wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મજાનો ખજાનો

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

'મજાનો ખજાનો' પાઠના લેખિકા કોણ છે?

a)

વર્ષા અડાલજા

b)

ધીરુબહેન પટેલ

c)

કીર્તિદા બ્રહ્મભટ્ટ

d)

કુંદનિકા કાપડિયા

2.

સોહમને શાળામાંથી કયા વિષય પર ચાર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું?

a)

પર્યાવરણ

b)

અંતરિક્ષ

c)

પાણી બચાવો

d)

પૃથ્વી

3.

અનુપને જાતે સાઇકલની ચેઇન ચડાવતા જોઈને દાદાજી કઈ કહેવત બોલ્યા હતા?

a)

ધીરજના ફળ મીઠાં

b)

આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેઠા

c)

વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા

d)

ઝાઝા હાથ રળિયામણા

4.

સોહમે છેલ્લા દિવસે પ્રોજેક્ટ બનાવવાનું શરૂ કર્યું ત્યારે દાદાએ કઈ કહેવત કહી?

a)

ઉતાવળે આંબા ન પાકે

b)

પારકી આશ, સદા નિરાશ

c)

મન હોય તો માળવે જવાય

d)

આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેઠા

5.

પ્રોજેક્ટ બનાવતી વખતે સોહમે સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહને બદલે કયો ગ્રહ લગાવી દીધો હતો?

a)

શનિ

b)

પૃથ્વી

c)

ગુરુ

d)

મંગળ

6.

પાઠમાં 'હાથ દેવો' રૂઢિપ્રયોગનો શો અર્થ બતાવવામાં આવ્યો છે?

a)

હાથ લાંબો કરવો

b)

મદદ કરવી

c)

કામ પૂરું કરવું

d)

હાથ પકડવો

7.

જ્યારે બધા મિત્રોએ મળીને સોહમનો પ્રોજેક્ટ પૂરો કર્યો, ત્યારે દાદીમા કઈ કહેવત બોલ્યા?

a)

સોનામાં સુગંધ ભળી

b)

ઝાઝા હાથ રળિયામણા

c)

મન હોય તો માળવે જવાય

d)

ધીરજના ફળ મીઠાં

8.

સોહમના પ્રોજેક્ટમાં ગ્રહોનું સ્થાન નક્કી કરીને રંગોથી ચાર્ટ સમજાવવાનું બીડું કોણે ઝડપ્યું?

a)

કરણ

b)

અનુપ

c)

રાગિણી

d)

રૂપમ

9.

દાદાજીના મતે, કહેવત એટલે શું?

a)

કવિતાની એક પંક્તિ

b)

વ્યાવહારિક અનુભવના આધારે પરાપૂર્વથી બોલાતો આવતો શબ્દસમૂહ

c)

વાર્તાનો ટૂંકો સાર

d)

ફક્ત જૂના જમાનાની વાત

10.

પાઠ મુજબ 'બોલે તેનાં બોર વેચાય' કહેવતનો વિરોધી અર્થ ધરાવતી કહેવત કઈ છે?

a)

માગ્યા વિના મા પણ ન પીરસે

b)

ઝાઝી કીડીઓ સાપને તાણે

c)

ન બોલ્યામાં નવ ગુણ

d)

ઉજળું એટલું દૂધ નહીં

11.

પાઠમાં 'અધૂરો ઘડો છલકાય' જેવો જ અર્થ ધરાવતી કઈ કહેવતનો ઉલ્લેખ છે?

a)

પીળું એટલું સોનું નહીં

b)

ખાલી ચણો વાગે ઘણો

c)

પારકી આશ સદા નિરાશ

d)

વડ તેવા ટેટા

12.

'હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા' કહેવતનો અર્થ શું થાય છે?

a)

બીજાને કામ સોંપીને દુઃખી થવા કરતાં જાતે જ કામ કરવું વધુ સારું

b)

હાથ બાળીને કામ કરવું જોઈએ

c)

બીજા પર હંમેશા વિશ્વાસ રાખવો

d)

કામ કરવામાં ઉતાવળ કરવી નહીં

13.

સોહમનો મિત્ર કરણ કઈ બાબતમાં શોખ ધરાવતો હતો?

a)

ચિત્રકામમાં

b)

કાગળમાંથી જાતજાતની ચીજવસ્તુઓ બનાવવામાં

c)

આઇસક્રીમ ખાવામાં

d)

સાઇકલ ચલાવવામાં

14.

દાદાજીએ સોહમને 'ઉતાવળે આંબા ન પાકે' એમ શા માટે કહ્યું?

a)

કારણ કે સોહમ આંબા વાવવાની વાત કરતો હતો

b)

કારણ કે સોહમ ધીરજ વગર ઉતાવળમાં પ્રોજેક્ટનું કામ કરતો હતો

c)

કારણ કે સોહમને ફળ ખાવા હતા

d)

કારણ કે સોહમ મિત્રો સાથે રમવા જવા માંગતો હતો

15.

'સોનામાં સુગંધ ભળી' એમ કોણ અને ક્યારે બોલ્યું?

a)

દાદીમા, જ્યારે બધા મિત્રો મદદ માટે આવ્યા ત્યારે.

b)

કરણ, જ્યારે અનુપે ચળકતા રંગો આપ્યા ત્યારે.

c)

દાદાજી, જ્યારે પ્રોજેક્ટ પૂરો થયો ત્યારે.

d)

સોહમ, જ્યારે તેના મિત્રો રમવા આવ્યા ત્યારે.

16.

ચિત્ર જોઇને કહેવત ઓળખો.

a)

મોરનાં ઇંડા ચીતરવાં ના પડે

b)

મોરની બાજુમાં ઇંડા છે.

c)

મોર ઇંડાને જુએ છે.

17.

ચિત્ર જોઇને કહેવત ઓળખો.

a)

વાડ વિના વેલો ના ચડે

b)

સંપ ત્યાં જંપ

c)

વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા