NEW
Font size
WorksheetsHBYC
Total questions: 25
Worksheet time: 9mins
HBNC માં આશાએ કયા કયા દિવસે ગૃહ મુલાકાત કરવાની હોય છે ?
૧, ૭, ૧૪, ૨૧, ૨૮, ૩૫ અને ૪૨
૨, ૪, ૮, ૧૫, ૨૨, ૨૮ અને ૪૨
૧, ૨, ૩, ૪, ૫, ૬, અને ૭
અહી કોઇ વિકલ્પ સાચો નથી
HBYC કાર્યક્રમ અંતર્ગત આશાએ કુલ કેટલી ગૃહ મુલાકાત કરવાની છે?
3
4
5
6
જન્મ સમયે કેટલું વજન ધરાવતા બાળકોને ઓછા વજનવાળા બાળકો કહેવાય?
૩ કિલોગ્રામથી ઓછા
1.5 કિલોગ્રામથી ઓછા
2.5 કિલોગ્રામથી ઓછા
2 કિલોગ્રામથી ઓછા
HBYC કાર્યક્રમ અંતર્ગત આશાએ ક્યારે ક્યારે ગૃહ મુલાકાત કરવાની હોય છે ?
૧, ૨, ૩, ૪, ૫ અને ૬ માસ
૩, ૬ ૯, ૧૨ અને ૧૫ માસ
૬, ૮, ૧૦, ૧૨, ૧૪ અને ૧૬ માસ
અહી કોઇ વિકલ્પ સાચો નથી
પોષણ અભિયાનના લક્ષ્ય (Goal) પૈકીનું એક લક્ષ્ય નીચેમાંથી ક્યું છે ?
જન્મ સમયે ઓછા વજનવાળા જન્મતા બાળકોના પ્રમાણમાં દર વર્ષે ૨ % નો ઘટાડો કરવો
જન્મ સમયે ઓછા વજનવાળા જન્મતા બાળકોના પ્રમાણમાં દર વર્ષે ૭ % નો ઘટાડો કરવો
જન્મ સમયે ઓછા વજનવાળા જન્મતા બાળકોના પ્રમાણમાં દર વર્ષે ૫ % નો ઘટાડો કરવો
અહી આપેલ પૈકી કોઇ વિકલ્પ નહીં
HBYC ના ધ્યેય (Objective) માં નીચે પૈકી શેનો સમાવેશ થતો નથી?
બાળમૃત્યુ અને નાના બાળકોની બીમારીઓમાં ઘટાડો કરવો.
નાના બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવો
સગર્ભા સ્ત્રીઓમાં પાંડુરોગમાં ઘટાડો કરવો
નાના બાળકોમાં યોગ્ય વૃધ્ધી અને વિકાસ સુનિશ્ચીત કરવા
૯ મા મહિનાની મુલાકાત દરમિયાન આશાએ કઇ પ્રવૃત્તિ કરવાની નથી ?
શીશુનું વજન કરવું
વૃધ્ધિ ચાર્ટમાં બાળકના વજન અંગેની વિગત નોંધી છે કે નહીં તે જોવું
માતાને માત્ર અને માત્ર ધાવણ આપવા માટે સંપરામર્શન પૂરૂ પાડવું
બાળકની ઉંમર મુજબ તેને તમામ રસી મળી છે કે નહીં તે ચકાસવું
શીશુને પૂરક આહારની શરૂઆત ક્યારે કરવામાં આવે છે ?
પાંચ માસ પૂરા થયેથી
છ માસ પૂરા થયેથી
આઠ માસ પૂરા થયેથી
નવ માસ પૂરા થયેથી
નીચેની પધ્ધતિઓમાંથી કઇ પધ્ધતિ બે બાળકો વચ્ચે અંતર રાખવામાં ઉપયોગી નથી?
આંકડી
અંંતરા
છાયા
ઇ. સી. પીલ્સ
૪ મહીનાના બાળકના વિકાસના તબક્કામાં નીચે પૈકીનો માઇલસ્ટોનનો કયો વિકલ્પ ગંભીર ગણાય.
ટેકા વિના બેસી શકતુ નથી
અંગૂઠા અને પહેલી આંગળી વડે વસ્તુ પકડી શકતું નથી
સોશીયલ સ્માઇલ આપી શકતુ નથી
આપેલ વિકલ્પમાંથી કોઇ નહીં
બાળક તેની આંખ અને હાથના સંકલનની શરૂઆત કઇ ઉંમરે કરે છે?
