wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

RTE 2012 part 6

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આરટીઇ 2012 મુજબ શાળાની માન્યતા પાછી ખેંચી લેવા અંગેનો નિયમ કયો છે

a)

૧૨

b)

૧૩

c)

૧૪

d)

૧૫

2.

આરટીઇ 2012 ના નિયમ 14 મુજબ શાળાની માન્યતા પાછી ક્યારે ખેંચી લેવામાં આવી શકે છે?

a)

સક્ષમ સત્તાધિકારી ને પોતાની મેળે લાગે અથવા કોઈ વ્યક્તિ તરફથી ફરિયાદ મળે

b)

માન્યતા મેળવેલી શાળાએ માન્યતા આપવા માટે ની કોઈ શરતનો ભંગ કરેલ હોય

c)

અધિનિયમની અનુસૂચિમાં ઠરાવેલા માપદંડો અને ધોરણો પરિપૂર્ણ કર્યા ન હોય

d)

ઉપરોક્ત તમામ

3.

માન્યતા આપેલી શાળાએ જો શરતોનો ભંગ કર્યો હોય તો શાળાને નોટિસ આપવામાં આવી હોય તો નોટિસનું સ્પષ્ટીકરણ કેટલાક સમયની અંદર શાળાએ આવવાનું રહેશે?

a)

એક માસ

b)

૩ માસ

c)

15 દિવસ

d)

૪૫ દિવસ

4.

માન્યતા પાછી ખેંચી લેવા માટે આપેલી નોટિસનું સ્પષ્ટીકરણ સક્ષમ સત્તાધિકારીને યોગ્ય ન લાગે તો નિરીક્ષણ માટે બનાવેલી સમિતિ ઓછામાં ઓછા કેટલા સભ્યોની બનેલી રહેશે

a)

b)

c)

d)

5.

માન્યતા પાછી ખેંચી લેવા અંગે બનાવેલ નિરીક્ષણ સમિતિમાં કયા સભ્યોનો સમાવેશ થશે નહીં?

a)

કાયદાના નિષ્ણાત વ્યક્તિ

b)

શિક્ષણ શાસ્ત્રી

c)

સભ્ય સમાજના પ્રતિનિધિ

d)

સરકારી અધિકારી

6.

માન્યતા પાછી ખેંચી લેવા માટે બનાવેલી નિરીક્ષણ સમિતિ નો રિપોર્ટ સક્ષમ સત્તાધિકારીને મળે કે તરત સક્ષમ સત્તાધિકારીએ આ રિપોર્ટને પોતાના વિવરણ સાથે કોને મોકલવો જોઈએ

a)

નિયામકને

b)

રાજ્ય સરકારને

c)

શિક્ષણ સમિતિના અધ્યક્ષને

d)

જિલ્લા પંચાયતના પ્રમુખને

7.

શાળાની માન્યતા રદ કરવા અંગે નિરીક્ષણ સમિતિનો અહેવાલ નિયામક પોતાની ભલામણો સાથે કોને મોકલશે?

a)

રાજ્ય સરકારને

b)

સ્થાનિક સત્તા મંડળને

c)

સક્ષમ સત્તાધિકારીને

d)

આ પૈકી કોઈને પણ નહીં

8.

શાળાની માન્યતા રદ કરવા અંગેનો રાજ્ય સરકાર પોતાનો નિર્ણય કોને જણાવશે?

a)

નિયામકને

b)

સક્ષમ સત્તાધિકારીને

c)

સ્થાનિક સત્તામંડળને

d)

શાળાને

9.

શાળાની માન્યતા રદ કરતો હુકમ કોણ કરશે?

a)

સક્ષમ સત્તાધિકારી

b)

રાજ્ય સરકાર

c)

નિયામક

d)

સ્થાનિક સત્તા મંડળ

10.

શાળાની માન્યતા રદ કરવાનો હુકમ થઈ ગયા પછીથી શાળા ક્યારે બંધ કરવામાં આવશે

a)

હુકમ મળ્યા ના સાત દિવસની અંદર

b)

હુકમ મળ્યા ના એક માસની અંદર

c)

નવા શૈક્ષણિક સત્રથી

d)

હુકમ મળ્યા ના ત્રણ માસની અંદર

11.

આરટીઇ 2012 માં નિયમ 15 શું છે?

a)

શાળાની માન્યતા રદ કરવા બાબત

b)

શાળા માટેના માપદંડો અને ધોરણો

c)

બિન સહાયિત શાળાઓએ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા બાબત

d)

શાળા વ્યવસ્થાપક સમિતિની રચના અને કાર્યો

12.

આરટીઇ 2009 અને આરટીઇ 2012 મુજબ શાળા માટેના માપદંડો અને ધોરણો અંગેની કલમ અને નિયમ અનુક્રમે કયા છે?

a)

19,15

b)

15,23

c)

૨૫,૧૫

d)

૧૫,૨૫

13.

જેમાં માન્ય શાળાઓ ભૌતિક મર્યાદાઓને કારણે માળખાકીય સંબંધિત માપદંડો પરિપૂર્ણ કરવામાં સમર્થ ન હોય ત્યારે તે કિસ્સામાં બાળકોના શિક્ષણના અધિકારોનું રક્ષણ કરવા માટે આવી શાળાઓને આપવામાં આવતી છૂટછાટ અંગે કયું વિધાન ખોટું છે?

a)

આવી કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવતી નથી

b)

જે શાળાઓએ પરિશિષ્ટ ૧ માં નિર્દેશ કર્યા પ્રમાણેની અધ્યયન શિક્ષણનું અમુક સ્તર સિદ્ધ કરેલ હોય તે શાળાઓને આવી છૂટછાટ આપી શકાતો

c)

આ પ્રકારની છૂટછાટ નિયામક આપી શકે છે

d)

અધિનિયમમાં અને નિયમોમાં નિર્દેશ કરેલા ન્યૂનતમ ધોરણો ને સમય મર્યાદામાં પરિપૂર્ણ કરવા માટે શાળા સક્ષમ ન હોય તે કિસ્સામાં સરકાર શાળાને પોતાના હસ્તક લઈ શકે છે

14.

માપદંડો અને ધોરણો પૂર્ણ કરવા બાબતમાં છૂટછાટ આપવાના કિસ્સામાં શાળાએ કયા પરિશિષ્ટમાં બતાવ્યા પ્રમાણે અધ્યયન શિક્ષણનું અમુક સ્તરસિદ્ધ કરેલું હોવું જરૂરી છે?

a)

પરિશિષ્ટ એક

b)

પરિશિષ્ટ બે

c)

પરિશિષ્ટ ત્રણ

d)

પરિશિષ્ટ ચાર

15.

શાળાઓને માન્યતા આપવા માટેની સ્વ એકરાર સહ અરજી કયા પરિશિષ્ટ મુજબની રહેશે

a)

b)

c)

d)

16.

જો યોગ્ય સમય મર્યાદામાં ન્યુનતમ ધોરણે પૂર્ણ ન કરી શકનાર વિદ્યામાન માન્ય શાળાઓ ને....

a)

સરકાર માન્યતા રદ કરી શકશે

b)

સરકાર આવી શાળાઓને પોતાના હસ્તક લઈ શકશે

c)

સરકાર બીજા સંચાલક મંડળને આવી શાળાઓનું સંચાલન સોંપી શકશે

d)

ઉપરોક્ત ત્રણેય બાબતો સાચી છે