wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

139 ધો6 પ્ર11 સત્ર2 સાવિ ખાલીજગ્યા

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

પૃથ્વી સપાટી નો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ____________સ્વરૂપ કહેવામાં આવે છે.

a)

ભૂમિ

b)

જળ

2.

સમુદ્ર સપાટીથી લગભગ __________ મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખર ધરાવતા વિસ્તારને પર્વત કહે છે.

a)

૯૦૦

b)

૧૮૦

3.

પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા-પ્રતિક્રિયા અને આંતરક્રિયા થી _________ બને છે.

a)

પર્વતો

b)

આવાસો

4.

નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને _________ વિભાગમાં વહેંચવામાં આવે છે.

a)

b)

૧૪

5.

એશિયામાં હિમાલય એ _________ પર્વત નું ઉદાહરણ છે.

a)

ગેડ

b)

જ્વાળામુખી

6.

ભારતમાં આવેલા નીલગીરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત _______ પર્વત ના ઉદાહરણો છે.

a)

ખંડ

b)

અવશિષ્ટ

7.

જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટન થી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે _______________ પર્વત બને છે.

a)

જ્વાળામુખી

b)

ગેડ

8.

ગુજરાતના પાવાગઢ અને ગિરનાર પર્વત _________ પર્વત ના ઉદાહરણો છે.

a)

જ્વાળામુખી

b)

અવશિષ્ટ

9.

હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈ ને વહી જાય અને નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકે તેને ___________ પર્વત કહે છે.

a)

અવશિષ્ટ

b)

જ્વાળામુખી

10.

ભારતમાં અરવલ્લી, નીલગીરી,પારસનાથ તથા રાજમહલ પર્વત એ _______ પર્વત ના ઉદાહરણો છે.

a)

અવશિષ્ટ

b)

જ્વાળામુખી

11.

__________ નદીઓ ના ઉદ્ગમ સ્થાન છે.

a)

પર્વતો

b)

ખીણ

12.

વિશ્વની કુલ વસ્તીના ______ ટકા જેટલી વસ્તી પર્વત પર રહેઠાણ ધરાવે છે.

a)

૧૦

b)

૪૫

13.

સમુદ્ર સપાટીથી આશરે ૧૮૦ મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને __________ કહે છે.

a)

ઉચ્ચ પ્રદેશ

b)

મેદાની પ્રદેશ

14.

ઉચ્ચપ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન ________ની ખેતી માટે અનુકૂળ છે.

a)

કપાસ

b)

તલ

15.

સમુદ્ર સપાટીથી ૧૮૦ મીટર થી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને __________ કહે છે.

a)

મેદાન

b)

પર્વત