wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન કસોટી

Total questions: 25

Worksheet time: 19mins

Name
Class
Date
1.

“ભ​વિષ્યમાં આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે, હાડચામનો આવો કોઇ માણસ કદાપિ આ પૃથ્વી પર વિચર્યો હશે...!” (Generations to come will scarcely believe that such a man in flesh and blood ever walked on Earth…!) આ વાક્ય કોણે કહેલું? કોને માટે કહેલું?

a)

ગાંધીજીએ આઇન્સ્ટાઇન માટે

b)

આઇન્સ્ટાઇને ગાંધીજી માટે

c)

આઇન્સ્ટાઇને ન્યૂટન માટે

d)

ક​વિવર​ ટાગોરે ગાંધીજી માટે

2.

એ વિજ્ઞાનીએ છત પર લટકતાં ઝુમ્મરો જોયાં, અને પછી પ્રયોગશાળામાં કાળજીપુર્વકના પ્રયોગો કરીને લોલકનાં આંદોલન અંગેના નિયમો તાર​વ્યા. તેનું નામ શું હતું?

a)

ન્યૂટન

b)

પ્લેટો

c)

કેપ્લર

d)

ગેલિલીયો

3.

1 સેમિ. ત્રિજ્યાનાં પાણીનાં ટીપાંનું દળ ગ્રામમાં કેટલું થાય?

a)

1

b)

π

c)

4 π/3

d)

2 π

4.

ઘર-વપરાશના વીજપુરવઠા માટે,

a)

આવૃત્તિ 50 હર્ટ્ઝ અને વીજદબાણ 220 વોલ્ટ હોય છે.

b)

આવૃત્તિ 220 હર્ટ્ઝ અને વીજદબાણ 50 વોલ્ટ હોય છે.

c)

આવૃત્તિ 50 હર્ટ્ઝ અને વીજદબાણ 220 વૉટ​ હોય છે.

d)

આવૃત્તિ 220 હર્ટ્ઝ અને વીજદબાણ 50 વૉટ હોય છે.

5.

એક માઇક્રોમિટર (μm) = X મિલિમિટર, જ્યાં X એટલે

a)

1000

b)

1

c)

10−3

d)

10−6

6.

હાઇડ્રોજન તત્વના સમસ્થાનિકોની સંખ્યા કેટલી છે?

a)

1

b)

2

c)

3

d)

4

7.

સામાન્યપણે હ​વામાં CO2 વાયુનું પ્રમાણ​, કદની ટકાવારી મુજબ કેટલું હોય છે?

a)

4

b)

0.04

c)

78

d)

21

8.

જેને માટે પરમાણુ એ જ અણુ હોય છે તેનું ઉદાહરણ છે.

a)

આર્ગન

b)

પાણી

c)

વા

d)

પુર્ણ શુન્યાવકાશ

9.

ચંદ્રને પૃથ્વીની આસપાસ એક પરિભ્રમણ કરતાં લગભગ 29.5 દિવસ લાગે છે. તો ચંદ્ર આપણને એક દિવસમાં આકાશમાં કેટલા અંશનું સ્થાનાંતર કરતો દેખાશે?

a)

360

b)

29.5

c)

12

d)

4

10.

કેલ્સિયમ 4020Ca અને આર્ગન 4018Ar એકબીજાંના શું કહેવાય​?

a)

સમસ્થાનિકો

b)

સમદળીય​

c)

વિરોધી તત્ત્વો

d)

સમાંગી તત્ત્વો

11.

અમુક ઉંચાઇએથી મુક્ત પતન પામતા પદાર્થે t સમયગાળામાં કાપેલું અંતર d હોય તો

a)

d α t

b)

d α t2

c)

d α 1/t

d)

d α √t

12.

હ​વાનો વક્રિભ​વનાંક સામાન્યપણે 1 ગણવામાં આવે છે, પરંતુ ખરેખર તે

a)

1થી સહેજ વધુ હોય છે.

b)

1થી સહેજ ઓછો હોય છે.

c)

શુન્ય હોય છે.

d)

0 અને 1ની વચ્ચે હોય છે.

13.

ટુંકાક્ષરી GPSનું પુરેપુરું નામ ........... છે.

a)

Global Position System

b)

Geographical Position System

c)

Global Positioning System

d)

Geographical Positioning System

14.