૧-૨ મહીને
૪-૬ મહીને
૮-૧૦ મહીને
૧૨-૧૫ મહીને
EBM (છાતીમાંથી કાઢેલ ધાવણ) ને ઓરડાના તાપમાને કેટલો સમય રાખી શકાય?
1 કલાક
3 કલાક
6 કલાક
12 કલાક
ઝાડા થયેલ બાળકને વધારાનું પ્રવાહી આપવા માતા નીચે પૈકી શેનો ઉપયોગ કરી શકે નહીં?
ભાતનું ઓસામણ
છાસ
નારિયેળનું પાણી
થોડી ખાંડ ઉમેરેલો ફળોનો રસ
૮ માસનું બાળક તેનો નિર્ધારીત કરેલ ઉપરી આહાર ન લેતુ હોય તો થોડી બળજબરી કરીને પણ તે પૂરો કરાવવો જોઇએ
સાચું
ખોટું
૬-૫૯ માસના બાળક માટે પાંડુરોગ એટલે લોહીમાં હીમોગ્લોબીનનું કેટલુ પ્રમાણ?
૧૧ Gm% થી ઓછું
૧૦ Gm% થી ઓછું
૯ Gm% થી ઓછું
૭ Gm% થી ઓછું
દર મીનીટે ૫૬ શ્વાસનો દર કઇ ઉંમરના બાળક માટે સામાન્ય કહેવાય?
૧૫ દિવસ
બે માસ
ત્રણ માસ
છ માસ
Counselling (સંપરામર્શ) ના અંતે લાભાર્થીને આપણે નિર્ણય લઇ આપવો જોઇએ
સાચું
ખોટું
સ્તનપાન કરાવતી માતાને ગર્ભનિરોધક તરીકે કઇ પધ્ધતિ આપી શકાય નહીં?
માલા એન
છાયા
કોપર ટી
વ્યંધિકરણ ઓપરેશન
HBYC કાર્યક્રમ અંંતર્ગત ૫ વર્ષથી નાના બાળકોને આપવાના Syp. Iron ની બોટલ કોની પાસે રાખવાની છે?
આંગણવાડી કાર્યકર
આરોગ્ય કાર્યકર
આશા પાસે
બાળકના વાલી પાસે (તેના ઘરે)
બાળક યોગ્ય રીતે અને પૂરતા પ્રમાણમાં પૂરક આહાર લેતું થઇ જાય તો બાળકને કઇ ઉંંમર સુધી ધાવણ ચાલુ રાખવું જોઇએ?
૨૪ માસ
૧૮ માસ
૧૫ માસ
૧૨ માસ
HBYC ની દરેક બાળક્ની દરેક મુલાકાત માટે આશાને કેટલું ઇંસેંટીવ મળવાપાત્ર છે?
કંઇ નહી
૨૫ રૂ.
૫૦ રૂ.
૧૦૦ રૂ.
જો આશાને આપેલ ૧૦૦૦ ની વસ્તીમાં જન્મદર ૨૪ નો હોય તો દર માસે આશાને HBYC નું અંદાજે કેટલુ ઇંસેંટીવ મળે?
૧૦૦ રૂ.
૨૫૦ રૂ
૫૦૦ રૂ.
૭૫૦ રૂ.
૧૧ માસના બાળક્ને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસે આલ્બેંડાઝોલની કેટલી ગોળી આપવાની થાય?
કંઇ નહીં
૧/૪ (પા ગોળી)
૧/૨ (અડધી ગોળી)
૧ ગોળી
અધૂરા માસે જન્મેલા કે ઓછા વજનવાળા નબળા બાળકો શા માટે સામાન્ય બાળકોની જેમ ધાવણ લઇ શકતા નથી?
માતાની છાતી ચૂસી શકતું નથી
લીધેલ ધાવણ ગળી શકતું નથી
પાચન કરી શકતું નથી
આપેલ તમામ વિકલ્પ
કોઇપણ રસી ના મળી હોય તેવા ૧૫ માસના બાળક્ને નીચેના પૈકી કઇ રસી આપશો?
BCG
Pentavalent
Rotavirus Vaccine
અહીં આપેલ વિકલ્પમાંથી કોઇ નહીં
