wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

એકમ3:પ્રાચીન નગરો અને ગ્રંથો (ધોરણ 6:પ્રથમ સત્ર)

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

હડપ્પીય સભ્યતાને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ?

a)

લોથલ સંસ્કૃતિ

b)

કાલીબંગન સંસ્કૃતિ

c)

સિંધુખીણની સભ્યતાની સંસ્કૃતિ

d)

મોહેંજો- દડોની સંસ્કૃતિ

2.

હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી?

a)

આયોજનબદ્ધ નગરરચના

b)

સ્નાનકુંડ

c)

માર્ગોની સમાંતરે આવેલી શેરીઓ

d)

ગટર વ્યવસ્થા

3.

હડપ્પીય સભ્યતાના આયોજનબદ્ધ મકાનો વિશે નીચેનામાંથી કઈ બાબત સાચી છે?

a)

પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા.

b)

મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા.

c)

અહીં એક અને બે માળનાં મકાનો જોવા મળતા હતા.

d)

આપેલ તમામ

4.

હડપ્પા ..................માં આવેલ પુરાતત્વીય સ્થળ છે.

a)

રાજસ્થાન

b)

પંજાબ(હાલ પાકિસ્તાન)

c)

ગુજરાત(અમદાવાદ)

d)

બંગાળ

5.

મોહેંજો દડો'માં મળી આવેલ એક જાહેર સ્નાનાગર માટે નીચેનામાંથી કઈ વિગત સાચી નથી?

a)

સ્નાન કૂંડ માં ઉતારવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે.

b)

સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ છે.

c)

ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે.

d)

આ જાહેર સ્નાનાગર નો ઉપયોગ માત્ર પુરુષો જ કરી શકતા હતા.

6.

લોથલ કઈ નદીના કિનારે આવેલ છે?

a)

રાવી

b)

સાબરમતી

c)

ભોગાવો

d)

દમણ ગંગા

7.

લોથલમાંથી મળી આવેલ ધક્કો (dockyard)નો ઉપયોગ શેના માટે થતો?

a)

વહાણોને લાંગરીને માલ -સામાન ચઢાવવા અને ઉતારવાના કામ માટે.

b)

વખાર માટે

c)

સહેલાણીઓને બોટ દ્વારા દરિયાઈ મુસાફરી કરાવવા માટે

d)

આપેલ તમામ

8.

હડપ્પીય નગરો સામાન્ય રીતે કેટલા ભાગમાં વહેંચાયેલ છે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

9.

ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા શું હતી?

a)

સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાયેલું હતું.

b)

નગરમાં રાત્રી પ્રકાશની વ્યવસ્થા હતી.

c)

વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ .

d)

સુંદર ઇજનેરી કળા ધરાવતું હતું.

10.

સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો?

a)

ખેતી અને પશુપાલન

b)

ધાતુકામ

c)

શિલ્પકલા

d)

માટીકામ

11.

સિંધુ ખીણની સભ્યતાના લોકો શેમાંથી વાસણ બનાવતા ન હતા?

a)

તાંબામાંથી

b)

કાંસામાંથી

c)

માટીમાંથી

d)

લોખંડમાંથી

12.

સિંધુખીણની સભ્યતાના લોકો નીચેનામાંથી કયા પ્રકારના રમકડા બનાવતા હતા?

a)

સ્ત્રી પુરુષ આકારના રમકડા

b)

ઝાડ ઉપર ચઢતા વાનર

c)

માથું હલાવતા પ્રાણી

d)

આપેલ તમામ

13.

લોથલ અને કાલીબંગનમાંથી............ ના અવશેષો પ્રાપ્ત થયા છે.

a)

વૃક્ષપૂજા

b)

પશુપૂજા

c)

અગ્નિપૂજા

d)

સ્વસ્તિકપૂજા

14.

નીચેનામાંથી રાજકોટ જિલ્લામાં કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે?

a)

રંગપુર

b)

લોથલ

c)

ભાગા તળાવ

d)

રોજડી

15.

વેદ કેટલા છે?

a)

1

b)

2

c)

4

d)

5

16.

સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે?

a)

યજુર્વેદ

b)

ઋગ્વેદ

c)

રામાયણ

d)

ભગવદ ગીતા

17.

ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓમાં સૌથી મોટી સંસ્થા કઇ ગણાતી?

a)

ગણ

b)

સભા

c)

સમિતિ

d)

ઉપરનામાંથી કોઈ નહીં

18.

ગવેષ્ણા એટલે શું?

a)

ગાયોની રક્ષા

b)

યુદ્ધ

c)

કિલ્લાઓ

d)

કોઠારો

19.

ઋગ્વેદમાં સાંજની દેવી તરીકે કોનો ઉલ્લેખ થયેલો છે?

a)

અપાલા

b)

લોપામુદ્રા

c)

અદિતિ

d)

ઘોષા

20.

ઋગ્વેદમાં કયા પ્રાણીની ચર્ચા સૌથી વધુ વખત કરવામાં આવેલી છે?

a)

બળદ

b)

ગાય

c)

ઘોડા

d)

બકરી