NEW
Font size
WorksheetsScience
Total questions: 15
Worksheet time: 15mins
ડૂંડા માંથી દાણા અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ?
વિણવું
ચાડવું
છડવું
ઉપણવું
અનાજ ઊપણવા માટે ક્યુ સાધન વપરાય છે ?
ચાળણી
ગળણી
સૂપડું
ગાળણપત્ર
દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
બાષ્પીભવન
નિતારણ
ચાળવું
છડવું
પાણીમાંથી બરફ થવો એ ક્યાં પ્રકારનો ફેરફાર છે ?
ઝડપી
ઊલટાવી શકાય તેવો
પ્રતિકૂળ
નિયાતકાલીન
ફેરફારની ઘટના માટે જવાબદાર પરિબળ ક્યુ છે ?
કદ
ઊર્જા
સ્વરૂપ
ગ્લુકોઝ
દૂધમાંથી પનીર થવું એ ક્યા પ્રકારનો ફેરફાર છે ?
ઊલટાવી શકાય તેવો
ન ઊલટાવી શકાય તેવો
આપેલ બન્ને
એક પણ નહીં
જે પદાર્થને સરળતાથી દબાવી શકાય તેને કેવો પદાર્થ કહે છે ?
સખત
કઠોર
નરમ
હળવો
મીઠું એ કેવો પદાર્થ છે ?
દ્રાવ્ય
અદ્રાવ્ય
પ્રવાહી
આપેલ તમામ
નીચેનામાંથી ક્યો પદાર્થ પારદર્શક છે ?
કાચ
લાકડું
લોખંડ
થર્મોકોલ
સુતર અને શણ એ કેવા રેસા છે ?
કુદરતી
સિન્થેટિક
કૃત્રિમ
એક પણ નહીં
કપાસ (રૂ) માંથી બીજ અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
છડવું
પીંજવું
વણવું
ગૂંથવુ
નીચેનામાંથી ક્યા રેસા વનસ્પતિમાંથી મળે છે ?
સુતર અને શણ
રેશમ અને ઊન
નાયલોન પોલીએસ્ટર
એક્રેલીક
નીચેનામાંથી ક્યો પદાર્થ અપરદાર્શક છે ?
કાચ
હવા
લોખંડ
આપેલ તમામ
સિન્થેટિક રેસા શામાંથી બને છે ?
કુદરતી પદાર્થમાંથી
રાસાયણિક પદાર્થમાંથી
પ્રાણીજ રેસામાંથી
આપેલ તમામ
નખ વધવા એ કેવો ફેરફાર છે ?
ઝડપી
ધીમો
પ્રતિકુળ
આપેલ તમામ
