Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS SAT SOCIAL SCIENCE (3,4,5)

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

પાણીપતનું પ્રથમ યુધ્ધ કોની કોની વચ્ચે થયું હતું?

a)

બાબર અને ઈબ્રાહીમ લોદી

b)

હુમાયુ અને શેરશાહ

c)

બાબર અને શેરશાહ

d)

અકબર અને હેમુ

2.

મુઘલ બાદશાહ બાબર કઈ કઈ ભાષાઓ જાણતો હતો?

a)

ફારસી અને હિન્દી

b)

અરબી અને હિન્દી

c)

અરબી અને સંસ્કૃત

d)

ફારસી અને અરબી

3.

કોની સાથે થયેલા યુધ્ધમાં પરાજિત થઈને હુમાયુને ભારતની બહાર જવું પડ્યું હતું?

a)

શિવાજી

b)

શેરશાહ

c)

મહારાણા પ્રતાપ

d)

નિઝામ

4.

હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું હતું?

a)

દિનપનાહ

b)

તાજેપનાહ

c)

ફતેપુર સીકરી

d)

દિનસાહેબ

5.

હલ્દી ઘાટીનું યુધ્ધ કોની કોની વચ્ચે થયું હતું?

a)

અકબર અને શેરશાહ

b)

અકબર અને મહારાણા પ્રતાપ

c)

અકબર અને શિવાજી

d)

હુમાયુ અને મહારાણા પ્રતાપ

6.

કયો મુઘલ બાદશાહ સંગીત, કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો?

a)

અકબર

b)

ઓંરંગઝેબ

c)

જહાંગીર

d)

હુમાયુ

7.

રાજગઢમાં ક્યાં રાજાનો રાજ્યાભિષેક થયો હતો?

a)

છત્રપતિ શિવાજી મહારાજ

b)

મહારાણા પ્રતાપ

c)

મહારાવલ રતન સિંહ

d)

હર્ષવર્ધન

8.

ક્યાં દિલ્લી શાસકે નવી ટપાલ વ્યવસ્થા ઉભી કરી હતી?

a)

અકબર

b)

શેરશાહ

c)

શાહજહાં

d)

બાબર

9.

મુઘલ સામ્રાજ્યના પતન માટે નીચેનામાંથી કયું કારણ સૌથી વધુ જવાબદાર હતું?

a)

મુઘલ શાસકોની નબળી નીતિઓ અને આંતરિક કલહ.

b)

મરાઠાઓ અને અન્ય રાજ્યોના સતત આક્રમણો.

c)

યુરોપિયન વેપારીઓનું ભારતમાં પ્રવેશ અને વેપાર પર પ્રભુત્વ.

d)

તમામ

10.

અકબરે દીન-એ-ઇલાહી નામનું નવું ધર્મ શા માટે સ્થાપ્યું હશે?

a)

મુસ્લિમ અને હિંદુ ધર્મો વચ્ચે એકતા સ્થાપવા.

b)

પોતાને દેવતા તરીકે સ્થાપિત કરવા.

c)

અન્ય ધર્મોનો નાશ કરવા.

d)

રાજ્યમાં એક જ ધર્મ હોય તેવું કરવા.

11.

દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની કઈ શૈલી પ્રમુખ હતી?

a)

ઇસ્લામ

b)

નાગર

c)

સલ્તનત

d)

આરબ

12.

સંસ્કૃત ભાષામાં સ્થાપત્યો માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે?

a)

સ્થપતિ

b)

બાંધકામ

c)

ઈમારત

d)

વાસ્તુ

13.

નીચે પૈકી સ્થાપત્ય અને સ્થળની કઈ જોડ ખોટી છે?

a)

તાજમહાલ - આગ્રા

b)

વિજયસ્તંભ - ઉદયપુર

c)

લાલ કિલ્લો - દિલ્લી

d)

રાજ રાજેશ્વર મંદિર - તાંજોર

14.

નીચેના પૈકી ક્યાં બાગનો સમાવેશ મુઘલ શાસનમાં બનાવવામાં આવેલા બાગોમાં થતો નથી?

a)

લાલ બાગ

b)

નિશાંત બાગ

c)

શાલીમાર બાગ

d)

આરામ બાગ

15.

દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવું સ્થળ કયું છે?

a)

સમેત શિખર

b)

પાલીતાણા

c)

ગીરનાર

d)

હિમાલય

16.

