Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ડિજિટલ બાળ સ્પર્ધા - ધોરણ -8 સામાજિક વિજ્ઞાન

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

હિન્દુસ્તાનની ધરતી પર પગ મુકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો ?

a)

રોબર્ટ ક્લાઈવ

b)

લોર્ડ વેલેસ્લી

c)

હોકિન્સ

d)

ડેલહાઉસી

2.

પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું?

a)

ઈ.સ.1765માં

b)

ઈ.સ.1857માં

c)

ઈ.સ.1757માં

d)

ઈ.સ.1764માં

3.

ફ્રેંચ કંપનીનો વડો કોણ હતો?

a)

દુપ્લે

b)

સર ટોમસ રો

c)

હોકિન્સ

d)

ઉપરોક્ત એક પણ નહી

4.

પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીને કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્લીમાં કયો મુઘલ બાદશાહ ગાદી પર હતો?

a)

ઔરંગઝેબ

b)

શાહજહાં

c)

અકબર

d)

જહાંગીર

5.

અજૈવિક વિભાગમાં કોનો સમાવેશ થતો નથી?

a)

મૃદાવરણ

b)

જલાવરણ

c)

સૂક્ષ્મજીવો

d)

વાતાવરણ

6.

પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી?

a)

મૃદાવરણ

b)

જીવાવરણ

c)

વાતાવરણ

d)

જલાવરણ

7.

આપણને સ્ફૂર્તિ અને તાજગી આપતો વાયુ કયો છે?

a)

નાઈટ્રોજન

b)

ઑક્સિજન

c)

હાઈડ્રોજન

d)

ઓઝોન

8.

ક્યા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે?

a)

O2

b)

N2

c)

CO2

d)

H2

9.

બંધારણસભામાં ઍંગ્લો-ઇન્ડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું?

a)

એચ.પી.મોદીએ

b)

જ્યોર્જ થોમસે

c)

ફ્રેન્ક ઍન્થોનીએ

d)

રૂબિન ડેવિડે

10.

બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું?

a)

26 ફેબ્રુઆરી 1950

b)

15 ઓગષ્ટ 1947

c)

26 નવેમ્બર 1949

d)

26 જાન્યુઆરી 1950

11.

બંધારણસભાના અધ્યક્ષપણે કોને ચૂંટવામાં આવ્યા?

a)

ડૉ. રાધાકૃષ્ણનને

b)

ડૉ. રાજેન્દ્રપ્રસાદને

c)

ડૉ. આંબેડકરને

d)

ડૉ. કનૈયાલાલ મુન્શીને

12.

આમાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતાં?

a)

શ્રીમતી એની બેસન્ટ

b)

શ્રીમતી કમલાદેવી પંડિત

c)

શ્રીમતી ઈન્દિરા ગાંધી

d)

સરોજિની નાયડુ

13.

સહાયકારી યોજનાનું બીજું નામ શું છે?

a)

ખાલસા યોજના

b)

દ્વિમુખી શાસન યોજના

c)

વિસ્તાર યોજના

d)

અર્થવાદી યોજના

14.

આમાંથી કયા પ્રદેશે વિસ્તાર યોજના સ્વીકારી નહોતી ?

a)

અયોધ્યા

b)

મૈસૂર

c)

નાગપુર

d)

ગાયકવાડ

15.

અંગ્રેજોની કઈ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયું?

a)

સામ્રાજ્યવાદી નતિથી

b)

ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી

c)

વેપાર કરો અને રાજ કરોની નીતિથી

d)

ખાલસા નીતિથી

16.

ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે નંખાયો?

a)

ઇ.સ.1848માં

b)

ઇ.સ.1852માં

c)

ઇ.સ.1854માં

d)

ઇ.સ.1853માં

17.

આમાંથી કઈ આપત્તિ આંતરિક ફેરફારને કારણે સર્જાય છે ?

a)

ત્સુનામી

b)

પૂર

c)

અનાવૃષ્ટિ

d)

વાવાઝોડું

18.

જાપાનમાં ત્સુનામીની મોટી હોનારત કઈ સાલમાં થઈ હતી ?

a)

ઇ.સ.2004માં

b)

ઇ.સ.2010માં

c)

ઇ.સ.2011માં

d)

ઇ.સ.2008માં

19.

તોફાને ચડેલી હવાને શું કહેવાય ?

a)

પૂર

b)

પવન

c)

અનાવૃષ્ટિ

d)

વાવાઝોડું

20.

ત્સુનામી મોજાંની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે ?

a)

800 થી 1200

b)

700 થી 1600

c)

500 થી 1500

d)

600 થી 900

21.

ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો?

a)

ઇ.સ.1834માં

b)

ઇ.સ.1830માં

c)

ઇ.સ.1838માં

d)

ઇ.સ.1828માં

22.

ગાંધીજી અંગ્રેજી કેળવણીને શું કહેતા?

a)

ભણતાની કેળવણી

b)

ગુલામીની કેળવણી

c)

ઝઘડાની કેળવણી

d)

મનની કેળવણી

23.

કોને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો?

a)

મેકોલેને

b)

મેક્લીંગને

c)

કૉર્નવોલિસને

d)

મેસ્સીને

24.

દીવાની સત્તા એટલે કઈ સત્તા?

a)

મહેસૂલ ઉઘરાવવાની સત્તા

b)

લોકોને મારવાની સત્તા

c)

કામ આપવની સત્તા

d)

અનાજ લેવાની સત્તા

25.

સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો?

a)

કૉર્નવોલિસે

b)

ડેલહાઉસીએ

c)

હાર્ડિજે

d)

વિલિયમ બૅન્ટિંકે