wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી સાહિત્ય

Total questions: 30

Worksheet time: 18mins

Name
Class
Date
1.

કયા કવિએ ત્રણ વાર ભારતની અને સાત વાર શ્રીનાથજીની યાત્રા કરી હતી ?

a)

પ્રેમાનંદ

b)

દયારામ

c)

દલપતરામ

d)

નર્મદ

2.

મીરાંની કવિતા એ મીરાંના હૃદયની નહીં પણ માનવહૃદયની આત્મકથારૂપ છે.- આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

a)

ઉમાશંકર જોષી

b)

દલપતરામ

c)

અખો

d)

નિરંજન ભગત

3.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. - આ રચના કયા સાહિત્યકારની છે ?

a)

નિરંજન ભગત

b)

મીરાંબાઈ

c)

નરસિંહ મહેતા

d)

ભાલણ

4.

કયા સાહિત્યકારે મીરાંના પદોને ' ત્રીજા નેત્રની પ્રસાદી ' ગણાવ્યા છે ?

a)

નિરંજન ભગત

b)

દયારામ

c)

બ. ક. ઠાકોર

d)

કનૈયાલાલ મુનશી

5.

આખ્યાનનાં પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

a)

પ્રેમાનંદ

b)

ભાલણ

c)

અસાઈત ઠાકર

d)

શાલિભદ્ર સૂરિ

6.

દયારામની ગરબી એ કેવા પ્રકારનો સાહિત્ય પ્રકાર છે ?

a)

ભક્તિગીત

b)

ધૂન

c)

ભજન

d)

લોકગીત

7.

અખા સાથે કયું વિધાન બંધ બેસતું નથી ?

a)

તે જાતે અને ધંધે સોની હતો.

b)

તે ગોકુળ જઈ રૈદાસને ગુરુ બનાવે છે.

c)

તેના છપ્પા ગુજરાતી સાહિત્યને મળેલું મોટું પ્રદાન છે.

d)

ગુરુશિષ્ય સંવાદ અખાની કૃતિ છે.

8.

પ્રેમાનંદ સાથે કયું બિરુદ બંધ બેસે છે ?

a)

અખ્યાનાના પિતા

b)

ભક્ત કવિ

c)

આખ્યાન શિરોમણી

d)

અર્વાચીનોમાં આદ્ય

9.

શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી' - આ ભક્તિ પદ રચનાર કવિ / કવયિત્રી કોણ છે ?

a)

દયારામ

b)

મીરાંબાઈ

c)

પાનબાઈ

d)

પ્રેમાનંદ

10.

નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે ?

a)

શિવભીલડી સંવાદ- ભાલણ

b)

રાવણ મંદોદરી સંવાદ- નવલરામ

c)

ગુરૂ શિષ્ય સંવાદ- અખો

d)

હનુમાન ગરૂડ સંવાદ- દયારામ

11.

નરસિંહ મહેતાએ પોતાના પદોમાં કયા છંદનો વધુ ઉપયોગ કર્યો છે ?

a)

ચોપાઈ

b)

ઝૂલણા

c)

હરિગીત

d)

દોહરો

12.

નરસિંહ મહેતા સાથે નીચેનામાંથી કઈ બાબત બંધ બેસતી નથી ?

a)

અર્વાચીનોમાં આદ્ય

b)

પ્રભાતિયાં નામે વૈરાગ્ય પદો આપનાર

c)

આદિકવિ

d)

મહાત્મા ગાંધીનું પ્રિય ભજન રચનાર કવિ

13.

નીચેનામાંથી કઈ એક પંક્તિ અન્ય પંક્તિઓ કરતા જુદી પડે છે ?

a)

અખંડ વરને વરી સાહેલી હું તો અખંડ વરને વરી.

b)

જૂનું તો થયું દેવળ જૂનું તો થયું મારો હંસલો.....

c)

રામરમકડું જડિયું રે રાણાજી મને રામરમકડું જડિયું.

d)

એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે

14.

મીરાંબાઈના પદો કઈ કઈ ભાષામાં મળે છે ?

a)

વ્રજ, મરાઠી, રાજસ્થાની

b)

વ્રજ, ગુજરાતી, હિન્દી

c)

મારવાડી, ગુજરાતી, સંસ્કૃત

d)

વ્રજ, રાજસ્થાની, ગુજરાતી

15.

