WorksheetsK.g. dholakiya 11th (E.M)
Total questions: 25
Worksheet time: 25mins
ગંગાસતી નું પૂરું નામ જણાવો.
ગંગાબા કાળુભા ગોહિલ
ગંગાબા નથુભા સરવૈયા
ગંગાબા કહળસંગ ગોહિલ
ગંગાબા જેસાજી સરવૈયા
ગંગાસતી અને પાનબાઈ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો
નણંદ - ભોજાઈ
ગુરુ - શિષ્યા
સાસુ - વહુ
વિકલ્પ B અને C બંને
નીચેનામાંથી કઈ રચના ગંગાસતીની નથી?
ભક્તિ નો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ.
વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ.
મેરુ રે ડગે જેના મન ના ડગે.
શીલવંત સાધુને વારે વારે નમીએ.
ગંગાસતીના મતે આ જગતનો વૈભવ કેવો છે?
સાર્થક
નિરર્થક
મિથ્યા
આપેલ તમામ
મનની દ્વિધા (મૂંઝવણ) ટાળવા ગંગાસતી કેવો વ્યવહાર સૂચવે છે?
બધા સાથે હળીમળીને રહેવું.
વડીલોનો આદર કરવો.
સત્સંગ મંડળમાં જવું
બધા સાથે સમાન રીતે વર્તવું.
'નિર્મળ' શબ્દનો વિરોધી શબ્દ આપો.
અનિર્મળ
નિર્મળતા
મલિન
આપેલ પૈકી એક પણ નહીં.
'સંસાર પરની આસક્તિનો અભાવ' શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
રાગ
અનુરાગ
વૈરાગ
વીતરાગ
'દુરજન ' શબ્દની સાચી જોડણી લખો.
દુર્જન
દૂર્જન
દુજરણ
આપેલ પૈકી એક પણ નહીં.
' કુસુમનું કઠણ તપ' પાઠ સરસ્વતીચંદ્ર નવલકથાના કેટલામાં ભાગમાંથી લેવામાં આવ્યો છે?
પ્રથમ
દ્વિતીય
તૃતીય
ચતુર્થ
કુસુમના માતા પિતાનું નામ જણાવો
માનચતુર - ધર્મલક્ષ્મી
ગાન ચતુર - સુંદર ગૌરી
વિદ્યા ચતુર - ગુણસુંદરી
આપેલ પૈકી એક પણ નહીં.
' કાન માંડવા' રૂઢિપ્રયોગનો અર્થ લખો.
ધ્યાનથી સાંભળવું.
બેધ્યાન બની જવું.
ધ્યાન ન દેવું.
બીજે ધ્યાન હોવું.
માલણ કુસુમની આંખોને કોની સાથે સરખાવે છે?
ગુલાબના ફૂલ સાથે.
જાસૂદના ફૂલ સાથે.
કેસુડાના ફૂલ સાથે.
હરણીની આંખો સાથે.
કુસુમ અને કુમુદ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો.
બંને કાકી ભત્રીજી છે.
બંને પિતરાઇ બહેનો છે.
બન્ને સગી બહેનો છે
આપેલ પૈકી એક પણ નહીં.
'પાંદડાંમાંથી બનાવેલી થાળી' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
પત્રાળું
કાથરોટ
સ્ટીલ થાળી
આપેલ પૈકી એક પણ નહીં.
સમાજની અન્ય કન્યાઓને કોના કારણે વિદ્યા નહીં મળે?
સુંદરને કારણે.
ગુણસુંદરીને કારણે.
કુસુમને કારણે
કુમુદને કારણે.
' ભય ' શબ્દનો વિરોધી શબ્દ લખો.
અભય
નિર્ભય
ભયાવહ
ભયભીત
પ્રભુલાલ દ્વિવેદી નું ક્યું નાટક 500 થી વધુવાર રંગભૂમિ પર ભજવાયુ?
માલવપતિ મુંજ
વડીલોના વાંકે
વિદ્યા વારિધિ ભારવી
આપેલ પૈકી એક પણ નહીં.
પ્રભુલાલ દ્વિવેદી નો જન્મ કયાં થયો હતો?
જેતપુરમાં
વીરપુરમાં
અમદાવાદમાં
વડોદરામાં
માનવ જીવનનો ત્યાગ કરીને ઈશ્વરના દરબારમાં જાય છે ત્યારે શું સાથે આવતું નથી?
ધન, સ્વજન કે સંપત્તિ.
ધન, ધંધો કે વ્યવહાર.
મન, વાણી કે કર્મ
આપેલ તમામ
સાહ્યબી થી કોણ ફુલાતું નથી?
નાસમજ લોકો.
અણસમજુ લોકો.
બુદ્ધિશાળી લોકો.
શાણા (સમજદાર) લોકો.
નીચે આપેલ કહેવતના જોડકામાંથી સમાનર્થવાળું જોડકું શોધો.
ગા વાળે ઈ અરજણ - જીભને હાડકું ના હોય
બોલે તેના બોર વેચાય- ન બોલવામાં નવ ગુણ
ખાડો ખોદે તે પડે- જેવું કરે તેવું ભરે.
પારકી મા જ કાન વિંધે - માગ્યા વિના મા પણ ન પીરસે
સમય અને પુરુષ બંનેમાં કોણ બળવાન છે?
સમય અને પુરુષ બંને
માત્ર સમય
માત્ર પુરુષ
સમય અને સંજોગ બંને
મનુષ્ય એ કોનાથી ડરવાનું છે?
પોતાની જાતથી
દુષ્કર્મથી
બાઘડ બિલ્લાથી
આપેલ તમામથી
'સર્જન' શબ્દનો વિરોધી શબ્દ લખો
દુ સર્જન
અ સર્જન
વિસર્જન
આપેલ તમામ
'પડતા પર પાટુ, દાઝ્યા પર ડામ' કહેવતનો અર્થ જણાવો.
પડેલાને પાટું મારવું
દાઝેલાને ડામ આપવો
એક પીડા હોય ત્યાં બીજી ઊભી થવી.
દુઃખમાં હિંમત રાખવાની શક્તિ મળવી.
