wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

" સંતો ની સખાતે " સત્સંગ સૌરભ વાર્તા 5

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

નાનીબોરૂ ગામમાં મહારાજ વિશ્રાંતિ લેવા ક્યાં રોકાયા હતા?

a)

તળાવને કિનારે

b)

ગામના ગોંદરે

c)

ગામ ના હરી મંદિરે

d)

દેવચંદ શેઠ ના ધરે

2.

કોનો આદેશ થતા શેઠ ઉપડતે પગલે રાજપુત વિહાભાઇ મુખીને ઘેર તેમને બોલાવવા ગયા?

a)

સુરા ખાચર

b)

ચિકા પંડ્યા

c)

શ્રીજી મહારાજ

d)

મોટીબોરુ ના મુખી

3.

કોણ સંતોને અપ શબ્દો બોલી પતરતુંબડા મૂર્તિઓ વસ્ત્રો તોડી ફાડી અને ચીપિયાથી માર મારતુ હતુ .

a)

ગગનગર બાવો

b)

આપા ભાઈ દરબાર

c)

મુખી ના માણસો

d)

મેરામણ ખાચર

4.

વિહાભાઇ એ ગોધો શબ્દ કોના માટે વાપર્યો છે.

a)

બળદ માટે

b)

ગગનગર બાવા માટે

c)

આપા ભાઈ દરબાર માટે

d)

કોઈ માટે નથી વાપર્યો

5.

કોની પ્રેરણા ને વિહાભાઈની આવી સખાતથી સંતો ને કાયમ નો ત્રાસ ટળી ગયો.

a)

શ્રી હરિ

b)

આપા ભાઈ

c)

દેવચંદ શેઠ

d)

મહારાજા

6.

આપાભાઈ એ ગગનગર બાવા ને બોલાવીને શું ચેતવણી આપી?

a)

સ્વામી ના સાધુ ની માફી માંગી લેજે નહીં તો વિહોભાઈ તને મારી નાખશે

b)

સ્વામી ના સાધુ ને હેરાન કરીશ ને તો વિહોભાઈ તને વાઢી નાખશે .

c)

સ્વામીના સાધુને કાંઈ ચાળો કરીશ ને તો વિહોભાઈ તને વાઢી નાખશે

d)

સ્વામી ના સાધુ ને‌ વધારે હેરાન નહીં કરતો .

7.

અમારી બાયડીયુ તો નાતરેય જાય પણ તમારી ઓઝલ પડદા વાળિયુ ને ખુણા ન ખોળવા પડે ઈનુ ધ્યાન રાખજો.( કોણ બોલે છે કોને કહે છે)

a)

વિહાભાઇ આપાભાઈ

b)

આપાભાઈ વિહાભાઇ

c)

સુરા ખાચર આપાભાઈ

d)

ચીકા પડ્યા વિહાભાઇ

8.

નાનીબોરુ માં રાજપૂતના કેટલા ઘર છે

a)

૨૦

b)

૨૫

c)

૩૦

d)

૪૦

9.

તમારે એને હંઘરવો હોય ત્યાં હંઘરજો અમે ને ઝાટકે દેશુ.

(કોણ બોલે છે કોને કહે છે)

a)

વિહાભાઇ આપાભાઈ

b)

આપાભાઈ વિહાભાઇ

c)

સુરા ખાચર આપાભાઈ

d)

ચીકા પડ્યા વિહાભાઇ

10.

તમે ઈને એકલો ન માની લેશો ઈની પાછળ કોઈક તો હશે જ ને . (કોણ બોલે છે કોને કહે છે)

a)

વિહાભાઇ આપાભાઈ

b)

આપાભાઈ વિહાભાઇ

c)

સુરા ખાચર આપાભાઈ

d)

ચીકા પડ્યા વિહાભાઇ

11.

જુવો વિહાભાઇ તમે આમ આકરા ન થાવ ઈ .................... લડે ઝઘડે એમાં આપણે કંઈ લેવાદેવા વગર વચ્ચે પડીને વેરઝેર ઊભુ કરવાનુ ન હોય.

a)

ગાયો ગાયો.

b)

ગાય બળદ

c)

સાધુ બાવા

d)

અંદરોઅંદર

12.

તમારા ગામ નો ગગનગર બાવો સ્વામીના સાધુને વગર વાંકે શું લેવા મારઝુડ કરે છે (કોણ બોલે છે અને કોને કહે છે)

a)

દેવચંદભાઈ આપાભાઈ ને

b)

વિહાભાઇ આપાભાઈ ને

c)

શ્રીજી મહારાજ વિહાભાઇ ને

d)

સુરા ખાચર મેરામણ મુખી ને

13.

વિહાભાઈ એ પ્રભુએ સોપેલું કેવું કાર્ય તુરંત પાર પાડવાનો સંકલ્પ કર્યો?

a)

સેવા‌નુ.

b)

પરમાર્થ નું.

c)

સંતો ના રક્ષણ નું

d)

પ્રજા ના રક્ષણ નુ

14.

