Worksheetsપ્રકરણ 7 આધુનિક ભારતમાં કલા
Total questions: 25
Worksheet time: 13mins
દશ્યકલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે?
ચિત્ર અને સંગીત
શિલ્પ અને નૃત્ય
નૃત્ય અને નાટ્ય
ચિત્ર અને શિલ્પ
પ્રદર્શિત કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે?
સંગીત અને ચિત્ર
નૃત્ય અને શિલ્પ
નૃત્ય અને નાટ્ય
વાદ્ય અને ચિત્ર
ચિત્રકલાના શરૂઆતના વિષયો કયા હતા?
ધર્મગ્રંથોના પ્રસંગો
દેવી દેવતાઓ
પશુ પક્ષીઓ
આપેલ તમામ
કચ્છના મહારાવ પ્રાગમલજીએ કયા શહેરમાં કલાશાળા શરૂ કરી હતી?
ગાંધીધામમાં
લખપતમાં
ભુજમાં
અંજારમાં
અમદાવાદમાં શેઠ સી. એન. વિદ્યાલયમાં સ્થપાયેલી ‘કલાશાળા’ના પ્રથમ આચાર્ય કોણ હતા?
રવિશંકર રાવળ
સોમાલાલ શાહ
રસિકલાલ પરીખ
રમેશભાઈ પંડ્યા
ઈ. સ. પૂર્વે 7000ના કાળના મધ્ય પ્રદેશની કઈ ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યાં છે?
નરસિંહ ગઢની
બદામીની
ભીમબેટકાની
સીત્તાનાવસલની
કઈ ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે?
બદામીની
ભીમબેટકાની
સિત્તાનાવસલની
નરસિંહગઢની
અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યાં હતાં?
રાજપૂત યુગ દરમિયાન
મુગલ યુગ દરમિયાન
ગુપ્તયુગ દરમિયાન
મૌર્યયુગ દરમિયાન
કયા મંદિરની દીવાલો પર ભારતનાં મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યાં છે?
કોણાર્કના સૂર્યમંદિરની
બૃહદેશ્વર મંદિરની
વીરુપાક્ષના શિવ મંદિરની
મીનાક્ષી મંદિરની
નીચેના પૈકી કયા મુઘલ બાદશાહે ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું નહોતું?
અકબર
જહાંગીર
ઔરંગઝેબ
શાહજહાં
નીચેના પૈકી કયા ચિત્રકારને ચિત્રકલાના શ્રેષ્ઠ કલાકાર ગણાવી શકાય?
રવીન્દ્રનાથ ટાગોરને
રવિશંકર રાવળને
રાજા રવિવર્માને
નંદલાલ બોઝને
ઈ. સ. 1901માં બંગાળમાં કઈ ચિત્રસંસ્થાની સ્થાપના થઈ હતી?
ટાગોર નિકેતનની
કલા નિકેતનની
રવિન્દ્ર નિકેતનની
શાંતિનિકેતનની
બંગાળ, બિહાર, નેપાલ અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલીને કયા નામે ઓળખવામાં આવે છે?
જૈન શૈલીના નામે
કાંગડા શૈલીના નામે
પાલ શૈલીના નામે
રાજપૂત શૈલીના નામે
12મી સદીથી ગુજરાત, માળવા અને રાજસ્થાનના પ્રદેશોમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો?
રાજપૂત શૈલીનો
જૈન શૈલીનો
રાજસ્થાન શૈલીનો
ગુજરાત શૈલીનો
કઈ ચિત્રશૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ, કૃષ્ણભક્તિ, રાસલીલા વગેરે વિષયો રહેલા છે?
જૈન શૈલીના
કાંગડા શૈલીના
રાજપૂત શૈલીના
પહાડી શૈલીના
ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી કઈ ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી હતી?
મુઘલ ચિત્રશૈલી
દરબારી ચિત્રશૈલી
રાજપૂત ચિત્રશૈલી
કાંગડા ચિત્રશૈલી
કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ ચિત્રશૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી?
શાહજહાંના
જહાંગીરના
અકબરના
બાબરના
હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાનના ચિત્રકારો અને મુઘલ ચિત્રકારોએ મળીને કઈ ચિત્રશૈલી વિકસાવી હતી?
કમલકારી ચિત્ર શૈલી
મિથિલા ચિત્રશૈલી
કાંગડા ચિત્રશૈલી
રાજપૂત ચિત્રશૈલી
કાંગડા શેલીના મહાન ચિત્રકાર કોણ હતા?
બિશનદાસ
મસૂર
કિશનદાસ
મોલારામ
નીચેના પૈકી ક્યા ચિત્રકારનો ગુજરાતના નામાંક્તિ ચિત્રકારોમાં સમાવેશ થાય છે?
રવિશંકર રાવળનો
દેવીપ્રસાદ રૉય ચૌધરીનો
જગન્નાથ અહિવાસીનો
નંદલાલ બોઝનો
કલાગુરુ રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણપદક મળ્યો હતો?
‘બિલ્વમંગળ’ને
‘શકુંતલા’ને
‘ઉર્વશી’ને
‘ગંગા અવતરણ’ને
ભારતના કયા કલાકારનાં ચિત્રો વાસ્તવદર્શી હતાં?
રાજા રવિવર્માનાં
રવીન્દ્રનાથ ટાગોરનાં
નંદલાલ બોઝનાં
કુમારી અમૃતા શેરગીલનાં
બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કયો ખિતાબ આપ્યો હતો?
‘નાઇટ ફૂડ’નો
‘કેસરે હિંદ’નો
‘કેસરે ભારત’નો
‘રૉયલ આર્ટિસ્ટ’નો
કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમની કઈ રચના માટે નૉબેલ પારિતોષિકથી સન્માનિત કર્યા હતા?
‘ગીતાંજલિ’ માટે
‘દેવાંજલિ’ માટે
‘ભાવાંજલિ’ માટે
‘દેશાંજલિ’ માટે
‘ભારતમાતા’ ચિત્રકૃતિના કલાકાર કોણ છે?
રવીન્દ્રનાથ ટાગોર
અવનીન્દ્રનાથ ટાગોર
નંદલાલ બોઝ
રાજા રવિવર્મા
