NEW
Font size
Worksheets586 જ્ઞાનસેતુ ગણિત
Total questions: 20
Worksheet time: 10mins
એક શાળામાં રમતનો તાસ 4: 00 થી 4: 40 સુધીનો છે.
તો રમતનો તાસ કેટલો મિનિટનો હશે ?
30 મિનિટ
45 મિનિટ
40 મિનિટ
50 મિનિટ
સુમિતને શાળાએ જતા 45 મિનિટનો સમય લાગે છે. જો તે પોતાના ઘરેથી સવારે 10:00 વાગ્યે શાળાએ જવા નીકળે છે. તો તે કેટલા વાગે શાળાએ પહોંચશે ?
10:45 કલાકે
10:50 કલાકે
10:30 કલાકે
11:00 કલાકે
રીના તારીખ 19 - 02 - 2023 થી 5 દિવસ માટે શાળામાં ન જવા માટે તેના વર્ગ શિક્ષકને રજાચિઠઠી લખે છે. તો તેણીએ કઈ તારીખ સુધી રજા ની માંગણી કરી હશે?
22 - 02 - 2023
23 - 02 - 2023
24 - 02 - 2023
25 - 2 - 2023
ધર્મિષ્ઠા ના બેંક ના ખાતામાં રૂપિયા 9500 જમા છે. તેને એક વસ્તુની ખરીદી માટે રૂપિયા 9900 ની જરૂર છે. તો તેને બીજા કેટલા રૂપિયા ની જરૂર પડશે?
300
400
200
600
એક ગ્લાસમાં વધુમાં વધુ 1 લીટર પાણી સમાઈ શકે છે. તો તે ગ્લાસની ગુંજાશ કેટલી થાય?
1 મિલી
100 મિલી
10 મિલી
1000 મિલી
રોશની 8 સેમી ત્રિજ્યા ના માપનું વર્તુળ દોરે છે. તો તે વર્તુળ નો વ્યાસ કેટલો હશે?
8 સેમી
16 સેમી
24 સેમી
64 સેમી
50 સેમી વ્યાસ વાળા વર્તુળની ત્રિજ્યા કેટલા સેમી થાય ?
25 સેમી
50 સેમી
100 સેમી
25 મીટર
પેટર્ન પૂર્ણ કરો:
A1, B3, C5, D7, ............
F 7
E9
E 10
F 9
વિદ્યાર્થીની એક ટુકડી નૌકાવીહાર માટે ગઈ. નૌકાના ભાડા પેટે ₹40 રૂપિયા પ્રતિ વિદ્યાર્થીના દરે તેમણે કુલ 1200 રૂપિયા ચૂકવ્યા. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હોડીમાં બેઠા હશે ?
40 વિદ્યાર્થીઓ
30 વિદ્યાર્થી
60 વિદ્યાર્થી
15 વિદ્યાર્થી
500 રૂપિયાની ત્રણ નોટના છુટા કરાવવા જતા ₹100 ની કેટલી નોટ આવશે ?
15
50
16
૧૩
મૂળાક્ષર H માં કેટલા ખૂણા છે ?
5
4
6
3
મહેશ એ 105.50 રૂપિયા ની ચા અને 110.50 રૂપિયાની ખાંડ ખરીદી. જો તેણે કુલ ₹300 આપ્યા હોય તો તેને કેટલા રૂપિયા પરત મળશે ?
83
80
74
84
એ કેળાની કિંમત 1.50 રૂપિયા છે તો 1 ડઝન કેળા ની કિંમત કેટલા રૂપિયા થાય ?
10
12
9
18
એક પેનની કિંમત 2.5 રૂપિયા હોય તો દસ રૂપિયામાં કેટલી પેન ખરીદી શકાય ?
5
4
3
6
એક છાત્રાલયમાં રોજનું 10 લીટર દૂધ વપરાય છે તો જાન્યુઆરી મહિનામાં કેટલું દૂધ વપરાયું હશે ?
300 લીટર
290 લીટર
310 લીટર
280 લીટર
એક શાળા માંથી 360 વિદ્યાર્થી પ્રવાસે જાય છે. પ્રત્યેક બસમાં 40 વિદ્યાર્થી સમાતા હોય તો કેટલી બસની જરૂર પડે ?
15
10
6
9
એક ટાંકીમાં 300 લીટર પાણી ભરેલું છે તો એમાંથી 10 લીટર ના કેટલા ટીન ભરી શકાય ?
30
20
40
50
એક આંબાવાડી માં 200 આંબા હોય તો આવી 12 આંબાવાડીમાં કુલ કેટલા આંબા હોય ?
2000
2500
2200
2400
સફરજનના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો આવા 12 બોક્સનું વજન કેટલું થાય ?
144 કિગ્રા
24 કિગ્રા
12 કિગ્રા
120 કિગ્રા
એક ટ્રક એક કલાકમાં 20 કિ.મી અંતર કાપે છે. તો 90 કિ.મી અંતર કાપવા કેટલો સમય લાગશે ?
240 મિનિટ
60 મિનિટ
90 મિનિટ
270 મિનિટ