નીચેના પૈકી રાશિઓની કઇ જોડના એકમો એક સમાન છે?

a)

કાર્ય અને બળ

b)

કાર્ય અને ઉર્જા

c)

બળ અને દબાણ

d)

કાર્ય અને દબાણ

15.

સામાન્યપણે સ્કુટર, મોટરકાર જેવાં વાહનોમાં, ડ્રાય​વરને પાછળથી આવી રહેલ વાહનો જોવા માટે શું વાપર​વામાં આવે છે?

a)

બહિર્ગોળ અરિસો

b)

આંતર્ગોળ અરિસો

c)

બહિર્ગોળ કાચ

d)

આંતર્ગોળ કાચ

16.

સર હંફ્રી ડેવી 19મી સદીની શરુઆતના એક પ્રસિદ્ધ વિજ્ઞાની હતા. તેમણે સાતેક રાસાયણિક તત્વોની શોધ કરી હતી. પરંતુ તેમણે પોતાની પ્રયોગશાળામાં કામ કરતા એક યુવાન વિજ્ઞાની વિષે કહેલું, " આ મારી સર્વશ્રેષ્ઠ શોધ છે." એ યુવાન વિજ્ઞાનીએ આગળ જતાં વિદ્યુત્-ચુમ્બકીય પ્રેરણ અને બીજી ઘણી શોધો કરેલી. તેનું નામ હતું,

a)

માઇકેલ ફેરેડે

b)

રોબર્ટ બોઇલ

c)

રોબર્ટ હૂક

d)

બ્લેઇઝ પાસ્કલ

17.

એમ્પીયર ‌‌= …......

a)

કુલંબ /સેકંડ

b)

કુલંબxસેકંડ

c)

કુલંબ/ મીટર

d)

જૂલ​/કુલંબ

18.

નીચેના પૈકી ક્યા તહેવાર પર ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ શક્ય નથી?

a)

ગોકુળાષ્ટમી

b)

શરદપુનમ

c)

દિવાળી

d)

બુદ્ધપૂર્ણિમા

19.

એક કિલોવૉટ​.અવર (1 kWh)નું જૂલમાં મૂલ્ય છે,

a)

3600

b)

3.6 x 10-6

c)

3.6 x 109

d)

3.6 x 106

20.

જૈવિક કોષ વિષે સૌ પ્રથમ માહિતી આપનાર વિજ્ઞાની હતો.

a)

રોબર્ટ બોઇલ

b)

જ્હોન ડાલ્ટન

c)

ગ્રેગરી મેન્ડેલ

d)

રોબર્ટ હૂક

21.

નીચેના પૈકી ક્યા વિષયમાં નોબેલ ઇનામ આપ​વામાં આવતું નથી?

a)

ગણિતશાસ્ત્ર

b)

ભૌતિક​વિજ્ઞાન

c)

રસાયણ​​વિજ્ઞાન

d)

ફિઝિયોલોજી, મેડીસિન​

22.

નીચેના પૈકી જે મુળભુત SI એકમ નથી તે શોધો.

a)

એમ્પિયર

b)

લિટર​

c)

કિલોગ્રામ

d)

સેકંડ​

23.

સૂર્યમંડળમાં લઘુગ્રહોનો પટ્ટો ક્યાં આવેલ છે?

a)

પૃથ્વી અને સૂર્યની વચ્ચે

b)

પૃથ્વી અને ચંદ્રની વચ્ચે

c)

મંગળ અને ગુરુની વચ્ચે

d)

ગુરુ અને શનિની વચ્ચે

24.

દર વર્ષે 14મી જાન્યુઆરીએ ઉજ​વાતો તહેવાર ખરેખર શું છે?

a)

ઉત્તરાયણ

b)

મકરસંક્રાંતિ

c)

બે માંથી એકે ય નહિં

d)

ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ બન્ને

25.

સંજ્ઞાઓ ‘Pa’ પાસ્કલ​, ‘N’ ન્યુટન અને ‘m’ મિટર દર્શાવે છે; તો સાચું સમિકરણ શોધો.

a)

Pa = N/m2

b)

Pa = N x m2

c)

N = Pa/m2

d)

N = Pa x m