મધ્યયુગીન સ્થાપત્યોમાં કિલ્લાઓનું નિર્માણ ખૂબ જ મહત્વનું હતું. કિલ્લાઓનું નિર્માણ મુખ્યત્વે કયા હેતુ માટે કરવામાં આવતું હતું?

a)

શહેરોને બાહ્ય હુમલાઓથી બચાવવા માટે.

b)

શહેરોને સુંદર દેખાડવા માટે.

c)

રાજાઓ અને શાસકોના રહેવા માટે.

d)

ધાર્મિક કાર્યક્રમો કરવા માટે.

17.

મધ્યયુગમાં વેપારીઓ અને કારીગરો કઈ રીતે સામાજિક અને આર્થિક રીતે મહત્વપૂર્ણ હતા?

a)
  • તેઓ રાજાઓને કર ચૂકવતા હતા.

b)
  • તેઓ શહેરોના વિકાસમાં મહત્વનો ભાગ ભજવતા હતા.

c)
  • તેઓ ધાર્મિક વિધિઓમાં ભાગ લેતા હતા.

d)
  • તેઓ ખેડૂતોને ખાતર પૂરું પાડતા હતા.

18.

મધ્યયુગમાં શહેરોના વિકાસમાં કયો પરિબળ સૌથી મહત્વનો હતો?

a)

કૃષિ ઉત્પાદનમાં વધારો

b)

વેપાર અને વાણિજ્યનો વિકાસ

c)

રાજાઓ અને મહારાજાઓનું આશ્રય

d)

ધાર્મિક કાર્યક્રમો

19.

રાણીની વાવ કોણે બંધાવી હતું?

a)

મીનળદેવી

b)

નાયકા દેવી

c)

રાણી પદ્માવતી

d)

ઉદયમતી

20.

અમદાવાદના ક્યાં સ્થાપત્યને વિશ્વની ઉત્કૃષ્ટ કલાનો નમુનો માનવામાં આવે છે?

a)

સીદીસૈયદની જાળી

b)

જામા મસ્જિદ

c)

ચાંપાનેરનો કિલ્લો

d)

ભદ્રકાળીનો કિલ્લો

21.

પ્રત્યેક જનજાતિના શ્ભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતાં?

a)

જાતિ પ્રથા

b)

સાંસ્કૃતિક પ્રથા

c)

વર્ણાશ્રમ પ્રથા

d)

કબીલાઈ પ્રથા

22.

જનજાતિના લોકોને અર્થવ્યવસ્થામાં કયો સિધ્ધાંત જોવા મળે છે?

a)

સામુહિક્તા

b)

ખાનગીકરણ

c)

ઉદારીકરણ

d)

ઔદ્યોગીકરણ

23.

૧૩ -14મી સદી દરમ્યાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી?

a)

ખોખર અને બલોચ

b)

નાગા અને અહોમ

c)

ખોખર અને ગબ્બર

d)

મુંડા અને સંથાલ

24.

આદિવાસી સમાજોની સંસ્કૃતિમાં કઈ બાબત સૌથી મહત્વની છે?

a)

શહેરી જીવનશૈલી

b)

આધુનિક ટેકનોલોજી

c)

કુદરત સાથેનું જોડાણ

d)

ધન કમાવવું

25.

આદિવાસી સમાજોને આધુનિક સમાજમાં સામેલ કરવા માટે શું કરવું જોઈએ?

a)

તેમને શહેરોમાં સ્થળાંતર કરવા પ્રેરવવું

b)

તેમની ભાષા અને સંસ્કૃતિને ભૂલી જવા માટે કહેવું

c)

તેમને શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવી

d)

તેમને અન્ય સમાજોથી અલગ રાખવા

26.

આદિવાસી સમાજોના સંરક્ષણ માટે સરકારે કયા પગલાં લેવા જોઈએ?

a)

તેમની જમીનને સુરક્ષિત કરવી

b)

તેમને શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવી

c)

તેમની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું

d)

તમામ

27.

આહવામાં નીચેનામાંથી કયો મેળો પ્રખ્યાત છે?

a)

ડાંગ દરબાર

b)

ગોળ - ગધેડાનો મેળો

c)

ચિત્ર - વિચિત્રનો મેળો

d)

ગાય - ગોહરીનો મેળો

28.

ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી વધારે શક્તિશાળી હતી?

a)

લંઘા

b)

અરધુન

c)

બલોચ

d)

મિઝો

29.

જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીપુર્વક કામ કરાવાતું તે ક્યા નામે ઓળખાતા હતા ?

a)

અહોમ

b)

પાઈક

c)

બુરંજી

d)

આઈક

30.

તોપ અને દારુગોળાનું નિર્માણ કઈ જાતિનાં લોકો કરતાં હતા ?

a)

ગૌંડ

b)

ચેર

c)

ડાંગી

d)

અહોમ