેલ લા ટપકવા ની પ્રતિક્રિયા ઘંટડી અને ખોરાકની વારંવાર રજૂઆત ને કારણે ખોરાકની ગેરહાજરીમાં ઘંટડી સાથે જોડાય તેને શું કહેવાય?

a)

કારક અભિસંધાન

b)

શાસ્ત્રીય અભિસંધાન

c)

આંતરસૂઝ

d)

મનોવલણ

17.

મનોવલણો વ્યક્તિના............. ને દિશા આપે છે.

a)

વર્તન

b)

અનુભવ

c)

વિચાર

d)

લાગણી

18.

........ એ અનુકરણનો પાયો છે?

a)

વિચાર

b)

પરિસ્થિતિ

c)

વર્તન

d)

નિરીક્ષણ

19.

સામાજિક રીતરિવાજ મૂલ્યો ધોરણો રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે....

a)

પૂર્વગ્રહ

b)

મનોવલણ

c)

સામાજીકરણ

d)

રૂઢ ખ્યાલો

20.

........ એ ઉત્તમ શિક્ષક છે?

a)

વિચારો

b)

નિરીક્ષણ

c)

સામાજીકરણ

d)

અનુભવ

21.

કઈ સદી ટેકનોલોજીનો યુગ ગણાય છે?

a)

19મી

b)

20મી

c)

18મી

d)

21 મી

22.

બાળ લગ્નને દહેજ પ્રથા જેવા સામાજીક રીતરિવાજો ને દૂર કરવામાં કયું પરિબળ અવરોધક બને છે

a)

મનોવલણ ની પ્રબળતા

b)

મનોવલણ ની જટિલતા

c)

મનોવલણ ની અગત્યતા

d)

મનોવલણ ની ઉપયોગીતા

23.

Prejudice માં prae નો અર્થ કયો થાય છે?

a)

પહેલા

b)

નિર્ણય

c)

નાબૂદ

d)

વિગ્રહ

24.

દીકરી બે ઘર તારે આ કયા પ્રકારનું મનોવલણ છે?

a)

વિધાયક

b)

નિષેધક

c)

પૂર્વગ્રહ

d)

ઓળખ્યા લો

25.

અવકાશમાં ઉપગ્રહ છોડનાર વ્યક્તિ શું છોડી શકતો નથી?

a)

વિચાર

b)

પૂર્વગ્રહ

c)

લાગણી

d)

વર્તન