આથી પ્રસન્ન થઈને પ્રભુએ ................. ને માથે હાથ મૂકી અંતરના શુભ આશિષ આપીને સૌને જય સ્વામિનારાયણ કહી ત્યાંથી વિદાય લીધી.

a)

વિહાભાઇ રાજપુત

b)

દેવેન્દ્ર શેઠ

c)

દેવચંદ શેઠ

d)

આપાભાઈ દરબાર

15.

આ પ્રભુ મારે લાયક કંઈ કામકાજ હોય તો મને કહેજો હું ઈમાં કદી પાછી પાની નહીં કરું (કોણ બોલે છે)

a)

વિહાભાઇ રાજપુત

b)

સુરા ખાચર

c)

ચીકા પંડ્યા

d)

આપા ભાઈ દરબાર

16.

આજે એનો કંઇક રસ્તો તો જરૂર કાઢવો પડશે (કોણ બોલે છે)

a)

સુરા ખાચર

b)

ચીકા પંડ્યા

c)

શ્રીજી મહારાજ

d)

દેવચંદ શેઠ

17.

ભણે મહારાજ એ કામ અમને જ સોપો ને ? એ ગોલકુના ને જરા ઠમઠોરી ને પૂજા કરીએ જેથી એ ગધીનો સંતોનું નામ લે તો ભૂલી જાય. (કોણ બોલે છે)

a)

ચીકા પંડ્યા

b)

સુરા ખાચર

c)

મેરામણ ખાચર

d)

કોઈ નથી બોલતુ

18.

પ્રભુ બીજું તો અમે આપને શું કહીએ પણ મોટી બોરુ નો ગગન ગર બાવો આપણા સાધુને મારઝૂડ કરીને જે ત્રાસ આપે છે એ તો અમારાથી કે મેં જોયું કે સહન થતું નથી. (કોણ બોલે છે)

a)

દેવેન્દ્ર શેઠે

b)

દેવચંદ શેઠે

c)

દેવચંદભાઈ પટેલ

d)

દેવચંદભાઈ ત્રિવેદી

19.

મોટી બોરુ ના મુખી કોણ હતા?

a)

આપોભાઈ દરબાર

b)

વિહાભાઈ આહીર

c)

આપાભાઈ રાજપુત

d)

ગગનસિહ રાજપુત

20.

નાની બોરુ ગામના મુખી નું નામ શું હતું?

a)

વિહાભાઇ આહિર

b)

વિહાભાઇ રાજપુત

c)

આપાભાઈ દરબાર

d)

આપાભાઈ રાજપૂત

21.

શ્રીજી મહારાજે વિહાભાઇ ને ક્ષત્રિયોની કુળ પરંપરાનો શું ધર્મ સમજાવ્યો હતો?

a)

ક્ષાત્રધર્મ પ્રમાણે તમારે સાધુ અને ગામલોકોની રક્ષા કરવી એ તમારો ધર્મ છે

b)

ક્ષત્રિય ના ધર્મ પ્રમાણે તમારી પાસે રક્ષણ માંગે તેમનું રક્ષણ કરવું એ તમારો કુળ પરંપરા નો ધર્મ છે

c)

ક્ષાત્રધર્મ પ્રમાણે તમારે સાધુ અને બ્રાહ્મણ ની રક્ષા કરવી એ તો કુળ પરંપરાનો ધર્મ છે

d)

ક્ષાત્રધર્મ પ્રમાણે તમારે બ્રાહ્મણ ગાય અને સાધુની રક્ષા કરવી એ તો કુળ પરંપરા નું ધર્મ છે

22.

વિહાભાઇ મુખીને શ્રીજી મહારાજે શેની પ્રસાદી આપી?

a)

મગજ ની લાડુડી

b)

મોતીયા લાડુ

c)

શેકેલી સીંગ

d)

સુધારેલી શેરડી

23.

નાની બોરુ ગામના કયા ભક્ત એ શ્રીજી મહારાજને ગગનગર બાવાના ત્રાસની ફરિયાદ કરેલી?

a)

વિહાભાઇ

b)

દેવચંદ શેઠે

c)

આપાભાઈ

d)

ચીકા પડ્યા

24.

ગગનગર બાવો કોના ઓથે સંતો ને ત્રાસ આપતો હતો?

a)

આપાભાઈ મુખી ના

b)

દરબારના સૈનિક ની

c)

મોટીબોરુ મંદિરના મહંત ની

d)

ગામલોકો ની

25.

મોટી બોરુ ગામ માં કોણ સાધુને મારઝૂડ કરી ત્રાસ આપતો હતો?

a)

મોટી બોરુ ના દરબાર

b)

ગગન દરબાર

c)

દરબાર ના સૈનીક

d)

ગગનગર બાવો