સાહિત્યકાર અને તેની જ્ઞાતિ બાબતે કયું જોડકું બંધ બેસતું નથી ?

a)

ભાલણ- મોઢ બ્રાહ્મણ

b)

પ્રેમાનંદ- મેવાડા ચોવીસા બ્રાહ્મણ

c)

શામળ- ઔદિચ્ય બ્રાહ્મણ

d)

દયારામ- નાગર બ્રાહ્મણ

16.

નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની નથી ?

a)

મૃગી આખ્યાન

b)

સુદામાચરિત્ર

c)

અભિમન્યુ આખ્યાન

d)

ઓખાહરણ

17.

કયા સાહિત્યકારે પોતાની કૃતિઓમાં પુરષ કરતાં સ્ત્રી પત્રોને તેજસ્વી, હિંમતબાજ અને ચતુર આલેખ્યા છે ?

a)

પ્રેમાનંદ

b)

શામળ

c)

નર્મદ

d)

દયારામ

18.

ભક્તકવિ દયારામની માતાનું નામ શું હતું ?

a)

અમરતબા

b)

ધનલક્ષ્મી

c)

રાજકોર

d)

નવદુર્ગા

19.

સમય સારણીની દ્રષ્ટિએ કયો કવિ મધ્યકાલીન યુગનો કવિ નથી ?

a)

દલપતરામ

b)

દયારામ

c)

પ્રેમાનંદ

d)

અખો

20.

નર્મદ આપણો પ્રાણવંતો પૂર્વજ છે- આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

a)

નવલરામ

b)

કવિ કાન્ત

c)

ઉમાશંકર જોશી

d)

દલપતરામ

21.

ગુજરાતી સાહિત્યનો સૌ પ્રથમ નિબંધ કયો છે ?

a)

હિમાલયનો પ્રવાસ

b)

મંડળી મળવાથી થતા લાભ

c)

હિન્દુઓની પડતી

d)

મારી હકીકત

22.

નીચેનામાંથી કઈ સાહિત્યકૃતિ નર્મદની નથી ?

a)

ડાંડિયો

b)

મારી હકીકત

c)

નર્મ કોષ

d)

લક્ષ્મી

23.

કવિ નર્મદનો જન્મ ક્યાં થયો હતો ?

a)

સુરત

b)

વડોદરા

c)

વઢવાણ

d)

ચાંદોદ

24.

કોને મધ્યકાળ અને અર્વાચીનકાળ વચ્ચેના સંક્રાંતિકાળના કવિ ગણવામાં આવે છે ?

a)

નર્મદ

b)

દલપતરામ

c)

દયારામ

d)

પ્રેમાનંદ

25.

અર્વાચીન ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ કૃતિ કઈ છે ?

a)

મારી હકીકત

b)

લક્ષ્મી

c)

બાપાની પીંપર

d)

ગ્રામમાતા

26.

જીવરામ ભટ્ટ કઈ સાહિત્યકૃતિનું અમર પાત્ર છે ?

a)

ભટ્ટનું ભોપાળું

b)

મળેલા જીવ

c)

માનવીની ભવાઈ

d)

મિથ્યાભિમાન

27.

'પૂછો ચાહી ચકોરને, પૂછો જળચર કાય, કાં તો પૂછો કમળને, સ્નેહી ગયે શું થાય ? - આ પંક્તિ કોની છે ?

a)

દયારામ

b)

પ્રેમાનંદ

c)

દલપતરામ

d)

મીરાબાઈ

28.

ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કયા વર્ષે થઇ ?

a)

ઈ.સ.1845 માં

b)

ઈ.સ.1848 માં

c)

ઈ.સ.1844 માં

d)

ઈ.સ.1854 માં

29.

કયું સામાયિક તેની સાહિત્યિક સંસ્થા સાથે બંધબેસતું નથી ?

a)

બુદ્ધિપ્રકાશ- ગુજરાત વિદ્યાસભા

b)

શબ્દ સૃષ્ટિ - ગુજરાત સાહિત્ય અકાદમી

c)

પરબ- ગુજરાતી સાહિત્ય પરિષદ

d)

સમર્પણ- પ્રેમાનંદ સાહિત્ય સભા

30.

રૂડી ગુજરાતી રાણીના વકીલ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

a)

દયારામ

b)

દલપતરામ

c)

નર્મદ

d)

પ્રેમાનંદ