wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વનસ્પતિમાં પોષણ

Total questions: 20

Worksheet time: 40mins

Name
Class
Date
1.

વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા કઈ કાચી સામગ્રી વાપરે છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

પાણી

c)

સૂર્યપ્રકાશ

d)

આપેલ તમામ

2.

વનસ્પતિ પોષણની બાબતમાં કેવી છે ?

a)

પરાવલંબી

b)

સ્વાવલંબી

c)

આપેલ બંને

d)

એક પણ નહિ

3.

પ્રાણીઓ પોષણની બાબતમાં કેવા છે ?

a)

સ્વાવલંબી

b)

પરાવલંબી

c)

મૃતોપજીવી

d)

એક પણ નહિ

4.

વનસ્પતિમાં ખોરાક માટેનું કારખાનું કયું છે ?

a)

પ્રકાંડ

b)

મૂળ

c)

પર્ણ

d)

ફળ

5.

વનસ્પતિમાં ખનિજતત્વોનું શોષણ કોણ કરે છે ?

a)

પર્ણ

b)

પ્રકાંડ

c)

મૂળ

d)

ફળ

6.

પર્ણરંધ્રો નીચેનામાંથી શેમાં આવેલા હોય છે ?

a)

મૂળમાં

b)

પ્રકાંડમાં

c)

પર્ણમાં

d)

ફળમાં

7.

પર્ણની અંદર આવેલ લીલા દ્રવ્યને શું કહે છે ?

a)

પર્ણરંધ્ર

b)

પ્રકાંડસૂત્ર

c)

હરિતદ્રવ્ય

d)

રંજકદ્રવ્ય

8.

ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત કયો છે ?

a)

પાણી

b)

સૂર્ય

c)

અગ્નિ

d)

વાયુ

9.

વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઈડ અને પાણીની મદદથી પોતાનો ખોરાક બનાવે છે તે ક્રિયાને શું કહે છે ?

a)

બાષ્પોત્સર્જન

b)

ધનીભવન

c)

પ્રકાશસંશ્લેષણ

d)

પરાવલંબી પોષણ

10.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ મુખ્યત્વે કોનું સંશ્લેષણ કરે છે ?

a)

પ્રોટીન

b)

વિટામીન

c)

ક્ષાર

d)

કાર્બોદિત

11.

સ્ટાર્ચ એ શેનો પ્રકાર છે ?

a)

વિટામીન

b)

ક્ષાર

c)

ચરબી

d)

કાર્બોદિત

12.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન કયો વાયુ મુક્ત થાય છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

ઓક્સિજન

c)

હાઈડ્રોજન

d)

નાઈટ્રોજન

13.

કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ ધરાવે છે ?

a)

આંબો

b)

બાવળ

c)

અમરવેલ

d)

લીમડો

14.

કીટકોને પોષણ તરીકે ઉપયોગ કરે તેને કેવી વનસ્પતિ કહે છે ?

a)

કિટાહારી

b)

સ્વયંપોષી

c)

મૃતોપજીવી

d)

એક પણ નહિ

15.

નીચેનામાંથી કઈ કીટાહારી વનસ્પતિ છે ?

a)

અમરવેલ

b)

કળશપર્ણ

c)

ગુલાબ

d)

જાસૂદ

16.

મશરૂમ કેવી વનસ્પતિ છે ?

a)

કીટાહારી

b)

સ્વયંપોષી

c)

મૃતોપજીવી

d)

એક પણ નહિ

17.

પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ ક્યાં અંગ દ્રારા લે છે ?

a)

પ્રકાંડ

b)

પર્ણ

c)

મૂળ

d)

ફળ

18.

નીચેની પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે ?

a)

ફૂગ

b)

લીલ

c)

અમરવેલ

d)

મશરૂમ

19.

લાઈકેન એ ક્યાં બે સજીવોનું વચ્ચેનું સહજીવન છે ?

a)

લીલ અને ફૂગ

b)

ફૂગ અને બેક્ટેરિયા

c)

બેક્ટેરિયા અને લીલ

d)

બેક્ટેરિયા અને પ્રજીવ

20.

પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવા શેનું દ્રાવણ વપરાય છે ?

a)

આયોડિન

b)

ખાંડનું દ્રાવણ

c)

ફીનોલ્ફથેલીન

d)

એકેય નહિ